________________
૬૦: સોડિયું
સંખ્યા: સરખી સંખ્યાની બે ટુકડી. અથવા દસ દસ.
સાધન: લાકડાના મિનારા જેવા જુદા જુદા રંગના સાત ટુકડા, એક ટેનિસ બોલ.
તૈયારી: ૧૦ થી ૧૫ ફૂટ દૂર સતોડિયું ગોઠવીને મૂકવું. બે ટુકડી પાડવી. એક ટુકડી દાવ દેવા સતોડિયાની એક તરફ ફીલ્ડિગ ભરવા ગેઠવાઈ જાય. બીજી ટકડી દાવ લેવા માટે નિશાન પાસે ઊભી રહે.
રમત: એક એક જણે દાવ લેવાને. રબ્બરના દડાથી સતોડિયાને પાડવાનું. જો જમીન પર ટપ્પો પાડીને સામાવાળા કેચ કરી લે તે દાવ લેનાર ભાર થાય પછી બીજો દાવ લે. જ્યારે સતોડિયું પડે ત્યારે દાવ લેનાર સતોડિયું ચડાવવા પ્રયત્ન કરે ને દાવ દેનાર દાવ લેનારને દડાથી આંટવા પ્રયત્ન કરે. જો સોડિયું અંટાયા વગર ચડાવી દે, તે છેલ્લે ચડાવનાર મોટેથી સતોડિયું બોલે. આથી બધાંને એક વધારાને દાવ ચડે. જો સતોડિયું પહેલાં દાવ દેનાર કોઈ એકને આંટી દે તો આખી ટુકડી માર થઈ જાય. પછી દાવ દેનારે દાવ લેવાને. આ સિવાય જો કોઈનો સતોડિયાને ઈંટતાં હેલ કેચ દાવ દેનાર કરે તો પણ આખી ટુકડી માર થઈ જાય.
નેંધ: દાવ દેનાર દાવ લેનારને મારતી વખતે દડો લઈને દોડી શકાય નહિ. બીજને દડો અંબાવી શકાય. દાવ લેતી વખતે દાવ દેનાર નક્કી કરેલ હદમાં જ રહે. દાવ દેનારે સતોડિયાથી આગળ ઊભું રહેવાય નહિ. સતોડિયાને સહેજ દડો અડી જાય ને પછી તે પડ્યું હોય કે ન પડ્યું હોય છતાં કેચ થઈ જાય તે પણ આખી ટુકડી માર થઈ જાય. ટુકડી ઉપર ઉપરાઉપરી સાત દાવ ચડે ત્યારે તે ટુકડી હારી ગણાય ને તે રીતે રમત પૂરી થઈ ગણાય.
[૧૧૮]