________________
૬૨: હેડી
સંખ્યા: સરખી સંખ્યાની બે, ત્રણ કે વધુ ટુકડીઓ પાડવી. સાધન: ટુકડી દીઠ આઠથી દસ ફૂટ લાંબે એક એક વાંસ જોઈએ.
તૈયારી: દરેક ટુકડીએ વાંસને બે પગની વચ્ચે રાખી, બંને હાથથી પકડીને ઊભા રહેવું. દરેક ટુકડીને પ્રસ્થાનરેખા ઉપર છૂટી છૂટી ઊભી રાખવી. બે ટુકડીની વચ્ચે આઠથી દસ ફિટનું અંતર રાખવું. હદરેખાનું અંતર નાના માટે ૫૦ ફૂટ અને મોટા માટે ૧૦૦ ફૂટનું રાખવું.
રમત: સંજ્ઞા મળતાં રમત શરૂ થાય. દરેક ટુકડીએ વાંસ સહિત હદરેખા તરફ દોડવું, જે ટુકડી હદરેખાને પ્રથમ વટાવી જાય તેની જીત થઈ ગણાય.
આ રમતમાં હદરેખા ઉપર કાંઈ વસ્તુ મૂકીને, વસ્તુને ફરીને પાછા પ્રસ્થાનખાને વટવાનું પણ રાખી શકાય.
[ ૧૨૦ ]