________________
૫૪: લાઠીકૂદન સંખ્યા: સરખી સંખ્યાની બે કે તેથી વધુ ટુકડી. સાધન: જેટલી ટુકડી એટલી પરોણી (નાની લાકડી).
તૈયારી: બધી ટુકડીને ટપ્પાદોડ( રિલે–રઇસ)ની જેમ એક દિશામાં મોં રાખી ઊભી રાખવી. દરેક ટુકડીના પહેલા બાળકને લાકડી આપવી. સામે હદરેખા દેરવી ને દરેક ટુકડીની સામે ઈંટ કે એવું સાધન મૂકવું.
રમત: સંજ્ઞા મળતાં દરેક ટુકડીના પહેલા બાળકે હદરખા તરફ દોડવું ને ઈંટને ફરીને પાછા પોતાની ટુકડી પાસે આવવું. આ વખતે બીજા નંબરે લાઠીના બીજા છેડાને પકડવ ને લાકડીને આડી રાખી તે બંનેએ કેડમાંથી નીચા નમી ટુકડીના છેલ્લા નંબર સુધી ચાલવું. એ વખતે ટુકડીના દરેક બાળકોએ બે પગે કૂદીને લાકડીને પગ નીચેથી પસાર થવા દેવી. છેલ્લે એક નંબરના બાળકે ઊભા રહી જવું ને બે નંબરના બાળકે લાકડી લઈ હદરેખાએ જઈ ઈંટને ફરીને પોતાની ટુકડી તરફ આવવું ને એ વખતે બીજા તથા ત્રીજા નંબરે પ્રથમની માફક કરવું. આ પ્રમાણે છેલ્લા નંબરનો વારો આવતાં સુધી કરવું. જે ટુકડી પ્રથમ આવે તે જીતી ગણાય.
પ૫ : લાઠી સેરવિયો દાવ
(લાઠીઉડાડ) સંખ્યા: દસથી પંદર જેટલી. સાધન: દરેક પાસે લાઠી અથવા પરોણા.
તૈયારી: એક જગ્યાએ જમીન પર આડો લીટ કરીને નિશાન કરવું. એ લીટાની પાછળ ઊભા રહી, લાઠીના એક છેડાને જમીન પર અને
[ ૧૧૩ ]