Page #1
--------------------------------------------------------------------------
________________
W
સાહિત્ય
e
----
PRAMOD SHAH & CO. CHARTERED ACCOUNTANT) I TOT Prasad Chambers Behind Roxy Cinema
BOMBAY
(
નિમ..
ભિક્ષુ અખરડી પ્રાટી adશાહિત્યવર્ધકકાર્યાલય હેડowાસે અમદાવાદ અને પ્રિન્સેસ સ્ટ્રીટ મુંબઈ-4
Page #2
--------------------------------------------------------------------------
________________
સસ્તુ સાહિત્ય' એટલે ઊંચામાં ઊંચુ સાહિત્ય
દેશી રમતો
- આ લેખકે . શામજીભાઈ કા ઉમેડ વ્યાયામવિશારદ,
પ્રાવીણ્ય નૂતનબાળ શિક્ષક
ભિક્ષુ અખંડાનંદની પ્રશ્નાદી updaોહિત્યવર્ધકકાર્યાલય ઠે ભદપાસે અમદાવાદ અને પ્રિન્સેસ સ્ટ્રીટ મુંબઈ-
રૂા. ૧-૨૫
Page #3
--------------------------------------------------------------------------
________________
સંવત ૨૦૨૬
:
આવૃત્તિ ૩ જી
:
ઈ. સ. ૧૯૭૦
-
(c)
[ સર્વ હક્ક પ્રકાશક સંસ્થાને સ્વાધીન છે ]
* ૪-૪-'૭૦
• મુદ્રક અને પ્રકાશક : ત્રિભુવનદાસ ક. ઠક્કર, સસ્તું સાહિત્ય મુદ્રણાલય, રાયખડ: ભદ્ર : અમદાવાદ
Page #4
--------------------------------------------------------------------------
________________
નિવેદન આ દેશી રમતો' પુસ્તકની પુનર્મુદ્રણરૂપે ત્રીજી આવૃત્તિ પ્રસિદ્ધ થાય છે.
બાળકો તેમ જ યુવાનો માટે રમતો અને કસરતનું મહત્ત્વ વિશેષ છે; પરંતુ હાલમાં ઘર અને શાળાઓમાં તે સંબંધી પૂરતું ધ્યાન અપાતું જોવામાં આવતું નથી. આ સ્થિતિમાં આપણા દેશની રમતે વિષેની ઉપયોગી અને વિગતપૂર્ણ માહિતી મળી શકે એવાં પુસ્તકો તૈયાર થાય એ ખૂબ જરૂરી છે.
બાર વર્ષનાં બાળકો માટેનું “બાળ રમતો- નામનું આ જ લેખકનું પુસ્તક આ સંસ્થા તરફથી પ્રસિદ્ધ થયેલું છે. અને હાલ તે મળે પણ છે.
તેરથી મોટી ઉંમરનાં બાળકો માટેના આ પુસ્તકમાં નાની મોટી ૧૨૧ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, અને તે રમતો રમવા માટેની માહિતી આપતાં ૩૫ ચિત્રો પણ આપવામાં આવ્યાં છે.
આ પુસ્તકને બાળકો, શિક્ષકો અને વાલીઓએ જે ઉમળકાભેર અપનાવ્યું છે તેમ આ નવી આવૃત્તિને પણ અપનાવશે એવી આશા છે. વલ્લભવિદ્યાનગર, ] “સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટના ટ્રસ્ટીઓ વતી તા. ૫-૪-૧૭૦ ઈ
એચ. એમ. પટેલ (પ્રમુખ)
[૩]
Page #5
--------------------------------------------------------------------------
________________
એ માલ
[ આગલી આવૃત્તિમાંથી ]
"
બાળ રમતો' નામની મારી પુસ્તિકાના સારા એવા સત્કાર અને
પ્રચાર થતાં મને આ ‘દેશી રમતા’ લખવા પ્રેરણા મળી. આપ સૌ સમક્ષ આ ‘દેશી રમતા’ રજૂ કરતાં આનંદ થાય છે.
આજકાલ આપણે ત્યાં રમતાના પ્રચાર અને વ્યવહાર વધ્યા છે. વળી શાળાઓમાં રમતાને સારા પ્રમાણમાં સ્થાન મળ્યું છે. રમતા દ્વારા બાળકોનાં તન-મનના વિકાસ થવામાં આ પુસ્તક મદદરૂપ થશે એવી આશા રાખું છું.
—લેખક
[ ૪ ]
Page #6
--------------------------------------------------------------------------
________________
બાલ-શિક્ષકને
દરેક રમત–શિક્ષક પોતપોતાની સ્વતંત્ર પદ્ધતિથી બાળકોને રમત રમાડે છે, પરંતુ તેમ છતાં નીચેના સર્વ સામાન્ય મુદ્દા તમામને ઉપયોગી થઈ પડશે: - (૧) જે રમત રમાડવી હોય તે સમજાવવી અથવા રમી બતાવવી. ઓછું બોલવું–કરી બતાવવું.
(૨) દરેક સમજૂતી ટૂંકમાં અને સ્પષ્ટ શબ્દોમાં આપવી. લાંબી -રમત ટુકડે ટુકડે સમજાવવી અને રમાડવી.
(૩) રમતાં પહેલાં અને રમતાં રમતાં ધક્કામુક્કી કે રાડ પાડવી નહિ. રમતમાં વપરાતા જરૂરી શબ્દો સિવાય કશું બોલવું નહિ.
(૪) બાળકોને ઉત્સાહ આપવો. ઉત્સાહ માત્ર બોલવામાં જ નહિ, પણ તેને વ્યવહાર જરૂરી છે. | (૫) બાળકોને પોતાની મેળે રમવા દેવાં. જ્યારે બાળકો સ્વયંપ્રેરણા થી રમતોનું નિર્માણ કરે છે અને સંચાલન કરે છે, ત્યારે તેઓ ખૂબ જ પ્રસન્ન થાય છે.
(૬) રમતમાં શિસ્તની બહુ અધિકતા ના હોય તેમ જ ઢીલાશ પણ રાખવી નહિ. બાળકોની સાથે ફેજી અમલદાર જેમ નહિ પણ મોટાભાઈની જેમ વર્તવાનું છે.
(૭) બાળકની ભૂલોને હસીને ટાળી દેવી જોઈએ. બાળક પિતાની ભૂલ પર સ્વયં લજિજત થાય છે. આપણે બાળકોને દબડાવવાં કે મારવાં નહિ અથવા તે કોઈ પણ જાતની શિક્ષા કરવી જોઈએ નહિ,
[ પ ]
Page #7
--------------------------------------------------------------------------
________________
(૮) જો કોઈ રમત સફળ થાય નહિ, તા બાળકો ઉપર ખીજાવાની કે દોષ દેવાની જરૂર નથી. રમત અસફળ થવાના વાંક રમત રમાડનાર અથવા રમતના શેાધનારના ગણાવા જોઈએ.
(૯) સંખ્યાબંધ એવી રમત છે કે તેને અદલબદલ કરીને રમાડી શકાય. સમય અને સ્થાનને ધ્યાનમાં રાખીને રમતાની પસંદગી કરવી જોઈએ.
(૧૦) રમતમાં બને તેટલા ઓછા નિયમે હોય તેમ સારું; પણ તેની સાથેાસાથ એટ્લે પણ ચાક્કસ કે દરેક નિયમનું સજજડ રીતે પાલન થવું જોઈએ.
(૧૧) એક ને એક રમતને વારંવાર રમવાથી જ તેના અસલીપણાનો અને ગૂઢતાનો ખ્યાલ આવે છે. માટે દરેક રમત બાળકને વારંવાર રમાડવી.
(૧૨) રમતમાંથી લાલચને તથા હરીફાઈના તત્ત્વને સદંતર નાબૂદ કરી દેવાનું છે. સાથેાસાથ હારજીતના પ્રશ્નને પણ સાવ હળવા બનાવી દેવાના છે.
(૧૩) રમત રમતાં રમતના મેદાન પર બાળક કેવી રીતે વર્તે છે, તેની વ્યકિતગત નોંધ રાખવી. આ નોંધ બાળકના વિકાસ માટે જરૂરી, થઈ પડે છે.
[ } }
Page #8
--------------------------------------------------------------------------
________________
૧-૦૦
૦
૦
૦-૨૫
૦
૦ ૦
દેશપાઠો
૦-૩૦ ૦-૨૫
૦
સરતું સાહિત્ય' એટલે ઊંચામાં ઊંચું સાહિત્ય
બાળપયોગી પુસ્તકે શિશુસાથી-૧ ૦-૨૫ બાળ રમતો
••. શિશુસાથી–૨ ૦-૨૦ અરેબિયન નાઈટ્સ ૩-૦૦ શિશુસાથી-૩ ... ૦-૨૫ સાહસકથાઓ ૧-૦૦ બાળકેના આચાર
પ્રાચીન કિશોરકથાઓ ૧-૨૫ બાળકોની રીતભાત ૦–૨૫ મહાભારતની નીતિકથાઓ ૧૫૦ બાળકોને આનંદ . ૧૫
ભીમનાં પરાક્રમે ... ૧-૫૦ સબોધવાટિકા ...
૦-૨૫
ગદાધારી ભીમ ... ૨-૫૦
રમૂજી લોકવાર્તા . ધાણચણા
-૦૦
વિનોદી ટુચકા ... ૧-૫૦ પ્રૌઢ વાચનપેથી ... ૦-૨૫ જગતમાં જાણવા જેવું (છપાશે) પ્રૌઢ વાચનપૂર્તિ ..
૦-૨૫
બાળકની નીતિશિક્ષા ૦-૫૦ વીર બાળકે
નીતિશિક્ષણ ... ૧–૫૦ શ્રી રામકૃષ્ણ પરમહંસ
પરાક્રમી દશ કુમાર... ૨-૫૦ સ્વામી રામતીર્થ ...
ધર્મની બાળપોથી .. –૪૦
નાની નાની વાત... (છપાશે) બાળકોના ગુણ ...
બાળકોની વાતો ... –૪૦ બાળકોના વિવેકાનંદ
દયાળુ બાળકો . ૦-૫૦ બાળકની બોલચાલ
આદર્શ બાળકે ૦-૫૦ બાળકનું આચરણ ૦-૩૦
| વાંચે, વિચારો અને બા, વાર્તા કહોને! ૦-૩૫ | અનુસરો ... ૧-૨૫ બાપા, વાર્તા કહોને! ૧-૦૦ | સગુણું બાળકે ... ૧-૦૦
વધુ વિગત માટે વિસ્તૃત સૂચિપત્ર મંગાવોઃ સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય–અમદાવાદ
૦
૦-૫૦ ૦-૪૦
૦
૦-૨૫
૦
૦-૩૫
૦-૩૫
૦-૩૫
[ ૭ ]
Page #9
--------------------------------------------------------------------------
________________
અનુક્રમ
: : : : : : : :
ખંડ ૧ લો
૧૮ છૂટદડી ૧ આરપાર દોડ - ૧૩
૧૯ ઝેરને કૂવો.
૨૦ ટચાકાઉપાડ ૨ આંધળાને અખાડો ૧૪ ૩ ઇત્તે ઈત્તે પાણી -
૨૧ ટાપલી ખે
૨૨ ટોપી ઉતાર ૪ કપેકાજી .
૨૩ ડોલ દડો પ કરડકણો કૂતરો .
૨૪ ત્રણ પગી દોડ ૬ કેદી પકડો
૨૫ દડાકૂદન ૭ કાબર–કાગડા
૨૬ દડો ઉપર પસાર ૮ કેદી કેદી
૨૭ નાળિયેરફોડ ૯ કેળાંતોડ
૨૮ નારબેકડી ૧૦ કોથળીફોડ ...
૨૯ પાંચીકા ... ૧૧ કોથળાદોડ
. ૨૨
૩૦ પતંગ ૧૨ ગાળિયાદોડ
૩૧ કુક્કા ફલાવ અને તોડ ૧૩ ઘેર જાઓ . ૨૪
૩૨ માટલીફોડ ૧૪ ચણક ચીભડી
૩૩ બીજુબીનું ૧૫ ચિઠ્ઠીરમત (ક્રિયાચિઠ્ઠી) ૩૪ બે કોડી ૧૬ ચાઈના સાતતાળી ... ૨૭ ૩૫ બેઠી હોડી ૧૭ રને પકડો ૨૭ : ૩૬ બે ત્રણ પાંચ
[૮]
: : :
: : :
Page #10
--------------------------------------------------------------------------
________________
૪૬
૪૦
: : : : : : :
૩૭ બાંધછોડ
૩ અંકવર્તુળ ..... ... ૩૮ ભાઈ ભાઈ કયાં છો?
૪ આંબલી પીપળી ૩૯ માથે કળશદોડ
૫ આંધળાનું ગાડું ૪૦ માછલી માછલી .
૬ ઓશીકાયુદ્ધ. ૪૧ મીનીટેકામણી
૭ અંતકડી ૪૨ મૂળામૂળા
૮ ઊભી છે. ૪૩ મિત્ર-દુમન
૯ કૂકડાની લડાઈ ૪૪ મધ્ય દોડ
૧૦ કાંઠલા પસાર (શટલ-રીલે) ૭૫ ૪૫ રમૂજી કૂચ
૧૧ કિરીકિત્તી ૪૬ રૂમાલ ઉપાડ
૧૨ ખારોપાટ ૪૭ લે લાડવો
• પર ૧૩ ખુતામણી દાવ ૪૮ વિચિત્ર ટટ્ટ,
૫૩ ૧૪ ખડે હો! ૪૯ સાપની કાંચળી
૧૫ ગરદન જોર ૫૦ લંગડી
૫૪ ૧૬ ગુણદોષ–શોધ ૫૧ સંગીત મેજ
૧૭ ગેડીદડા પર સાપસીડી • ૫૬ ૧૮ જોરાજોરી ૫૩ સુદ્ધાબુદ્ધા ..
૧૯ ઝંડાઝપટ ૫૪ સોનાનો પોપટ ...
૨૦ ઝંઝીર, પપ શિવાજી કહે છે . ૫૯
૨૧ ટોપી–પસાર ૫૬ હોળીનું નાળિયેર
૨૨ ટોપલીદડો ૫૭ હાથીની સૂંઢ .. ૬૧
૨૩ ઠોકર ૫૮ હારીઓ ...
૨૪ તોફાની ઘેડો . ૫૯ હીર
૨૫ દડો પડાવ ૨૬ દડાઝીલ (કૅચ કૅચ)
૨૭ દડામાર ૧ અક્ષર–રમત . ૬૭ ૨૮ નંબરબદલ ૨ અઠિયો . . ૬૮ | ૨૯ નિશાન દો . ૯૧
જ 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 : ૭ : ૨ ૨ ૧ S S $ $
- ૫૫
? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ?
૫૭
: ? ?
[૯]
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૧૦
૩૦ નાયકશોધ ૩૧ નવ કૂકરી ૩૨ નાળિયેરની રમતો ૩૩ પોપટ ઊડે
૯૫ ૩૪ પગેરુ.
- ૫ ૩૫ બંડલ દોડ ૩૬ બટાટા ઉપાડ ૩૭ બોમ્બ
- ૧૦૦ ૩૮ બેઠી લંગડી
- - ૧૦૦ ૩૯ બૅટ–દડો
- ૧૦૧ ૪૦ બે કૂંડાળી ૪૧ બસ (અગડમ બગડમ ) ૪૨ ભીંતડો ૪૩ ભગડતૂઈ - ૧૦૩ ૪૪ ભાઈઓ
- ૧૦૪ ૪૫ મોઈ દાંડિયા ૪૬ મીણભૂંડું
: : : : : : : : : :
૧૧૩
૪૭ મૂંગી લડાઈ - ૧૦૬ ૪૮ મનપરખ - ૧૦૭ ૪૯ મડા પસાર • ૧૦૮ ૫૦ મૂંઢો • • ૧૦૮ ૫૧ માટલીદાવ પર યાદશકિત
૧૧૧ ૫૩ લંગડી ધક્કાબક્કી ૧૧૨ ૫૪ લાઠીકૂદન ૫૫ લાઠી સેરવિયો દાવ... ૧૧૩ ૫૬ વિઘદોડે
• ૧૧૪ ૫૭ સંબૂર
• ૧૧૫ ૫૮ સંદેશો મોકલો ૫૯ સોળ કૂકરી • ૧૧૬ ૬૦ સતોડિયું - ૧૧૮ ૬૧ શેરડીની રમતો ૬૨ હોડી
. ૧૨૦
૧૧
- ૧૦૩
: : : : :
... ૧૧૯
[૧૦]
Page #12
--------------------------------------------------------------------------
________________
દેશી રમતો
|| તેરથી પંદર વર્ષના કુમારે માટે]
Page #13
--------------------------------------------------------------------------
Page #14
--------------------------------------------------------------------------
________________
૧ : આરપાર દાડ
સંખ્યા: વીસથી પચીસ. તૈયારી : સાતતાળીની રમતના આ એક પ્રકાર છે. એક જણ દાવ દેનાર બને અને બીજા સૌ દાવ લેવા મેદાનમાં છૂટા છૂટા ઊભા રહે. મેદાનની હદ નક્કી કરી લેવી.
રમત: સીટી વાગે અથવા નક્કી કરેલા સ્થળે સાતતાળી મારીને દાવ દેનાર અડવા જાય. દાવ દેનાર કોઈ એકને અડવા જાય તે વખતે કોઈ ત્રીજો બાળક એ બેની વચ્ચેથી પસાર થાય. આ વખતે દાવ દેનારે જે આરપાર પસાર થયો હોય તેને પકડવા જવું. એ રીતે જ્યારે જ્યારે પ્રસંગ આવે ત્યારે વચ્ચેથી પસાર થવું. જે પકડાઈ જાય તેને માથે દાવ આવે. નોંધ: રમતનું મેદાન મોટું પસંદ કરવું.
વિશેષ: આરપાર થનારે ચાલાકીથી આરપાર થવું. બનતાં સુધી પકડાવું નહિ.
[ ૧૭ ]
Page #15
--------------------------------------------------------------------------
________________
૨: આંધળાને અખાડા
સંખ્યા: દસથી પંદર. સાધન: જેટલા રમનારા એટલા આંખે બાંધવાના પાટા.
તૈયારી: લંગડીનું વર્તુળ દોરવું. સંખ્યા વધારે હોય તે મોટું વર્તુળ દરવું. એક જણ સિવાય દરેકને વર્તુળમાં ઊભો રાખી આંખે પાટા બાંધી દેવા. અને રમાડનારે પણ વળમાં સીટી લઈને ઊભા રહેવું. ”
રમત: રમાડનારે (શિક્ષક) સીટી મારવી. સીટી મારીને વર્તુળમાં જ્યાં કોઈ આંધળા ના હોય ત્યાં ઊભા રહેવું. સીટીમા અવાજે દરેક આંધળ, એ રમાડનારને અડવા દોડાદોડ કરવી. આથી આંધળા એકબીજા સાથે અથડાશે અને પકડાપકડી કરશે. એટલે રમાડનાર કહેશે: ના, ના, ના. વળી પાછી સીટી મારશે. ને આંધળાએ તેને પકડવા જવું. જ્યારે કોઈ આંધળે, રમાડનારને પકડી પાડશે ત્યારે તે કહેશે: હા, હા, હા. એ પછી બધા આંધળા આંખેથી પાટા છોડી નાખશે. થોડીવાર પછી એમણે રમાડનારને પકડી પાડ્યો હશે તે દાવ દેનાર થશે ને બીજા પાછા પાટા બાંધીને રમવા માટે તૈયાર થશે.
નોંધ: આંધળા અંદર અંદર એકબીજાને પકડશે તેથી જોનારને આનંદ પડશે. રમનારે આંખેથી પાટાને બેસવવો નહિ. પાટા બરોબર બાંધવા, જેથી દેખી શકાય નહિ.
[૧૪]
Page #16
--------------------------------------------------------------------------
________________
૩: ઈત્તે ઈત્તે પાણી
સંખ્યા: દસથી પંદર.
તૈયારી: રમનારાઓએ એકબીજાના હાથ પકડી ગળાકારે ઊભા રહેવું. એક જણ દાવ દેનાર બને અને વચ્ચે ઊભો રહે..
T
34 )
ર
મ
છે
ફ
.
2
• રમત: વચ્ચે ઊભેલાઓએ પોતાના પગનાં કાંડાંને બંને હાથે અડીને બોલવું: રમનાર:
ઇને ઇત્તે પાણી.
ધૂળ ધૂળ ધાણી. દાવ દેનાર : (કમ્મરે હાથ રાખી) ઇત્તે ઇત્તે પાણી. રમનાર:
- ધૂળ ધૂળ ધાણી. આ મુજબ, છાતી, ગળું અને માથે હાથ મૂકી બોલવું, પછી દાવ દેનાર દરેકના હાથના આંકડે જઈને પોતાના એક હાથને છરા જેવી નકલ કરીને અડે અને બોલે:
[ ૧૫ ]
Page #17
--------------------------------------------------------------------------
________________
રમનાર : આ દરવાજો ખેલંગા.
છરો લેકે મારુંગા. આ પછી કોઈ પણ એકના આંકડા છોડાવીને દાવ દેનાર ભાગે એટલે બધા હાથના આંકડા છોડીને તેને પકડવા જાય. જે પ્રથમ પકડી પાડે તેને દાવ દેનાર નીમવ અને પ્રથમની માફક ફરીથી રમત શરૂ કરવી.
૪ : કપે કાજી સંખ્યા: ચારથી પાંચ. સાધન: રમનાર દીઠ એક એક લોટો. તૈયારી: અગલ (ખાડો) કરવી, થોડે દૂરથી હીંચવાની નિશાની કરવી.
રમત: હીંચવાની નિશાનીથી દરેક હાથને અંગુઠો રાખી આંગળી વડે લખેટાને અગલ તરફ ફેંકો. એ પછી જે સૌથી (અગલથી) પાસે પડયો હોય તે પંત, પછી દોત એમ વારા નક્કી થઈ જશે. પહેલા નંબરે પોતાને લાટ અગલમાં નાખી કપે કાજી કરવી. પછી બીજાના લોટાને ઈંટીને દૂજે ભાજી કરવી. એ પ્રમાણે નીચે ૧૦ સુધી કરી છેલ્લે અગલમાં લખેટાને નાખી દાવ પૂરો કરવો. (૧) કપે. કાજી
() છકે ડાલું (૨) દૂજે ભાજી
(૭) સતાક પૂતળી (૩) તીને ટેટ
(૮) અઠે હાંડી (૪) ચોલે મોલે . (૯) નવે ઢબ (૫) પંચે ભાલું (૧૦) દસે પડો
દસે પૂરા કરીને પછી અગલમાં જઈને અગલને કાંઠે લટાને મૂકવો અને એ વખતે “ઈધર બિછાયા' કહેવું. એ પછી એક વાર કોઈના પણ લખેટાને ઈંટી જાય એટલે તે પાકી ગયો ગણાય. પાકી ગયેલે “છોટાબાબુ બોલવું. આ મુજબ રમનારે સૌએ પાકવું. જે છેલ્લે રહે તેને માથે દાવ આવે. દાવ દેનારે નિશાનીથી પોતાના લખેટાને આંગળીની ઠોકર વતી [ ૧૬ ]
સ, સા.
Page #18
--------------------------------------------------------------------------
________________
અગલ તરફ નાખવો. જો અગલમાં જાય તો દાવ લેનારને દાવ જાય. અગલમાં જાય નહિ તો દાવ લેનારે દાવ લે. દાવ લેવો એટલે પ્રથમ તેણે અગલે અંગુઠો રાખી સામેવાળાના લખાટાને આંટો અથવા વેંત થાય એટલે અંતરે નાખવો ને પછી દાવ દેનારાના લખોટાને પોતાના લખેટાથી આંગળીના જોરે દૂર દૂર લઈ જવો. આંટતાં કે વેંત થતાં ભૂલે એટલે દાવ દેનાર પાછો અગલ તરફ પોતાનો લખોટો નાખે. જો દાવ દેનાર પ્રથમ જ ભૂલે તો તેને દાવ જાય. આ પ્રમાણે સૌએ દાવ લેવો, એટલે રમત પૂરી થાય.
નોંધ: દાવ લેનારે પહેલાં “છોટાબાબુ’ બોલી જવું, નહિ તે દાવ દેનાર પોતાના લોટાને હાથથી અગલમાં નાખી દે એટલે દાવ જાય.
૫ : કરડકણ તરે સંખ્યા: દસથી બાર. સાધન: એક ટુવાલને વળ ચડાવી કોરડો કરો.
તૈયારી: લંગડીના વર્તુળ ઉપર અંદર મોં રાખી એક જણ સિવાય સૌને ઊભા રાખવા. દાવ દેનાર બહાર સૌની પાછળ કોરડો લઈને ઊભો રહે.
[ ૧૭ ]
Page #19
--------------------------------------------------------------------------
________________
રમત: સંજ્ઞા મળતાં દાવ દેનાર સૌની પાછળ ગોળાકારે દોડે. લાગ જોઈને કોઈ એકના ખભે કોરડો મૂકીને જે દિશામાં દોડતો હોય તે દિશામાં જ ભાગે. જેને ખભે કોરડો મૂકે તે કોરડો હાથમાં લઈ પેલાને મારવા દોડે. દાવ દેનાર, તે બાળકની ખાલી જગ્યાએ આવી જાય. ન આવે ત્યાં સુધી કેરડો મારી શકાય. પછી બીજા બાળકને વારો આવે. આ મુજબ થાકે ત્યાં સુધી રમત રમવી.
નોંધ: દરેક બાળકને ખભે ટુવાલ મૂકવાનું ધ્યાન રાખવું. કોરડા ધીમે ધીમે મારવા.
૬: કેદી પકડે સંખ્યા: દસથી વીસ.
તૈયારી: એક બાળક સિવાય બીજા સૌને વર્તુળાકારે ઊભા રાખી એકબીજાના હાથના આંકડા ભિડાવી રાખવા. એક બાળકને વચ્ચે ઊભો રાખ. તે કેદી’ ગણાશે અને ગોળ ઊભેલ બાળકો જેલ’ ગણાશે.
રમત: સંશા મળે એટલે કેદીએ કોઈ પણ જગ્યાએથી હાથના આંકડા છોડાવી નાસી જવાનો પ્રયત્ન કરવો. રમનારે હાથના આંકડા છોડવા નહિ. પણ કેદી મહેનત કરી જેલ તોડશે એટલે નાસી જશે. તે વખતે સૌએ કેદીને ઝાલવા દોડવું. જે બાળક પ્રથમ કેદીને ઝાલી જશે તે કદી બનશે અને ફરીથી રમત શરૂ થશે.
નોંધ: જેલ તોડવામાં જોરજોરી થાય છે, તેથી બાળકોને હિંમત અને જુસ્સો આવે છે.
૭: કાબર-કાગડા સંખ્યા: સમ સંખ્યાની બે ટુકડીઓ.
તૈયારી: આ રમતમાં ચાર ચાર કે તેથી વધુ સરખી સંખ્યાની બે ટુકડીઓ પાડવી. રમાડનાર એક અલગ રહે.
[૧૮]
Page #20
--------------------------------------------------------------------------
________________
ચિત્રમાં બતાવ્યા મુજબ મેદાન ઉપર બંને ટુકડીને સામસામી ઊભી રાખવી. કોઈ પણ એક ટુકડીનું નામ ‘કાબર’ અને બીજીનું નામ ‘કાગડો’ પાડવું.
રમત: રમત શરૂ કરવા રમાડનારે કા...બર (‘કા’......લંબાવવું ને ‘બર ’ સાથે બોલવું) અથવા ‘કા......ગડા ’ બાલવું. જે ટુકડીનું નામ બાલાય
તેમણે પોતાની તેમણે
હદરેખા તરફ દોડી જવું, જે ટુકડીનું નામ ન બાલાય સામેવાળાને અડવા માટે જવું. ભાગનાર પોતાની હદ વટાવી જાય પછી સામેવાળા અડકી શકે નહિ પણ જેઓ હદરેખા પસાર કર્યા પહેલાં અડાઈ જાય તો તે (જેટલા અડાઈ જાય તેટલા) બધા રમતમાંથી
બાદ થાય.
‘એ પછી પ્રથમની માફક પોતપોતાની જગ્યાએ આવીને ઊભા રહી જવું. રમાડનાર વળી ‘કાબર’ કે ‘કાગડો’ કોઈ એક નામ બોલે; એટલે વળી ભાગવાનું અને અડવાનું થાય. આ રીતે કોઈ પણ એક ટુકડીના બધા બાળકો બાદ થઈ જાય ત્યાં સુધી રમત ચાલુ રહે. ફરીવાર રમવું
[ ૧૯ ]
Page #21
--------------------------------------------------------------------------
________________
હોય તો મેદાન અને નામ બદલી નાખવાં. આ રમત વારંવાર રમવાથી બહુ મજા પડે છે.
રમાડનારે ધ્યાન રાખવું કે આખી રમત દરમિયાન બંને ટુકડીનાં નામ બોલાયા કરે. કોઈ એક જ ટુકડીનું નામ બોલ્યા કરવું નહિ. કોઈક વાર વચ્ચે ગમ્મતને ખાતર રમાડનારે કા...બર કે કાગડા બલવાને બદલે કાતર કે કાપડ બોલવું. આ વખતે રમનારની જે સ્થિતિ થાય છે તેનાથી સૌને હસવું આવ્યા વગર રહેતું નથી. આવે વખતે સાચી રમત રમાઈ ગણાશે નહિ, કોઈ બાદ વગેરે થશે નહિ.
નોંધ: આ રમતને કાબર–કાગડાને બદલે ‘રામ’ અને ‘રાવણ’ ‘રામ-રાવણ’ બોલીને પણ રમાડી શકાય છે. લાંબા પહેલા ઓરડામાં આ રમત રમવી હોય તે સામસામી ભીતની હદરેખા રાખી શકાય. ભીંતને અડે તે હદરેખાએ પહોંચી ગયેલ ગણાય.
૮: કેદી કેદી
(ગુલામદાવ) સંખ્યા: સમ સંખ્યાની બે ટુકડીઓ.
તૈયારી: ચાળીસથી પચાસ કદમને અંતરે બે આડી રેખાઓ દોરવી અને તેની ઉપર સામસામે મોં રાખીને બંને ટુકડીને કતારમાં ઊભી રાખવી. કોઈ પણ એક ટુકડીમાંથી એક જણને સામેની ટુકડી પાસે મોકલ. બીજી ટુકડીએ તાળી માટે દરેકે એક એક હાથ આગળ ધરી રાખો.
રમત: દાવ દેનાર કોઈ પણ એક જણને તાળી આપીને પોતાની ટુકડી તરફ દોડીને આવે ને તે વખતે જેને તાળી મળી હેય તેણે તેની પાછળ દોડીને ઝાલવા મહેનત કરવી. સામેવાળાની હદમાં જ ઝાલી શકાય. તાળી આપનાર પિતાની રેખા ઓળંગી જાય તે પછી પકડી ના શકાય. જો તાળી દેનાર પકડાઈ જાય તો તે તાળી ઝીલનારને ગુલામ બની જાય અને જો ના પકડાય તે તાળી ઝીલનાર પોતે ગુલામ બની જાય.
[ ૨૦ ]
Page #22
--------------------------------------------------------------------------
________________
ગુલામ બનવું એટલે જીતનારની પાછળ ઊભા રહેવું. એ પછી સામેની ટુકડીમાંથી દાવ લેવા જવું. આ પ્રમાણે વારાફરતી દાવ લેવા જવું. જે ટુકડી આખી ગુલામ થઈ જાય એની હાર થાય.
નોંધ: જેની પાછળ ગુલામ હોય તેને જો હરાવી દેવામાં આવે તે ગુલામ મુકત થઈ જાય અને પોતાની ટુકડીમાં રમવા માટે ઊભે રહી જાય.
૯: કેળાંડ
સંખ્યા: આઠથી દસ. સાધન: રમનાર દીઠ એક એક પાકું કેળું, બે વળી અને લાંબી દોરી.
તૈયારી: કેળાંને ડીટિયા સાથે જુદી જુદી દેરી સાથે બાંધી તોરણ જેવું કરી બે વળી સાથે બાળકના મોંમાં આવે તેટલે ઊંચે બાંધવાં. રમનાર બાળકોના હાથ કમ્મર પાછળ રાખી બાંધી રાખવા.
E
છે
શ
રમત: સંજ્ઞા મળે એટલે દરેક જણે મોં વડે કેળું લેવા પ્રયત્ન કરવો. બે વળીને છેડે બે જણે ઊભા રહી કેળાંના તેરણને ઊંચ—નીચે
[ ૨૧ )
Page #23
--------------------------------------------------------------------------
________________
હલાવવું. બાળકોએ કૂદી કૂદીને કેળાને મોમાં લઈ લેવા પ્રયત્ન કરવો. આ રીતે જે પ્રથમ કેળું મોંમાં લઈ લે તેની જીત થઈ ગણાય.
નોંધ: કેળાંને બદલે નાનાં ગોળ જમરૂખ, ટમેટાં વગેરે પણ રાખી શકાય. આ રમત રમૂજ ઉત્પન્ન કરે છે.
૧૦ : કોથળફેડ સંખ્યા: બે જણ અથવા સરખી સંખ્યાની બે ટુકડી.
સાધન: દરેક જણ પાસે સરખા કાગળની એક એક કોથળી, ચીકણા કાગળની કોથળી હોય તો વધુ સારું.
તૈયારી: નક્કી કરેલ વર્તુળમાં બંને જણને ઊભા રાખવા. પિતાની કોથળીમાં મેંથી હવા ભરીને ફ લાવીને એક હાથમાં પકડી રાખવી.
રમત: સંજ્ઞા મળે એટલે બંનેએ પિતાની કોથળી સામેવાળાના ’ વાંસામાં કે માથામાં મારીને ફોડી નાખવી. એ રીતે જે પહેલાં કોથળી ફેડી નાખે તેની જીત થઈ ગણાય.
નોંધ: ટેપી ઉતારની રમતને એક પ્રકાર છે. ટુકડીમાં આ રમત રમાડવી હોય તે બંને ટુકડીને સામસામે ઊભી રાખીને ઉપર મુજબ જ કોથળીઓ ફોડવાની છે. નક્કી કરેલ સમયમાં જેની વધુ કોથળીઓ ફૂટે, તેની જીત થઈ ગણાય.
૧૧ : કોથળાદોડ સંખ્યા: બેથી આઠ સાધન: જેટલા બાળક તેટલા અનાજના ખાલી કોથળા.
તૈયારી: એક સીધી લીટી પર હારબંધ સૌને કોથળામાં પગ નાખીને ઊભા રાખવા. કથળાના મોઢાને બે હાથ વતી પકડી રાખવું. સામે વીસથી ત્રીસ પગલાં દૂર હદરેખા દોરવી અથવા તે સામે ઊભેલા બાળકને ફરીને અહીં સુધી પાછા આવવાનું પણ રાખી શકાય. દરેક બાળક
[ ર
]
Page #24
--------------------------------------------------------------------------
________________
ની વચ્ચે ત્રણથી ચાર ફૂટનું અંતર રાખવું.
રમત: સંજ્ઞા થતાં દરેકે કૂદતા કૂદતા હદરેખાને ઓળંગી જવી, અથવા. પાછા આવવાનું હોય તે પાછા આવવું. વચ્ચે પડી જવાય તે ઊભા થઈને પાછા દોડી શકાય. કોણ કોણ ઠેઠ સુધી દોડી શક્યા તે જોવું. પ્રથમ કોણ આવે છે તે પણ જોવું.
નોંધ: દોડતાં દોડતાં એકબીજા સાથે અફળાવું નહિ. એક પગ ઊંચે લઈને ઠેકવું નહિ.
વિશેષ: આ રમત ખૂબ જ ગમ્મત ઉપજાવનારી છે. આ રીતે કથળા પહેરાવીને સામસામી ટુકડીઓની લડાઈ પણ કરાવી શકાય. બંને ટુકડી અલગ અલગ દેખાય તે માટે અમુક નિશાની રાખવી. આ રીતે કેળા પહેરીને લડાઈ કરવામાં ખભેખભા અથડાવીને સામેવાળાને પાડી નાખવાનો છે. પડી જનાર રમતમાંથી બાદ થાય. એક ટુકડીના બધા બાદ થાય ત્યાં સુધી અથવા અમુક નક્કી કરેલ સમય સુધી રમત ચાલુ રહે. આ રમતનું નામ કોથળાયુદ્ધ’ રાખી શકાય.
- ૧૨ : ગાળિયાદોડ
સંખ્યા: ૬-૬ કે ૮–૮ ની બે ટુકડી.
સાધન: જેટલી ટુકડી એટલા છ ફૂટ લાંબી આંગળી જેવી સૂતરની દોરીના ગાળિયા.
તૈયારી: દરેક ટકડીને ચાર ચાર ફટને અંતરે હારમાં ઊભી રાખવી. દરેક ટુકડીને નાયક આગળ અને બીજા તેની પાછળ પાછળ ઊભા રહે. બે જણની વચ્ચે એક હાથ જેટલું અંતર રાખવું. દરેક ટુકડીના નાયકને ગાળિયો આપ. નાયકે બે હાથથી ગાળિયાને પકડી રાખો. રમાડનાર શિક્ષક પંદરથી વીસ કદમ દૂર ઊભે રહે.
રમત: સીટી વાગે એટલે દરેક પહેલા બાળકે ગાળિયાને પ્રથમ માથા તરફથી નાખીને પગેથી બહાર કાઢવો. પછી તેણે પાછળના બાળક
[ ર૩]
Page #25
--------------------------------------------------------------------------
________________
ને ગાળિયો આપવો અને પાછળને બાળક પણ ગાળિયાને પોતાના શરીરમાંથી પસાર કરે. આ જ પ્રમાણે છે. છેલ્લા બાળકે ગાળિયો પસાર કરીને પાછો પોતાથી આગળના બાળકને આપવો. એમ પહેલા બાળક સુધી ગાળિયો આવે. પહેલાએ ફરી વખત પોતાના શરીરમાંથી પસાર કરીને સામે ઊભેલ શિક્ષકને દોડીને ગાળિયો આપી જ. કઈ ટુકડી પહેલી આપી જાય તે જોવું.
૧૩: ઘેર જાઓ સંખ્યા : દસથી વીસ.
તૈયારી: એક જણ સિવાય રમનારે ગોળ વર્તુળમાં સરખા અંતરે ઊભા રહેવું. વળી દરેકે જ્યાં ઊભા હોય ત્યાં એક એક નાનું વર્તુળ દેરવું ને તેમાં બંને પગ રાખીને ઊભા રહેવું. દાવ દેનાર અંદર ઊભું રહે.
રમત: દાવ દેનાર કોઈ એકની પાસે જાય અને કહે: “તમે આવે.” જેને કહે તેણે તેની પાછળ તેના બે ખભા પર હાથ રાખી જોડાઈ જવું. એ રીતે રમનારમાંથી પાંચ છ જણને બોલાવી પોતાની સાથે આગગાડીની માફક જોડે. દાવ દેનારે વર્તુળમાં જ આડાઅવળા બે ત્રણ આંટા મારી જોશથી કહેવું: ‘ઘેર જાઓ.’ આથી દરેક જણે છૂટા પડીને કોઈ પણ એક વર્તુળમાં દોડીને જવું. વર્તુળમાં ઊભેલાઓએ પણ ખાલી જગ્યાએ દોડી દોડીને ઊભા રહેવું. આમ છેલ્લે જે એક જણ બાકી રહી જશે, તેને માથે દાવ આવશે ને તેણે બીજી વાર પ્રથમની જેમ રમત શરૂ કરવી. આ વખતે જેનો વારો ના આવ્યો હોય તેને બોલાવવો. આ પ્રમાણે રમત રમ્યા કરવી.
૧૪ : ચણકચીભડી સંખ્યા: છે કે તેથી વધુ.
તૈયારી: એક મજબૂત અને મોટી છોકરી પટેલ થાય. તે બે પગ પહોળા કરીને ઊભી રહે. બાકીની રમનાર છોકરીઓમાંથી એક છોકરી બાવો
[ ૨૪]
Page #26
--------------------------------------------------------------------------
________________
થાય. પછી જેટલી રમનાર છોકરીઓ હોય તેની બે ટુકડી પડી જઈ પટેલના પગ હાથથી પકડીને બેસી જાય. આ રીતે પટેલના પગે વળગી પડેલ છોકરીઓ ચીભડાં કહેવાય.
રમત: દાવ લેનાર છોકરી (બાવો) પટેલ અને ચીભડાની ફરતી ફરે અને નીચે મુજબ ફરતી બોલતી જાય:
કડક
:
છે
૦
ન
૦.
૦
૦
જull
ચણક ચીભડી,
બામણ બીબડી, બામણને ઘેર લોટ વિયાણા;
રાજા રાણી,
દાતણ પાણી, કરીને, ચીભડાની ચીર માગતા..... ઉપર પ્રમાણે બોલવાનું પૂરું થાય એટલે પટેલની સામે ઊભી રહી ચીભડાં માગે. પટેલ કહે: ‘હજી તે આ વાવ્યાં છે.” બાવો વળી પાછો ગોળ ગોળ ફરે ને ઉપર મુજબ બોલે. બોલવાનું પૂરું થાય એટલે કહે: પટેલ, ચીભડાં આપે.” પટેલ કહે: “હજી તે કાંટા ફટયા છે. આ પ્રમાણે
[ પ ]
Page #27
--------------------------------------------------------------------------
________________
વેલા થાય છે, ફલ બેઠાં છે, નાનાં ચીભડાં છે, મેટાં થયાં છે, કાચાં છે’ ત્યાં સુધી રમત ચાલુ રહે.
પછી બાવો ચીભડાંના માથામાં આંગળીથી ટકોરા મારીને કહે: હવે તે ચીભડાં પાકી ગયાં છે.” પટેલ કહે: ‘તાકાત હોય તે ચીભડાં તેડી લો.”બાવે તો એક એક છોકરીને પકડી પકડીને ખેચે છે ને પટેલના પગથી વછોડાવે છે. વછોડાયેલી છોકરીને અગાઉથી કરેલી ધૂળની ઢગલી સામે બેસાડે છે. વારાફરતી એક એક પગથી વછોડાવે છે.
આ રીતે બધાં ચીભડાંને તોડી લે છે અને ધૂળની ઢગલી સામે બેસાડે છે. પછી પટેલ કહે: “ધૂળની ઢગલી વખળો.” સૌ છોકરીઓ પોતાની ઢગલી વખોળે છે. કોઈ એક ઢગલીમાં ઠીકરાનો ટુકડો પહેલેથી સંતાડેલો હોય છે. જે છોકરીની ઢગલીમાંથી ઠીકરું નીકળે છે તેને માથે અડવાનો દાવ આવે. સૌ ભાગે. પટેલ અને બાવો ઊભા ઊભા જોયા કરે. દાવ દેનાર જેને પકડી પાડે તે બીજી વાર રમે ત્યારે બાવો થાય અને અડવા જનાર પટેલ થાય. પહેલાંને પટેલ અને બાવા ચીભડાં બની જાય. એ રીતે વળી ફરી વાર રમત શરૂ થાય.
નોંધ: ચણક ચીભડી રમત આપણી જૂની રમત છે. આ રમત ગામડામાં રમાય છે. આ રમત ફકત છોકરીઓ માટેની છે. પરંતુ છોકરાઓ રમવા ધારે તે રમી શકે તેવી રમત છે.
૧૫: ચિઠ્ઠીરમત (ક્રિયાચિઠ્ઠી) સંખ્યા: દસથી વીસ. સાધન: શિક્ષક તૈયાર કરેલી ચિઠ્ઠીઓ.
તૈયારી: રમાડતાં પહેલાં શિક્ષકે નીચે પ્રમાણે પચીસ-ત્રીસ જેટલી ચિઠ્ઠીઓ તૈયાર કરવી: કૂદો, હસે, રડો, લથડિયાં મારો, સિપાઈ જેમ ચાલો, ચાર પગે ચાલો, લંગડી ઠેકો વગેરે લખીને ચિઠ્ઠીઓને ગડીઓ વાળીને એક ટોપલીમાં મૂકવી.
[ ૨૬ ]
Page #28
--------------------------------------------------------------------------
________________
રમત: એક એક
બાળકના રમવાનો વારો આવે. વારા પ્રમાણે ચિઠ્ઠી લેવી, વાંચવી અને તે મુજબ ક્રિયા કરવી. પછી એ ચિઠ્ઠી શિક્ષકને પાછી આપી દેવી. આ પ્રમાણે સૌનો વારો આવે ત્યાં સુધી રમત રમવી. પ્રકાર : મોટી ઉંમરનાને રમવું હોય તો ચિઠ્ઠીઓ જરા અઘરી કરવી—જેમ કે, ભિખારી જેમ ભીખ માગો, છાપાં વેચા, ધૂણા, ફૂટો, શિક્ષકની નકલ કરો વગેરે.
૧૬ : ચાઇના સાતતાળી
સંખ્યા: પંદરથી વીસ. તૈયારી : સાતતાળીની
અને બાકીના મેદાન પર ઊભા
માફક એક જણને દાવ દેવા નક્કી કરવા
રહે.
રમત: સાતતાળીની રમતનો આ એક પ્રકાર છે. પરંતુ જયારે દાવ દેનાર બીજાને પકડવા આવે ત્યારે તે પકડાઈ જવાના થાય ત્યારે તેણે કોઈ પણ એક પગ ઊંચકી તેમાં કોઈ પણ એક હાથ નાખી એ જ હાથ વડે કોઈ પણ એક કાનને પકડી લેવો. આમ કરેલને દાવ દેનાર ઝાલી શકે નહિ. પછી તે બીજાને ઝાલવા જાય. જેને જેને અડવા આવે તેણે આમ કરવું. આમ કર્યા વિના જો પકડાઈ જાય તો તેને માથે દાવ આવે. નોંધ: પકડાઈ જતાં આમ વિચિત્ર રીતે ઊભા રહેતાં બાળકોને જોઈને રમનારને આનંદ થાય છે.
૧૭: ચારને પકડા
સંખ્યા: વીસથી પચીસ.
સાધન: કાગળ અને પેન્સિલ.
તૈયારી : કાગળની ચિઠ્ઠીઓ બનાવવી. તેમાં એકમાં લખવું ‘ફોજદાર’, ચાર-પાંચમાં લખવું, ‘સિપાઈ’ અને બાકીનામાં લખવું ‘ચાર.’ એ રીતે લખેલી ચિઠ્ઠીઓને વાળીને મૂકી રાખવી. જેટલા રમનાર હોય એટલી
[ ૨૭ ]
Page #29
--------------------------------------------------------------------------
________________
ચિઠ્ઠીઓ બનાવવી. એક સીધી રેખા દોરવી અને એક ગેળ વર્તુળ દોરવું.
રમત: વારાફરતી દરેકે એક એક ચિઠ્ઠી લઈને મૂઠીમાં વાંચ્યા. વગર રાખવી. એ પછી એક રેખા ઉપર સૌને ઊભા રાખવા. સંજ્ઞા મળે એટલે સૌએ સૌની ચિઠ્ઠી વાંચવી. જેને ફોજદારની ચિઠ્ઠી આવે તેણે ગળ વર્તુળ પાસે ઊભા રહેવું. જેને ચોરની ચિઠ્ઠીઓ આવે તેણે નાસવું. જેને સિપાઈની ચિઠ્ઠી આવે તેણે ચોરને ઝાલવા જવું. સિપાઈઓએ પકડી, ઘસડી, ઊંચકી ચોરને વર્તુળમાં લાવવા. એ રીતે બધા ચોર પકડાઈ જાય ત્યાં સુધી રમત ચાલુ રહે.
વિશેષ: ભાગાભાગી અને પકડાપકડી કરવાનું બાળકોને બહુ ગમે છે. એક શેરને બેસિપાઈ પણ પકડી શકે છે. સિપાઈ પાસેથી એર બીજા ચેરને છોડાવી પણ શકે છે.
૧૮: છૂટદડી સંખ્યા: બેથી વધુ. સાધન: રબ્બરને કે કપડાંને ગૂંથેલે પોચે દડો.
તૈયારી: બાળકોની સંખ્યા પ્રમાણે હદ નક્કી કરવી. મેદાનમાં જેને જ્યાં ફાવે ત્યાં ઊભા રહે. શિક્ષકે હાથમાં દડો રાખવો.
રમત: શિક્ષકે દડાને ગમે તે એક દિશામાં અથવા અદ્ધર ઉછાળવો, એટલે રમત શરૂ થાય. જેના હાથમાં દડો આવે તેણે બીજાને ઘા કરીને માર. ઘા કરતી વખતે અને હાથમાં દડો આવ્યો હોય એ પછી જ્યાં ઊભા હોય ત્યાં જ ઊભા રહીને ઘા કરવાનો છે. રમનારે હદની બહાર. જવાનું નહિ. એક જણના હાથમાંથી દડો આંચકાઆંચકી કરવો નહિ.
નોંધ: ઘા કરવાને બદલે બીજાને દડો હાથોહાથ પણ આપી શકાય.
વિષય: આ રમતથી બાળકો દડાને ઝીલતાં, પકડતાં, ઘા કરતાં અને ઘાથી બચી જતાં શીખે છે. એ રીતે સ્વરક્ષણની તાલીમ મળે છે અને ઘા વાગ્યો હોય તો સહન કરતાં શીખે છે.
[ ૧૮ ]
Page #30
--------------------------------------------------------------------------
________________
૧૯: ઝેરનો કૂવો સંખ્યા: દસથી પંદર..
તૈયારી: જમીન પર બે કે ત્રણ ફૂટના વ્યાસનું વર્તુળ દોરવું. વર્તુળની ફરતા રમનારે એકબીજાના આંકડા ભીડીને ઊભા રહેવું.
:
કિ
.
R
S
P
..
ક
રમત: સંજ્ઞા મળતાં સૌએ ખેંચાખેંચી કરીને કોઈ એકને અંદરના વર્તુળમાં ધકેલવાનો પ્રયત્ન કરવો. એ રીતે જે કોઈને પગ કે શરીરને કોઈ પગ ભાગ અંદરના વર્તુળ(ગેરી કૂવા)માં જાય તો તે રમતમાંથી બાદ થાય. એ બાદ થયેલને છોડીને બાકીનાએ વળી પાછા આંકડા ભીડી પ્રથમની માફક સંજ્ઞા મળતાં રમત શરૂ કરવી. આ રીતે છેલ્લે બે જણ રહે ત્યાં સુધી રમત ચાલુ રાખવી. ને છેલ્લે જે રહે તેની જીત થઈ ગણાય.
નોંધ: વચ્ચેના વર્તુળને ઝેરી કૂવો ગણવાને. વર્તુળની રખાને જરા પણ સ્પર્શ થાય તેપણ સ્પર્શ કરનારને રમતમાંથી બાદ કરવો.
[ ૨૯ ]
Page #31
--------------------------------------------------------------------------
________________
૨૦ : ટચાકાઉપાડ સંખ્યા: ચાર ચાર કે સમ સંખ્યાની બે ટુકડીઓ.
સાધન: જેટલા રમનાર એટલા ટચાકા. ટચાકા એટલે લાકડાના ડમ્બેલ્સ, અથવા બીજી કોઈ વસ્તુઓ પણ રાખી શકાય.
તૈયારી: પ્રસ્થાનરેખા ઉપર બંને ટુકડીને અલગ અલગ ઊભી રાખવી. બંને ટુકડીના ભેરુએ એક એક પાછળ ઊભા રહેવું. છેલ્લા નંબરને હાથે કે ગળે રૂમાલ બાંધવો. બંને ટકડીની સામે ૨૦ કે ૩૦ કદમ દૂર બલ્બ વર્તુળ કરવાં. એક વર્તુળમાં ટચાકા રાખવા.
મેદાન:
Tele!
IકK
-------------
પ્રસ્થાકારેબા
રમત: સંજ્ઞા મળતાં બંને ટુકડીના પહેલા નંબર સામે પોતાના વર્તુળમાંથી એક ટચાકું લઈ પડખેના ખાલી વર્તુળમાં મૂકવું અને તરત પોતાની ટુકડીમાં આવી બીજા નંબરને તાળી દઈને બાજુમાં નીકળી જવું. 'બીજા નંબરે પણ પહેલાંની જેમ જ કરવું. આ રીતે છેલ્લા નંબરે પણ કરવું ને જે ટુકડીને છેલ્લો નંબર પ્રસ્થાનખાને પ્રથમ ઓળંગી જાય તે ટુકડીની જીત થઈ ગણાય.
૨૧ : ટાપલી ખો સંખ્યા: દસથી વીસ. તૈયારી: રમનારને એક એક હાથને અંતરે વર્તુળાકારે ઊભા રાખવા.
[ ૩૦ ].
Page #32
--------------------------------------------------------------------------
________________
દરેકનાં મોં મધ્યબિંદુ તરફ રાખવાં. એક જણને દાવ માટે બહાર રાખવો.
* રમત: સંજ્ઞા મળતાં બહારના દાવ દેનારે ગોળ ગોળ સૌની પાછળ ફરવું, દોડવું, કોઈ પણ એકની પીઠ પર હળવી ટાપલી મારીને “ખ” બલવું. જેને એ રીતે બે મળે તેણે દાવ દેનારની વિરુદ્ધ દિશામાં દોડવું. બેમાંથી એ ખાલી જગ્યાએ જે આવી જાય તેણે ત્યાં ઊભા રહેવું. ના આવી શકે તેણે દાવ દેવાને. એ રીતે રમત ચાલુ રાખવી.
નોંધ: દરેકને ખો મળે તેનું ધ્યાન રાખવું. તરત ખો આપવાનું રાખવું, જેથી સૌને દોડવાનું આવે અને મજા પડે.
૨૨ : ટેપી ઉતાર
સંખ્યા: બે જણ. સાધન: બે ટોપી.
તૈયારી: જમીન ઉપર ચૂના વડે ૫ થી ૧૦ ફૂટના વ્યાસનું એક કૂંડાળું દોરવું. તે કૂંડાળામાં બંને બાળકોને માથે ટોપી પહેરાવીને ઊભા રાખવા.
initions
[ ૩૧ ]
Page #33
--------------------------------------------------------------------------
________________
રમત: સીટી વાગે એટલે બંને બાળકોએ સામેવાળાની ટોપી લઈ લેવાનો પ્રયત્ન શરૂ કરવો. જેની ટોપી લેવાય તે હાર્યો ગણાય.
નોંધ: ધક્કાબક્કી, પકડાપકડી કે માર–પછાડ કરવી નહિ. માત્ર ટોપી લેતાં રોકવાનું છે. કૂંડાળામાંથી કોઈએ બહાર જવાનું નથી.
વિશેષ: પોતાની ટોપી લેવા દેવી નહિ અને સામેવાળાની ટોપી લઈ લેવી એ ક્રિયા જ ગમ્મત ઉપજાવે છે, ચપળતાના ગુણે વિકસાવે છે.
ખાસ: આ રમત બે ટુકડીઓ પાડીને પણ રમાડી શકાય. એક ટુકડીને લાલ ટેપી, બીજીને ધોળી ટોપી. મોટી હદ નક્કી કરી તેમાં સામસામી બંને ટુકડીઓને છોડી મૂકવી. પાંચ મિનિટ જેટલો સમય રમત ચાલે, પછી જોવું કે કઈ ટુકડીએ વધારે ટોપીઓ લઈ લીધી. ટોપી જેની લેવાઈ જાય તેણે બેસી જવું.
૨૩ : Sલ દડા સંખ્યા: બે બાળકો. સાધન: બે ડોલ (નાની) અને બે દડા.
તૈયારી: છ ફટના વ્યાસનું એક વર્તુળ દોરવું. દરેકે એક હાથમાં લટકતી ડોલ અને બીજા હાથમાં દડો રાખી વર્તુળમાં સામસામે ઊભા રહેવું.
રમત: સંજ્ઞા મળતાં રમત શરૂ થાય. ટોપી ઉતારની માફક આ રમત રમવાની છે. પિતાનો દડો સામેવાળાની ડોલમાં નાખી દેવાને. ડોલમાં સામેવાળાને દડો ના આવે એ ધ્યાન રાખવાનું છે. જે સામેવાળાની ડોલમાં પ્રથમ દડો નાખી દે તેની જીત થઈ ગણાય.
નોંધ: એક સાથે બંનેના દડા ડોલમાં જાય તો ફરી વાર રમત રમાડવી. ડોલ નીચે આગળ લટકતી જ રાખવી. દડો ડોલમાં ના આવે તે માટે આજુબાજુ હલાવી શકાય. બંનેએ નક્કી કરેલી હદમાં જ રહેવું. દડા રબ્બરના કે પચા કપડાના જ વાપરવા
પ્રકાર: ટચાકા ઉપાડની રમત માફક બે ટુકડી પાડવી. પહેલા
[ ૩૨ ]
સ. ૨.
Page #34
--------------------------------------------------------------------------
________________
નંબરને ડોલ આપવી. સામે એક જ વર્તુળ અને તેમાં રમનાર દીઠ વસ્તુઓ–લાકડાના દડા કે ટચાકા વગેરે. સંજ્ઞા મળતાં પહેલા નંબરે દોડીને એક દડો ડોલમાં નાખી પાછા ટુકડીમાં આવી બીજા નંબરને ડોલ દેવી. બીજાએ પણ એમ જ કરવું. એમ છેલ્લાએ દડો નાખી ડોલ લઈ પ્રસ્થાનરેખાને ઓળંગી જવું. જે પ્રથમ આવે તેની જીત થઈ ગણાય.
૨૪: ત્રણ પગી દોડ
સંખ્યા: બબ્બે જણની ચાર ટુકડી. સાધન: પગ બાંધવા માટે મોટા કદના રૂમાલ.
તૈયારી: પ્રસ્થાનરેખા ઉપર બબ્બે જણને છૂટા છૂટા ઊભા રાખવા. બંને જણને બાજુમાં ગળે હાથ દઈ ઊભા રાખવા અને એકનો ડાબો ને બીજાને જમણે પગ કાંડામાંથી રૂમાલથી બાંધી દેવા. આમ કરવાથી બે જણના બે પગ છૂટા અને એક એક બંધાઈ જવાથી એક પગ એટલે પગ ત્રણ બની જશે. ૨૦ થી ૨૫ કદમ દૂર હદરેખા દોરવી.
રમત: સંજ્ઞા મળતાં દરેક જોડીએ હદરખા તરફ દોડવા માંડવું. જે ટુકડી હેદરેખાને વટાવી જાય તેની જીત થઈ ગણાય.
ધ: વચ્ચેથી પડી જતાં ઊભા થઈને પાછા દોડી શકાય. આ રમત રમવા પહેલાં બબ્બે જણને એ રીતે પગ બાંધીને ચાલવા, દેડવાની ટેવ પડાવવી.
વિશેષ: આ રમત રમૂજ ઉપજાવે છે.
૨૫ : દડાકૂદન સંખ્યા: દસથી વધુ.
સાધન: ફટબોલ અથવા કપડાને મોટો વજનદાર દડો તથા ત્રીસ ચાળીસ ફટ લાંબી દોરી. તૈયારી: દેરીને એક છેડે દડાને બાંધવો. એક જણને દાવ દેવા
[ ૩૩ ]
Page #35
--------------------------------------------------------------------------
________________
વચ્ચે રાખ. તેણે દોરી ને દડો રાખવો. બાકીના બધા વર્તુળાકારે સમઅંતરે છૂટાછૂટા અંદર માં રાખીને ઊભા રહે.
રમત: વચ્ચેના બાળકે અથવા શિક્ષકે દડાને ગોળ ગોળ ફેરવવો અને દેરી ઢીલી મૂકતાં દૂર દૂર મોકલ. જેની પાસેથી દડો અને દોરી પસાર થાય તેણે જોડિયા પગે કૂદી જવું. જેના પગે દડો કે દોરી અડી જાય તેણે રમતમાંથી બાદ થવું અથવા તેને દડો ફેરવવા મોકલ.
નોંધ: દડાને ચક્કર ચક્કર ફેરવવાથી આ રમત રમી શકાશે અને દરેક જણ સાવધ રહે તો આ રમત રમવાની ભારે મજા પડે છે.
૨૬ : દડો ઉપર પસાર
સંખ્યા: છની કે આઠની બે ટકડી. સાધન: બે વોલીબોલ કે ફૂટબોલ.
તૈયારી: એક રેખા ઉપર બંને ટુકડીઓ ને ટપાદોડની જેમ એટલે કે ટચાકા ઉપાડની જેમ ઊભી રાખવી. સામે એક હદ–રેખા દોરવી. ત્યાં કંઈક નિશાન મૂકવું. દરેક પહેલા નંબરને દડો આપવો. બીજા પાછળના ભેરુએ એક હાથ જેટલું અંતરે દૂર ઊભા રહેવું.
L.
4
S
રમત: સંશા મળે એટલે પહેલા નંબરે ઊંચા હાથ કરીને માથા
[૩૪]
Page #36
--------------------------------------------------------------------------
________________
પર થઈને પાછળના બીજા નંબરને હાથોહાથ દડ આપવો. બીજાએ ત્રીજાને અને ત્રીજાએ ચોથાને. એ રીતે છેલ્લા નંબર સુધી દડો પસાર કરવો. છેલ્લા નંબરના હાથમાં દડ આવે એટલે તેણે સામે દડાને લઈને હદરેખા તરફ દોડવું ને મૂકેલ નિશાનને ફરીને પાછા પોતાની ટુકડીમાં આવવું ને આગલા નંબર તરફ પીઠ ફેરવી ઊભા રહી પાછળની તરફ દડાને પસાર કરવો. આ રીતે પહેલા નંબરને દોડવાનો વારો આવે ત્યાં સુધી રમત ચાલુ રહે.
પ્રકાર: (૧) આ રમતને જ “નીચે પસાર” એટલે કે દરેકે પગ પહોળા રાખવા અને બે પગમાંથી નીચે દડાને પસાર કરવો.
પ્રકાર: (૨) ઉપર નીચે પસાર. એક જણે ઉપરથી અને બીજાએ નીચેથી દડો પસાર કરવો.
૨૭: નાળિયેરફાડ સંખ્યા: એકી સાથે એક સાધન: છોડાં કાઢેલ નાળિયેર, એક ધોકો, આંખે બાંધવાનો પાટો.
તૈયારી: દસ–વીસ ફટ દૂર નાળિયેર મૂકવું. આંખે પાટા બાંધી હાથમાં ધોકો દે.
રમત: સંજ્ઞા મળતાં માટલીડની માફક નાળિયેર ફોડવા જવું. ફોડી નાખે તે સારું કહેવાય. ફટે ત્યારે બીજું નાળિયેર મૂકવું. ના ફટે તો બીજાને વારો આપો. એક જ ઘા કરવાને. ઘા ઉપરથી નીચેની બાજુએ જ માર.
નોંધ: માટલીડની રમતને આ એક પ્રકાર છે. હોળીના દિવસોમાં આ રમત રમાડવામાં આવે છે.
૨૮: નારબાકડા સંખ્યા: એકથી વધુ.
તૈયારી: એક મજબૂત છોકરો “ભરવાડ” બને. તે આગળ ઊભે રહે. એક છોકરે “નાર’ બને. તે ભરવાડની સામે થોડે આઘો ઊભો રહે.
[ ૩૫ ]
Page #37
--------------------------------------------------------------------------
________________
બાકીના રમનારા બધા બકરાં બને. તે બાળકોએ ભરવાડની પાછળ એક બીજાની કમ્મર( અથવા પહેરણની ચાળ)ને બે હાથથી પકડીને લંગરની માફક વળગી રહેવું.
રમત : નાર કહે: ‘ભરવાડ, ભરવાડ, તારાં બકરાં ખાઉં.' ભરવાડ કહે : ‘ ખાધાં ખાધાં! આવ તો ખરો.’ આટલું બાલ્યા પછી રમત શરૂ થાય. ભરવાડ બાળકે પાતાના બે હાથ પહેાળા કરીને તારને રોકવા. નાર જે તરફ જાય તે તરફ ફરતા રહેવું.
નારે આમથી તેમ દોડીને છેલ્લા બકરાને અડવા પ્રયત્ન કરવા. પણ તેમ કરતાં ભરવાડ તેને અડી જાય નહિ તેનું ધ્યાન રાખવું. ભરવાડથી અડાયા વિના છેલ્લા બકરાને જો નાર અડી જાય, તે છેલ્લું બાળક રમતમાંથી બાદ થાય. આ રીતે છેલ્લાં છેલ્લાં એક એક કરી બધાં બકરાંને નાર અડકી જાય એટલે રમત પૂરી થાય. બીજી વાર રમત રમાય ત્યારે નાર અને ભરવાડ બીજાને બનાવવા. નાર અડવા માટે દોડાદોડી કરે ત્યારે ભરવાડ અને બકરાને પણ એવી રીતે જોડાઈને આમથી તેમ ચાલવાનું રહે. એમ ચાલતાં કોઈ બકરાં છૂટી જાય ત્યારે નાર કોઈને અડી શકે નિહ. વળી પાછાં બકરાં જોડાઈ જાય ત્યારે રમત શરૂ થાય.
નોંધ: નારબાકડાની રમત જાની છે. ગામડાનાં બાળકો હોંશે હોંશે અજવાળી રાતે રમે છે. શહેરમાં રહેતાં બાળકોને પણ આ રમત રમવામાં બહુ મજા પડશે.
૨૯: પાંચીકા
સંખ્યા: બેથી ચાર છેકરીઓ.
સાધન: પાંચ પાંચીકા.
તૈયારી : રમનારે સામસામા પગ લાંબા—પહોળા કરીને બેસવું. એક જણ પાસેથી દાવ લેવો.
રમત: છાબડી, પાંચે પાંચીકા ઊંધા હાથે લઈ ચત્તા હાથે ઝીલવા. આવ રે છબ્બ: એક પાંચીકા અદ્ધર ઉછાળી ચાર પાંચીકા નીચે
[ 3 ]
Page #38
--------------------------------------------------------------------------
________________
જમીન ઉપર મૂકવા. અદ્ધર ઉછાળે એ જ હાથે ઝીલવે.
નાગર પબ્લો: એક અદ્ધર ઉછાળી નીચેના ચારે લઈ ઉછાળેલો ઝીલવો.
તલ: આવ રે તલ–એક ઉછાળી ચાર નીચે મૂકવા ને ઉછાળેલો ઝીલવે. તલ તાતા: એક ઉછાળી નીચેથી એક લેવો. રીંગણાં રાતાં: એક ઉછાળી નીચેથી ત્રણ લઈ લેવા. બત: આવ રે બત: એક ઉછાળી ચાર નીચે મૂકવા. બતબાઈના: એક ઉછાળી બે નીચેથી લેવા.
ઘણી સગાઈના: એક ઉછાળી બાકીના બીજા બે લેવા. દોંઢ: આવ રે દોઢ: એક ઉછાળી ચાર નીચે મૂકવા.
દોઢ સાંઢ: એક ઉછાળી એક નીચેથી લે. સાંઢ પારી: એક ઉછાળી નીચેથી બે લેવા.
વીર વેપારી: એક ઉછાળી નીચેથી એક લેવો. હલ: આવ રે હલ: એક ઉછાળી નીચે ચાર છટા મુકવા.
હલ હલીશ નહિ: એક ઉછાળી નીચેથી એક લેવો. ગઢ ચડીશ નહિ: બે ઉછાળી નીચેથી એક લેવો. ગઢની રાણી: ત્રણ ઉછાળી નીચેથી એક લેવો.
ભર બેડે પાણી: ચાર ઉછાળી નીચેથી એક લેવો. રાઈ: આવ રે રાઈ: એક ઉછાળી નીચે ચાર મૂકવા.
રાઈ રંગ રાખજે: એક ઉછાળી નીચેથી ત્રણ લેવા. મૂંગી સુધારજો: એક ઉછાળી નીચેથી એક લેવો. (રાઈમાં ઝીલતાં પડી જાય તો આખો દાવ બળી જાય.
તેણે પ્રથમથી ગણવું.) મોટા બત: આવ મારા મોટા બત: એક ઉછાળી ચાર નીચે મૂકવા.
મોટા બત ખેટા બત: એક ઉછાળી નીચેથી બે લેવા.
નાના બત સાચા બત: ત્રણ ઉછાળી નીચેથી બે લેવા. અડો: આવ મારો અડો: એક ઉછાળી ચાર નીચે મૂકવા.
[ ૩૭ ]
Page #39
--------------------------------------------------------------------------
________________
નહિ દઉં બડા: એક ઉછાળી નીચેથી ચારે લઈ લેવા. મુંગલ: એક ઉછાળી ચાર નીચે મૂકવા. પછી સામેવાળી જે કહે તે એક એક નીચેથી લેવા.
નોંધ: આ રીતે બધાંના વારા આવતા જાય. જેનું યાંથી પડી જાય ત્યાંથી આગળ ગણાય. એ રીતે જે મુંગલ સુધી પહોંચી જાય તે પાકી ગઈ ગણાય; અથવા એની સામે જે હોય તેને એક પત લાગ્યું ગણાય. વિશેષ: બહેના માટે પાંચીકાની રમત બહુ જ મનગમતી છે. આ રમતથી તે કેટલાયે શબ્દો શીખે છે અને હાથને સરસ કસરત મળે છે. હાથ ઉપર ખૂબ જ કાબૂ આવે છે.
૩૦: પતંગ
પતંગની રમત ઘણી જ જાણીતી છે. કહે છે કે સિકંદર આપણા દેશ પર ચડી આવેલા. તેમના સૈનિકો પતંગ ચડાવતા. તેમણે આ પતંગની આપણને ભેટ આપેલ છે. જે હોય તે; પણ મકરસંક્રાંતિના દિવસોમાં પતંગનું ચલણ ખૂબ જ વ્યાપક થયેલ છે. બાળકોથી માંડીને મોટેરાંને પણ પતંગ બહુ જ ગમે છે. તેઓ પતંગ ચગાવે છે ને પેચ પણ લગાડે છે. પતંગ તૈયાર મળે છે. હાથથી પણ બનાવી શકાય છે.
પતંગની જાત: ભરેડી, મા, પૂંછડિયો, ઢોલા. ઢોલા: વચ્ચેની સીધી ઊભી સળી.
કમાન: અર્ધગોળાકાર કમાન જેવી વાળેલ સળી. દુમ: પૂછડા તરફના નીચલા ભાગ–ત્રિકોણાકાર ભાગ. પૂછ્યું: ક્રમ સાથે બાંધેલ કપડાના લટકતો લીરો.
કન્ની: કમાન સાથે બાંધવામાં આવતા દોરાકપડાનો ટુકડો. કાનેતર: કમાન અને ઢોલા એક થાય ત્યાં અને નીચે થી થોડે ઊંચે બાંધવામાં આવતા દારો.
ઊડતા પતંગના દોર સાથે દારના સ્પર્શ થવા
પેચ : એકબીજા અથવા આંટી પડી જવી.
[ ૩૮ ]
Page #40
--------------------------------------------------------------------------
________________
ઢીલ: દોર છોડવે. ઉપલા પેચ: જેનો દોર ઉપર રહે છે. નીચલા પેચ: જેને દર નીચે રહે તે.
માંજો: દર પર કાચના ભૂકા સાથે ભાત કે એવી બીજી ચીજ ભેળવીને ચડાવેલ લેપ.
કુમકી: ઊંચે ઊડતા પતંગને હાથથી નાના નાના આંચકા મારવા. ગુલાંટ: ચડેલા પતંગને કોઈ પણ એક બાજુ નમાવી ચક્કર ફેરવો. નમાવો: પતંગને ડાબી કે જમણી બાજુ દોર ખેંચીને નમાવવો. લોટાવવો: ચક્કર ચક્કર પતંગને ફેરવ. ઢીલ મૂકવાથી એમ લોટે છે. કાપ્યો: પેચથી બીજાના દેરાને કાપી નાખવે. ઢળ્યો: પવન ધીમો પડતાં પતંગનું નીચે બેસી જવું.
લંગર: ઊડતા પતંગને પડેલ જોવામાં બીજાએ દોરથી બાંધેલા પથ્થર કે ઠીકરાથી ઘા કરીને ખેંચવું.
૩૧ : કુક્કા કુલાવ અને તોડ સંખ્યા: આઠથી દસ. સાધન : એક જ કદના રમનાર દીઠ એક એક ફક્કો.
તૈયારી: એક હારમાં રમનારને છૂટા છૂટા રાખવા. દરેક જણના હાથમાં ફલાવ્યા વિનાને એક એક ફટકો આપવો.
રમત: સંજ્ઞા મળતાં દરેક જણે પોતાને ફક્કો મોં વડે ફેક મારીને ફલાવો. ખૂબ છૂ લાવવો. ફકત ફિક વડે જ તેણે પોતાનો ફક્કો પ્રથમ ફોડી નાખે છે તે જોવું.
નોંધ: _ક્કા ફેલાવવાનું બાળકોને બહુ ગમે છે. લાંબા શ્વાસ લેવા–છોડવા પડે છે, તેથી ફેફસાંને કસરત મળે છે.
- પ્રકાર: સમસંખ્યાની બે ટુકડી પાડવી. બંને ટુકડીના દરેક રમનાર દીઠ એક ફલાવેલ ફ.કો. ને ફક્કા સાથે એક એક ફટ જેટલો લાંબો દર બાંધવો. દરેકના પહેરણના પાછળના નાકે લટકતો રહે તેમ ફક્કો
| [ ૩૯ ]
Page #41
--------------------------------------------------------------------------
________________
બાંધી દેવો. બંને ટુકડીના કાના રંગ અલગ અલગ રાખવા.
નક્કી કરેલ હદના મેદાનમાં બંને ટુકડીને છૂટી મૂકી દેવી. દરેક ટુકડીવાળાએ સામેવાળાના ફ_ક્કા હાથ વડે દોર તેડીને લઈ લેવા પ્રયત્ન કરે. જેને કુક્કો લેવાઈ જાય અને જેણે કુક્કો લઈ લીધો હોય તે બંને રમતમાંથી બાદ થાય. નક્કી કરેલા સમયે સીટી મારી રમત બંધ કરવી. જે ટુકડી વધુ ફ કા લઈ લે, તેની જીત થઈ ગણાય.
૩ર : માટલીકુંડ આ રમત આંખે પાટા બાંધીને રમવાની છે. આ રમત વ્યકિતગત છે. વારાફરતી એક એક જણે રમવાની છે.
તૈયારી: પ્રસ્થાનરેખા પર રમનારને ઊભો રાખી આંખે પાટો બાંધી દેવો અને હાથમાં એક લાઠી આપવી. દૂર (૨૫ થી ૩૦ ફૂટ) હેદરેખા દોરવી. દરેખા પર એક થાંભલો ખેડી ચિત્રમાં બતાવ્યા મુજબ ૬ માટલીને જમીનથી પાંચથી છ ફૂટ અદ્ધર લટકતી રાખવી. માટલીમાં ફલ અથવા પાણી પણ ભરી શકાય.
પહેલી રીત
------------
માટલી
'હદ૨ના
ની રીત
- - - -
- -
-
- -
T માટલી
'હદઝા
રમત: સંજ્ઞા મળતાં અથવા રમનારને માટલીની બરાબર સામે
[ ૪૦ ]
Page #42
--------------------------------------------------------------------------
________________
પ્રસ્થાનરેખા પરથી માટલી ફોડવા માટે રવાના કરી દે. રમનારે લાઠી અદ્ધર ઊંચી કરી રાખવી અને માટલી પાસે જઈને લાઠી વતી એક ઘાએ જ માટલી ફોડી નાખવાની હોય છે. ઘા ખાલી જાય તો તેની વારી જાય. માટલી ફડે તે સારું ગણાય. ઘા મારતાં પહેલાં હદરખાને વટાવી જાય તો પણ તેની વારી જાય. પછી બીજાને વારો આપ. માટલી ફટે ત્યારે બીજી બાંધવી.
પ્રકાર: માટલીને અદ્ધર લટકાવવાને બદલે નીચે જમીન પર હદરેખા ઉપર ઊંધી મૂકીને પણ રમત રમાડી શકાય છે.
નોંધ: આ રમત રમાતી હોય ત્યારે જોનારાને કાંઈ પણ બોલવું કે સુચન આપવું નહિ. સૌએ મંગા જ રહેવું. આખે પાટો બરાબર બાંધવો, જેથી કાંઈ દેખાય નહિ. પાટો કાળા રંગને અને જાડા કાપડનો રાખવો.
રમનારે માટેલી કેટલી દૂર છે તે જાણવા પોતાનાં પગલાં રમવા પહેલાં ગણીને માપવાં હોય તે માપી શકાશે. રમતની શરૂમાં રમનારને આંખે પાટા બાંધીને ત્યાં ને ત્યાં બે ત્રણ આંટા ફેરવીને પછી માટલીની સામે ઊભા રાખીને પણ રમત શરૂ કરી શકાશે.
' વિશેષ: આ રમતમાં અંદાજ અને નિશાન મારવું એ બંને વસ્તુનું ધ્યાન રાખવું પડે છે. અંધારામાં પણ નિશાન આંટી શકાય તેની તાલીમ મળે છે. આ રમતમાં રમનારનો ઘા ખાલી જાય છે, ત્યારે જોનાર અને રમનાર બંને ખૂબ હસી પડે છે. માટલી ફાટે છે ત્યારે સૌ તાળીઓ વગાડી કૂદી ઊઠે છે.
૩૩ : બીજુબાજુ સંખ્યા: બેથી ચાર બાળકો. સાધન: કેડીઓ.
તૈયારી: દરેકે એક એક દાણિયો (બી) કાઢવો. બીજુ ભેળા કરી લગાવવા. પૈત, દોત નક્કી કરવા. પોતાની કોડીઓ પોતાની સામે ઢગલો કરીને રાખવી.
[ 8 ]
Page #43
--------------------------------------------------------------------------
________________
રમત: દરેકે બબ્બે બીત્તુ કાઢી `તે લગાવવા. જો પોતાના બંને બીત્તુ ચત્તા પડે અને સામાવાળાના બઠ્ઠા પડે તો પોતાનો દાવ લાગ્યો ગણાય. જો સામેવાળાના બંને બઠ્ઠા અને આપણા એક બઠ્ઠો તેમ જ એક ચત્તો પડે તોપણ દાવ લાગ્યો ગણાય. જેને બંને ચત્તા પડયા હોય તેને બેય લાગ્યા કહેવાય. બીનુ લગાવવા પહેલાં સામાવાળાએ દાવ ઉપર અમુક (તેને ગમે તેટલી) કોડીઓ માંડવી. એ માંડેલ કોડીઓને આગળ અલગ મૂકવી. લગાવનારના દાવ લાગે તો તેણે સામાવાળાએ માંડેલ કોડીઓ લઈ લેવી. ને જો સામાવાળાના દાવ લાગે તો તેણે એટલી ગણીને કોડીઓ આપવી.
જ્યાં સુધી આપણા દાવ લાગે ત્યાં સુધી લગાવી શકાય. સામાવાળાનો દાવ લાગતાં તેણે બીનુ લગાવવા.
નોંધ: આ રમતમાં કોડીઓની લેવડદેવડ કરવાની હોય છે. શાળા તરફથી રમત રમાડતાં બધી કોડીઓ શાળાની જ રાખવી, જેથી હારજીતમાં મુશ્કેલી પડશે નહિ. અથવા કોડીઓની લેવડદેવડ પછી જેની જેટલી, હાય તેની તેટલી આપી દેવી. વાંધા ન હાય તો જે જીતે તેની કોડી એમ પણ નક્કી કરી શકાય.
૩૪: એ કાઢી
સંખ્યા: બે થી ચાર.
સાધન: બે કોડી. દરેક પાસે કાગળ—પેન્સિલ.
તૈયારી : ચિત્રમાં બતાવ્યા પ્રમાણે લાદી કે ટેબલ પર આકૃતિ દેારવી. રમત : એક જણ પાસેથી દાવ લેવા શરૂ કરવા. એક હાથમાં બંને કોડી ખખડાવીને અંદરના વર્તુળમાં કોડીઓ નાખવી. ત્યાંથી દડીને જે ખાનામાં કોડી પડે એટલા અંક (માર્ક) પોતાના કાગળમાં પોતાનું નામ લખીને નોંધવા. બીજાએ પણ એ પ્રમાણે કરવું. જો બંને કોડી એક જ ખાનામાં પડે તે એટલા બમણા અંક ગણવા. જો કોડી જુદાં જુદાં બે
[ ૪૨ ]
Page #44
--------------------------------------------------------------------------
________________
-
૫
10
ખાનાંમાં પડે તે એ બંનેને સરવાળે કરીને અંક નોંધવા.
નોંધ: કોઈ પણ રેખાને કોડી જરા પણ કાપતી હોય તો તે ખાનામાં નથી એમ ગણવું. જો બંને કેડીઓ અંદરના જ વર્તુળમાં પડી રહે અથવા મોટા વર્તુળની બહાર નીકળી જાય તે એકેય અંક મળે નહિ. ૫૦ કે ૧૦ અથવા નક્કી કરેલ અંક જેના થઈ જાય, તે રમતમાં પાકી ગયા ગણાય.
વિશેષ: બાળકો સરવાળા કરતાં શીખે છે.
૩૫ : બેઠી હેડી સંખ્યા: સરખી સંખ્યાની બે ટુકડી. સાધન: કાંઈ નહિ.
તૈયારી: મુળા મુળાની રમત માફક એકબીજાની કમ્મર પકડીને પગ પહોળા કરીને બંને ટુકડીઓને બેસાડી રાખવી.
રમત: સંજ્ઞા મળતાં બંને ટુકડીએ સામેની હદરેખા સુધી બેસીને જ ખસતાં ખસતાં આગળ જવું. બેમાંથી એક ટુકડીને પહેલો નંબર હદ
[ ૪૩ ]
Page #45
--------------------------------------------------------------------------
________________
રેખાએ પહોંચી જાય ત્યાં સુધી રમત રમાડવી. આગળ ખસતી વખતે ડાબી-જમણી બાજુ હાલતા જવું.
નેધ: આ રમત લીસી લાદીના ઓરડામાં કે કાંઈ પાથરીને પછી રમાડવી. મેદાન પર રમાડવી હોય તો નીચે ઘાસ જોઈએ. ધૂળમાં કે ગમે તેવી જમીનમાં આ રમત રમાડવી નહિ.
૩૬: બે ત્રણ પાંચ સંખ્યા: ત્રણ જણ.
સાધન: ગંજીફાના અઠ્ઠાથી એક્કા સુધીનાં બધાં પાનાં અને કોઈ પણ બે સત્તા. કુલ ૩૦ પાનાં.
રમત: એક જણે પીસીને પાનાં વહેંચવાં. પ્રથમ પાંચ પાંચ, પછી, બીજી વાર પાંચ પાંચ પાનાં આપવાં. જે કાપે તેણે હુકમ પાડવે. હુકમ પાડનારે પાંચ હાથ કરવા. એની પછીનાએ ત્રણ હાથ કરવા અને પીસનારે બે હાથ કરવાના.
નોંધ: જેના જેટલા હાથ ઓછા થાય તે તેની પાસે એટલાં પાનાં માગે. ફરી વાર રમત શરૂ થતાં માગનારે પાનાં માગી લેવાં. માગીને બીજાં હલકાં પાનાં પાછાં આપવાં. દરેક જણની વારાફરતી ટીપ આપવી.
૩૭ : બાંધછોડ સંખ્યા: સરખી સંખ્યાની બે ટુકડી.
તૈયારી: દરેક ટુકડીને પ્રસ્થાનરેખા ઉપર છૂટી છૂટી ઊભી રાખવી. દરેક ટુકડીની સામે હદરેખા પાસે દૂર એક એક નાનું વર્તુળ દોરવું અને તે વર્તુળમાં ત્રણ નાની પરોણી(લાકડી)ને રૂમાલની એક ગાંઠ વાળીને ત્રણ પગવાળી ઘોડીની માફક ઊભી રાખવી. રમત: રમાડનાર તરફથી સંશા મળે એટલે દરેક ટુકડીના પહેલા.
[૪૪]
Page #46
--------------------------------------------------------------------------
________________
પહેલા નંબરે દોડીને રૂમાલની ગાંઠ છોડીને ઘોડીને વર્તુળમાં જ પાડી દેવી અને રૂમાલ લઈને પાછા પોતાની ટુકડીમાં આવી બીજા નંબરને રૂમાલ આપવો. અને પોતે ટુકડીમાંથી નીકળી જઈ બાજુમાં ઊભા રહી જવું.
-
-
-
-
-
-
પ્રસ્થાથરેખા
'ૐદરેખા બીજા નંબરના હાથમાં રૂમાલ આવે પછી જ પ્રસ્થાનખાને વટાવી શકાય. તે પહેલાં વટાવે તો ભૂલ ગણાય. બીજા નંબરે ભૂલ કર્યા વગર દોડીને ત્રણે લાકડીને ભેગી કરી રૂમાલ વડે બાંધીને પ્રથમથી માફક વર્તુળમાં જ ઘોડી ઊભી કરી દેવી અને પછી દોડીને પોતાની ટુકડીના ત્રીજા નંબરને તાળી દેવી અને પોતે બાજુમાં નીકળી જવું. ત્રીજા નંબરે જઈને ઘોડી છોડી નાખવી અને રૂમાલ ચોથાને આપવો. ચોથાએ ઘોડી બાંધવી ને ઊભી કરવી. આ પ્રમાણે છેલ્લા નંબર સુધી બાંધછોડ કરવી. ઓછી ભૂલો થઈ હોય અને જે ટુકડીને છેલ્લો નંબર પ્રથમ આવ્યો હોય તે ટુકડીની જીત થઈ ગણાય.
નોંધ: સૌની જાણ માટે દરેક ટુકડીના છેલ્લા નંબરને ખાસ નિશાની માટે માથે ટોપી રાખવી અથવા કમ્મરે કે ગમે ત્યાં કોઈ રંગીન પટ્ટી બાંધવી. હરેખાનું અંતર ૫૦ થી ૧૦૦ ફૂટ રાખવું.
[ ૪૫ ]
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૮ : ભાઈ, ભાઈ, ક્યાં છો? સંખ્યા: વીસથી પચીસ. સાધન: આંખે બાંધવાના બે પાટા. તૈયારી: સંખ્યાનાં પ્રમાણમાં ગોળ વર્તુળ દોરવું.
બે જણ સિવાય સૌને વર્તુળાકારે આંકડા ભીડીને ઊભા રાખવા. વચ્ચે બે જણમાંથી એક જણને દાવ લેનાર ને બીજાને દાવ દેનાર કરાવવો. બંનેને આંખે પાટા બાંધી દૂર દૂર ઊભા રાખવા.
રમત: સંશા મળતાં દાવ દેનાર બોલે: “ભાઈ, ભાઈ, કયાં છો?” દાવ લેનાર બોલે: “અહીં છું” એમ અવારનવાર સવાલ–જવાબ થયા કરે. દાવ દેનારે સામાવાળાને અવાજ પરથી પકડી પાડવાનું છે. જ્યારે પકડાઈ જાય ત્યારે બીજા બે જણને રમવા બોલાવવા. આમ, બબે જણનો વારો રમવામાં આવે. બહાર ઊભેલાઓએ વચ્ચેના બંને આંધળાઓને વર્તુળની બહાર જવા દેવા નહિ. આંકડા ભીડીને ઊભા રહેવું.
નોંધ: બહેને રમતી હોય ત્યારે “બહેન, બહેન, કયાં છો?” એમ બોલવું. આ રમતમાં દાવ દેનારે અને લેનારે ખૂબ દોડાદોડ કરવી, જેથી બહુ મજા પડે છે.
- ૩૯ : માથે કળશદેડ સંખ્યા: આઠથી બાર છોકરીઓ. સાધન: છોકરીઓ દીઠ કળશો અને ઇંઢોણી. લોટામાં પાણી ભરવું.
તૈયારી: પ્રસ્થાનરેખા ઉપર ત્રણ ત્રણ ફૂટને અંતરે એકી સાથે ચાર છોકરીઓને માથે પાણીથી ભરેલ કળશ રાખીને ઊભી રાખવી.
રમત: સંજ્ઞા મળતાં દરેકે સામે હદરેખા સુધી પહોંચવું. કોણ કેટલા સમયમાં પહોંચે છે તે જોવું ને નોંધવું. એ પછી બીજી ચારની ટુકડીને વારો લે. બધાંને દોડાવ્યા પછી જોવું કે ઓછામાં ઓછા સમયમાં કોણ આવ્યું છે.
[૪૬]
Page #48
--------------------------------------------------------------------------
________________
નોંધ: સંજ્ઞા મળ્યા પછી લોટાને હાથ વતી અડવાનું નથી. અડી જનારની ભૂલ ગણાશે. એવી ત્રણ ભૂલ કરનાર રમતમાંથી બાદ ગણાશે. જેનો લોટો નીચે પડી જશે તે પણ રમતમાંથી બાદ થશે.
૪૦ : માછલી માછલી સંખ્યા: સરખી સંખ્યાની બે ટુકડીઓ (આઠ આઠની). . સાધન: કંઈ નહિ.
તૈયારી: પ્રસ્થાનરેખા ઉપર એકની પાછળ બીજા એમ સરખે અંતરે (એક હાથ જેટલ) બંને ટુકડીને ઊભી રાખવી.
દરેકે (કદમ ખોલમાં) પગ પહોળા રાખવા.
રમત: સંજ્ઞા મળતાં છેલ્લા નંબરે પોતાથી ઉપરના બાળકોના પગમાંથી માછલી જેમ પસાર થવું. બધાના પગમાંથી નીકળી છેલ્લે આવી પગ પહોળા કરી ઊભા રહેવું. ઊભા રહીને પિતાથી ઉપરના બાળકના વાંસામાં અડવું એટલે એણે પણ એમ જ કરવું. આ પ્રમાણે દરેકને વારો આવતાં સુધી રમત ચાલુ રાખવી.
નોંધ: કઈ ટુકડી પહેલાં પોતાને દાવ પૂરો કરે છે તે જોવું.
૪૧ : મીનીઠેકામણી સંખ્યા: આઠથી દસ. સાધન: કાંઈ નહિ.
તૈયારી: બે બાળકો નીચે જમીન પર સામસામા પગ પહોળા રાખીને બેસે. બંનેના પગનાં તળિયાં અડકી રહેવાં જોઈએ. બીજા બાળકો દૂર ઊભા રહે.
રમત: સંજ્ઞા થાય ત્યારે એક એક જણે દેડીને પેલાના પહેલા કરેલા પગ ઉપરથી ઠેકી જવું. આપણે અત્યારે જેમ લાંબો કૂદકો મારીએ છીએ તેવી રીતે. વારાફરતી બધા હેકી રહે પછી ઊંચા કૂદકા માટે નીચે
[ ૪૭ ]
Page #49
--------------------------------------------------------------------------
________________
ક
*
it
. Eી
3
કરો
દ
**
*
જિક
બેઠેલ બંને બાળકોએ એકના પગના ફણા ઉપર બીજાએ પોતાના પગને ફણો રાખવે. રમનાર બાળકો વારાફરતી કૂદી જાય. પછી બેઠેલ બાળકોએ પગ ઉપર હાથ વતી વેંત ચડાવવી; એ પણ બાળકો કૂદે. છેલ્લે ઊભા થઈ કમરમાંથી આગળથી વાંકા વળી એકબીજાનાં માથાં અડકાડી રાખે. એ પણ બાળકો કૂદ.
નોંધ: વચ્ચે જે જે બાળક કુદી ન શકે અથવા કુદતી વખતે બેઠેલ બાળકોને સ્પર્શ થઈ જાય તેને દાવ દેવા માટે બેસાડવો.
૪૨ : મૂળામૂળા સંખ્યા: દસથી વીસ.
તૈયારી: બે જણ સિવાય બધાંએ નીચે બેસીને એકબીજાની કમ્મરે વળગી રહેવું. ઊભેલા બંને બાળકોએ બેઠેલ હારની અડખેપડખે ઊભા રહી એક એક હાથના આંકડા ભીડી રાખવા ને એ હાથ અધ્ધર દરવાજાની
[૪૮ ]
સ.
સા.
Page #50
--------------------------------------------------------------------------
________________
માફક રાખવા. બંનેએ માં એક દિશામાં રાખવાં. બેઠેલ બાળકોને મૂળા ગણવા. ઊભેલ બાળકો વાડીવાળા ગણાય.
રમત: ઊભેલ બંને બાળકોએ આગળ પાછળ ચાલતા હાથને અદ્ધર નીચે કરતાં મોંએથી કૂચૂ ડૂ ભખ અવાજ કરો. જાણે પોતે કેસ વતી મૂળાને પાણી પાય છે એવી નકલ કરવી. આ રીતે બે ચાર વાર પાણી પાઈને મૂળા તપાસવા: પાકયા છે કે નહિ? હજી વાર છે, હજી તો. પાંદડાં ફર્યાં છે. હજી કાચા છે. તે છેવટે મૂળા તૈયાર થઈ ગયા છે એમ નક્કી કરવું. વચ્ચે વચ્ચે પાણી પાવું. પાણી પાતી વખતે મૂળાએ આમથી તેમ બાજુમાં હાલવું.
મૂળા પાકી જાય એટલે ઊભેલ બંને બાળકોએ પ્રથમ બાળકનાં બાવડાં પકડીને હારમાંથી છૂટો પાડવો. બીજા બાળકોએ તેને બરાબર પકડી રાખવો. છૂટો પડી જતાં એ મૂળાને સામે તૈયાર કરેલ ધૂળની ઢગલી પાસે બેસાડી દેવો. આ રીતે દરેક મૂળાને ખેંચીખેંચીને ધૂળની અલગ અલગ ઢગલી પાસે બેસાડી દેવા. છેલ્લે ધૂળની ઢગલીઓ વખોડવાનું કહેવું. જેની ઢગલીમાંથી ઠીકરી નીકળે તેને માથે અડવાને દાવ શરૂ થાય.
નોંધ: વાડીવાળાએ પ્રથમ ધૂળની ઢગલીઓ તૈયાર કરી રાખવી. તેમાં કોઈ એક ઢગલીમાં ઠીકરી સંતાડી રાખવી.
જેની ઢગલીમાંથી દીકરી નીકળે તેને “ઢેઢ ઢેઢ” કરીને ખીજવે છે ને ઢેઢ બીજાને પકડવા જાય છે. એક જણને પકડી પાડે. પછી વળી પાછા બીજા બે જણ વાડીવાળા બને અને બીજા બેસીને મૂળા બને. ફરીથી પ્રથમની માફક રમત શરૂ કરવી.
વિશેષ: મૂળા વિશે અને વાડી વિષે જાણકારી મેળવે છે; એ ઉપરાંત રાજોરી કરવાથી શરીર કસાય છે.
[ ૪૯ ]
Page #51
--------------------------------------------------------------------------
________________
૪૩ : મિત્ર–દુશ્મન
સંખ્યા: બે જણ.
સાધન : આંખે બાંધવાના બે પાટા. બે ટુવાલના કોરડા, અથવા દૈનિક છાપાનાં ગાળ વાળેલ લાંબાં ગેંડલ.
તૈયારી : બંનેએ શેકહેન્ડ કરીને ઊભા રહેવું. બંનેની આંખે પાટા બાંધવા અને બીજા ખાલી હાથમાં એક એક કોરડા આપવા.
રમત : સંશા મળતાં કોઈ એક જણે સામાવાળાને કહેવું: કેમ દોસ્ત, કયાં છે? સામાવાળાએ નીચે, ઊંચે કે બાજુમાં નમીને કહેવું: અહીં છું. એ પછી પૂછનારે કોરડાથી ઘા મારવો. એ વખતે બીજાએ જે સ્થિતિમાં હોય તેમ જ રહેવું. જો ખભાથી ઊંચેના ભાગમાં કોરડો વાગે તો મારનારને એક માર્ક (ગુણ) મળે. પછી સામાવાળાએ ઘા કરવો. એમ વારાફરતી એક એક ઘા મારવા બેમાંથી એકના બે કે ત્રણ અથવા નક્કી કરેલ ઘા પૂરા થાય એટલે રમત પૂરી થાય. એ રીતે બબ્બે જણને રમાડી શકાય. નોંધ : કોરડો પોચા રાખવા. ઘા જોરથી મારવા નહિ. રમત દરમિયાન એક એક હાથના આંકડા પકડી જ રાખવા.
વિશેષ : શ્રાવણે દ્રિય સતેજ થાય છે. અંધારામાં ધાર્યો,ઘા કરવાની
ટેવ પડે છે.
૪૪: મધ્ય દોડ
સંખ્યા: પંદરથી વીસ બાળકો. સાધન: નાના કે મોટો એક દડો.
તૈયારી : રમનાર બધાને મધ્યબિંદુ તરફ મોં રાખીને વર્તુળ પર ઊભા રાખવા. વર્તુળની મધ્યમાં એક જણ ઊભી શકે એવડું નાનું વર્તુળ કરવું. એકથી ગિનતી કરાવવી. એક નંબરના બાળકના હાથમાં દડો આપવા. રમત: સંજ્ઞા મળે એટલે બે નંબરના બાળકે દોડીને વચ્ચેના નાના વર્તુળમાં ઊભા રહી જવું અને તેણે પોતાનું મોઢું એક નંબરના બાળક
[ ૫૦ ]
Page #52
--------------------------------------------------------------------------
________________
તરફ રાખવું. બે નંબર વચ્ચેના વર્તુળમાં સ્થિર ઊભે રહે એટલે એક નંબરે પોતાની પાસેના દડાને બે નંબરની તરફ ફેંકવો. બે નંબરે દડાને ઝીલી લેવો. બીજા નંબરે ત્યાં જ ઊભા રહીને ત્રીજા નંબરને દડો આપવો. દડો આપીને બીજાએ પોતાની જગ્યાએ જતા રહેવું. ત્રીજાએ દડો લઈને દોડીને વચ્ચેના વર્તુળમાં જવું ને તેણે ચેથાને દડો આપવો. આ રીતે છેલા નંબર સુધી રમત ચાલુ રાખવી.
પ્રકાર: ટુકડી રમત પણ રમાડી શકાય. બે ટકડીને એકીસાથે આ રમત રમાડી શકાય. કઈ ટુકડી વહેલું પતાવી દે છે તે જોવું.
૪૫ : રમૂજી કૂચ સંખ્યા: આઠથી બાર.
સાધન: રમનાર દીઠ એક એક કપડાની પટલી અથવા થેલી. આ પોટલીમાં મોટો કોટ, ટોપે, ગામડિયાની ટોપી, દાઢી, મૂછ વગેરે બબ્બેત્રણ ત્રણ વસ્તુ બાંધવી.
તૈયારી: એક ગોળ વર્તુળમાં રમનારને ઊભા રાખી દરેકના હાથમાં એક એક પોટલું આપવું.
રમત: બેન્ડ વાગે એટલે એકબીજાએ પોતપોતાનાં પોટલાં અદલાબદલી કરવાં. સૌએ કૂદાકૂદ કરવી. બેન્ડ બંધ થતાં પોતાના હાથમાં જે પેટલું હોય તેને ખેલવું ને તેનાં જે જે કપડાં હોય તે પહેરવાં. વળી બેન્ડ વાગે એટલે સૌએ હો હો કરીને બૂમો પાડવી ને કૂદવું. જ્યારે કૂચનું (માર્ચ) બેન્ડ વાગે એટલે સૌએ એક એકની પાછળ ચાલતાં કૂચ કરવી. બે ત્રણ વાર મેદાન પર ફરીને ચાલ્યા જવું.
નોંધ: કયા પિટકામાં શું છે તેની ખબર પડવા દેવી નહિ. જેને જે કપડાં પહેરવાનાં આવે તે પહેરવાં જ પડશે.
વિશેષ: બાળકોના વિચિત્ર પહેરવેશથી બાળકોને અને જોનારને આનંદ થાય છે.
Page #53
--------------------------------------------------------------------------
________________
૪૬: રૂમાલ ઉપાડ સંખ્યા: સરખી સંખ્યાની બે ટુકડી. સાધન: એક ખિસ્સારૂમાલ.
મેદાન: પચીસથી પચાસ પગલાં દૂર સામસામે બે આડી રેખા દોરવી અને મધ્યમાં એક નાનું વર્તુળ દોરવું.
તૈયારી: બંને ટુકડીને સામસામે રેખા પર ઊભી રાખવી. વચ્ચેના વર્તુળમાં રૂમાલ મૂકો. બંને ટુકડીને ગિનતી બોલાવીને નંબર નક્કી કરી લેવા.
રમત: રમાડનાર વચ્ચે ઊભું રહે અને કહે: નંબર ‘એક’ એટલે બંને ટુકડીના એક, એક નંબર રૂમાલ પાસે આવે. બેમાંથી એક નજર ચૂકવીને રૂમાલ લઈ પોતાની ટુકડીમાં જતા રહેવું. પકડાયા વિના જે રીતે એ રૂમાલ લઈ જાય તેની જીત થઈ ગણાય. એ રીતે એક પછી એક દરેકને વારો આવે. અંતે જે ટુકડી વધુ નંબર જીતીને આવે, તે ટુકડીની જીત થઈ ગણાય.
૪૭ : લે લાડ સંખ્યા: દસથી બાર બાળકો. સાધન: કપડાંને ગૂંથેલ એક દડો અથવા ટેનિસને દડો.
તૈયારી: સીધી લીટી ઉપર એક કતારમાં એક સિવાય બધાં બાળકોને ઊભાં રાખવાં. સૌએ બંને હાથને બેબો કરી સામે ધરી રાખવે. દાવ દેનાર બાળકને દડો આપવો ને તે સૌની સામે ઊભું રહે.
રમત: સંજ્ઞા મળતાં દાવ દેનારે કોઈ પણ એક બાળકના ખોળામાં દડો મૂકો. દડો મૂકીને સૌની સામે જ દૂર ભાગવું. જેના હાથમાં દડો આવે તેણે દડાને એક હાથમાં પકડી ભાગતા બાળકને આંટવો. જો તે આંટી જાય તો એના એ જ બાળકને માથે દાવ રહે. ચૂકી જાય તે ચૂકવનાર બાળકને માથે દાવ આવે.
[ પર ]
Page #54
--------------------------------------------------------------------------
________________
૪૮ : વિચિત્ર &
સંખ્યા: દસથી વીસ.
સાધન: કાંઈ નહિ.
તૈયારી : એક હારમાં થોડે થોડે અંતરે એવી રીતે બેસાડવા કે અડધી કમાન જેમ આકાશ તરફ રહે, પગ અને હાથ જમીન પર રહે, પગ આગળ રહે ને માથું પાછળ. પગ તરફ દુર ૧૫–૨૦ કદમ આડી લીટી દોરવી.
પછૂટ
રમત: સીટી વાગે એટલે ચાર પગે એમ જ ચત્તા રહીને આગળ આગળ ચાલવું. બધાં બાળકોએ હદરેખા સુધી આવી જવું.
નોંધ: આ રમત વાંદરા જેમ ચાર પગે, દેડકા જેમ કૂદતા, એક પગે લંગડી કરતા, જોડિયા પગે કૂદતા, પાછા પગે ચાલતા, એમ જુદી જુદી ચાલ રાખીને પણ રમાડી શકાય.
વિશેષ: જુદી જુદી ચાલ ચાલતાં બાળકને મજા પડે છે. જોનારાને તુ તો ખૂબ આનંદ આવે જ છે.
મર્
૪૯: સાપની કાંચળી
સંખ્યા : આઠથી દસ જણની બે ટુકડીઓ.
સાધન; કાંઈ નહિ.
તૈયારી : સીધી લીટી પર બંને ટુકડીને ચારથી પાંચ ફ્રૂટને અંતરે
[ ૫૩ ]
Page #55
--------------------------------------------------------------------------
________________
પડખે પડખે ઊભી રાખવી. દરેક ટુકડીએ આગગાડીની માફક જોડાઈને ઊભા રહેવું. દરેક ટુકડીના પહેલા નંબરે પોતાને જમણો હાથ આગળથી નીચે નમીને બે પગની વચ્ચેથી પોતાને હાથ પાછળના બાળક તરફ લંબાવવો. બીજા નંબરે પોતાના ડાબા હાથથી આગળના બાળકનો જમણે હાથ પકડો અને પોતાને જમણો હાથ પોતાના બે પગ વચ્ચેથી ત્રીજા નંબરના બાળકને આપ. આ રીતે ઠેઠ સુધી હાથ પકડીને જોડાઈ જવું.
રમત: સીટી વાગે એટલે છેલ્લા નંબરે પોતાની જગ્યાએ બેસી જઈ સૂઈ જવું. એની ઉપરના બીજા બધાએ પાછા પગે ધીમે ધીમે ચાલતા એક પછી એક પહેલા નંબર સુધી સૂઈ જવું. આ ક્રિયા કરતી વખતે કોઈના હાથ છૂટવા જોઈએ નહિ.
પહેલા નંબરે સૂઈને તરત ઊઠીને આગળ ચાલવું. એ પછી બીજાએ ઊઠવું. એ પ્રમાણે દરેકે ઊઠીને મૂળ જે સ્થિતિમાં હતા તેમ આવી જવું. આ પ્રમાણે કઈ ટુકડી બરોબર કરે છે તે જોવું.
૫૦ : લંગડી -
મેદાનનું માપ: ૩૦ ફૂટના વ્યાસનું વર્તુળ. એક તરફ રા ફૂટ પહોળો અને ૫ ફૂટ લાંબો દરવાજો દોરવો.
સંખ્યા: નવ નવની બે ટુકડી. સાધન: કાંઈ નહિ.
તૈયારી: સિક્કો ઉછાળીને મેદાન અને દાવ દેવો વગેરે નક્કી કરવું. દાવ દેનારે દરવાજે એક હારમાં ઊભા રહેવું. દરવાજેથી ક્રમસર એક એક જણે અડવા જવું. દાવ લેનારે વર્તુળમાં ગમે ત્યાં ઊભા રહેવું.
નિયમો: દાવ દેનારના નિયમ (૧) વારા ફરતી એક એક જણે દરવાજામાંથી જ અડવા જવું. (૨) એક પગે ઠેકતાં અડવા જવું. (૩) વર્તુળમાં પ્રવેશો તે વખતે જમીન પર એક જ પગ હોય. (૪) પગ બદલાવી શકાય નહિ. (૫) જમીનને બીજો પગ કે હાથ ટેકવી શકાય
[૫૪]
Page #56
--------------------------------------------------------------------------
________________
નહિ. (૬) હાથ વડે જ અડકી શકાય. (૭) થાકી ગયે અથવા અકસ્માતથી વર્તુળમાં જ બંને પગ અથવા શરીરનો બીજો ભાગ સ્પર્શે તે ફાઉલ ગણાય. (૮) વારી પૂરી થાય એટલે બહાર નક્કી કરેલ રેખા ઉપર ઊભા રહી જવું. (૯) જરૂર પડે તો ફરી વાર અડવા જઈ શકાય.
વિશેષ: (૧) દરેક ટુકડીને બે વાર દાવ દેવામાં આવશે. જરૂર પડે તો હારજીત નક્કી કરવા ત્રીજી વાર રમાડાશે. બે રમત જીતનારની જીત ગણાશે.
(૨) પાંચ મિનિટ સુધી રમત ચાલશે.
(૩) દાવ દેનારે જેટલા માર કર્યા હશે તેથી બમણા ગુણ મળશે. અને દાવ લેનારને જેટલા ઠેકી આવ્યા હશે તેથી બમણા ગુણ મળશે. ફાઉલ દીઠ એક ગુણ કપાશે.
(૪) હાલમાં લંગડીની રમત ચોરસમાં રમાડે છે.
પ૧ : સંગીત મેજ
સંખ્યા: છ કરતાં વધુ.
સાધન: એક નાનું વર્તુળ દેરી રમાડનારે તેમાં ઊભા રહેવું. રમાડનારે હાથમાં ખંજરી કે એવું બીજ અવાજ કરી શકાય તેવું સાધન રાખવું.
તૈયારી: જેટલાં બાળકો રમનારાં હેય તેનાથી એક ઓછી સંખ્યા જેટલાં નાનાં મેજ અથવા ખુરસી સામે હદરેખા પર સીધી હારમાં ગોઠવી રાખવાં. દાખલા તરીકે, દસ જણ રમનાર હોય તો નવ મેજ રાખવાં. રમાડનારથી ૫૦ ફટ જેટલે દૂર હદરેખા પર મેજ મૂકવાં.
રમત: રમાડનારે ખંજરી વગાડવાનું શરૂ કરવું. ખંજરી વાગે એટલે રમનારે એક એક એકની પાછળ વર્તુળની ફરતાં ધીમે ધીમે દોડવું. ખંજરી વાગે ત્યાં સુધી દોડ્યા જ કરવું.
થોડીવારે રમાડનારે ખંજરી વગાડવાનું બંધ કરવું. જેવી ખંજરી વાગવી બંધ થાય એટલે રમનારાએ હદરેખા તરફ દોડવું ને કોઈ
[ પપ ]
Page #57
--------------------------------------------------------------------------
________________
પણ એક મેજ ઉપર બેસી જવું. એક મેજ ઉપર બેસવા બે જણાએ મહેનત ન કરવી. બધા બેસી જશે ને એક જણ બાકી રહેશે. બાકી રહી જાય તેને રમતમાંથી બાદ કરો.
વળી પાછી પ્રથમની માફક ખંજરી વાગે ને પાછા જઈને સી વર્તુળ ઉપર ગોળ ગોળ દોડે. આ વખતે એક મેજ ઓછું કરવું. થોડી વારે ખંજરી બંધ કરવી. સૌ દોડીને મેજ પર જઈ બેસે, એક જણ બાકી રહે તેને પણ રમતમાંથી બાદ કરવો. પાછું એક મેજ ઓછું કરવું. આ રીતે છેલ્લે બે રમનાર અને એક મેજ રહેશે. તેમાં જે મેજ પર બેસી જાય તેની જીત થઈ ગણાય.
પ્રકાર: આ રમતને બીજી રીતે રમાડી શકાય. સરખી સંખ્યાની બે ટુકડી પાડવી. એક ટુકડી દાવ આપે. દાવ આપનાર ટુકડીએ મેજને બદલે હદરેખા ઉપર ગોઠણ વાળીને ઘડાની જેમ બેસવું અને બીજી ટુકડી રમે. રમનાર વર્તુળ ઉપર ખંજરી વાગે એટલે દોડવું.
પ્રથમ સરખી સંખ્યા હશે એટલે કોઈ વધશે નહિ. પછીથી એક એક ઘડો (બાળક) ઓછો કરતા જવો અને રમનારને પણ (જે રહી જાય તેને) એક એક ઓછો કરવો.
આ રીતે એક વાર રમત પૂરી થયા પછી દાવ આપનાર (ઘોડા થયેલા) રમવા જાય અને રમનાર દાવ આપવા ઘોડા થઈને બેસે તે પ્રથમની માફક રમત શરૂ થાય. બધાને દાવ આવી જાય ત્યાં સુધી રમત ચાલુ રહે.
પર : સાપસીડી સંખ્યા: બેથી ચાર
સાધન: આ રમતને નકશો પૂંઠા પર છાપેલ તૈયાર મળે છે. એક છ આંકડાનો પાસો. દરેકને એક એક કૂકરી.
તૈયારી: રમતને નકશો જમીન પર મૂકી તેની ફરતા રમનારે બેસવું. પોતપોતાની કૂકરી પાસે રાખવી. કોઈ પણ એક જણે હાથમાં
[ ૫૬ ]
Page #58
--------------------------------------------------------------------------
________________
પાસ લે.
રમત: હાથમાં હલાવીને પાસો ફેંકો. જો એક દાણો આવે તે જ કૂકરી માંડી શકાય. પછી જેટલા દાણા આવે તે ચાલવાના. જો સીડીના નીચલે છેડે કૂકરી આવે તે સીડી ચડી જવી. જે સાપના મોંવાળા ખાનામાં કૂકરી આવે તે પૂંછડા સુધી નીચે ઊતરવાનું. આ પ્રમાણે જે ૧૦૦ ખાનામાં પ્રથમ પહોંચી જાય તેની જીત ગણાય. આ રીતે એક રહેતાં સુધી રમત ચાલુ રાખવી.
નોંધ: જે પાકી જાય તે રમતમાંથી બાદ થાય. દરેકની કુકરી જુદી જુદી રાખવી. જ્ઞાનબાજી કે સ્વર્ગસીડી નામની પણ આવી જ રમત છે. તેમાં મૃત્યુલોક, પાતાળ, નરક, સ્વર્ગ એમ લખેલ હોય છે.
વિશેષ: સીડી પર ચડવાનું અને સાપ આવે ત્યારે ઊતરવું; એમાં આ રમતને રસ ઝળવાઈ રહેલ છે.
પ૩ : સુદ્ધાબુદ્ધા
સંખ્યા: ચારથી પાંચ બાળકો. સાધન: દરેક પાસે એક એક લોટો.
તૈયારી: પ્રથમ અગલ કરીને આંગળીથી લખોટાને ફેંકીને ઈચવું. જે ટૅગ પડે તેના માથે દાવ લેવો.
રમત: વારાફરતી દાવ લેવો. પિતાના લખેટાને હાથમાં રાખીને વાંકા વળીને દાવ દેનારના લખાટાને જોરથી માર. વળી પિતાના લખેટાની જગ્યાએથી લાં ભરીને દાવ દેનારના લખેટાને આંટ. ભૂલે એટલે દાવ જાય. વારાફરતી દરેકે દાવ લેવો. બધાંએ દાવ લઈ લીધા પછી જેટલે દૂર લખોટ જાય ત્યાંથી દાવ દેનારે પોતાનો લખોટો હાથમાં લઈને અગલ સુધી લંગડી ઠેકતાં ઠેકતાં જવું. જો ઠેઠ સુધી ઠેકી જાય તો તેને માથેથી દાવ ઊતરે. જો વચ્ચે પગ માંડી દે તે જયાં પગ માંડે ત્યાંથી વળી પાછો સૌએ વારાફરતી દાવ લે.
[ પ૭ ]
Page #59
--------------------------------------------------------------------------
________________
નોંધ: દાવ લેનારે દાવ લેતી વખતે, લાંબું ભરતી વખતે અને દાવ દેનારના લટાને પોતાને લાટ મારતી વખતે નીચે મુજબ
બોલવું:
આટલે કર્યા સુદ્ધા, માર માર બુદ્ધા,
૫૪: સોનાનો પોપટ
સંખ્યા: સરખી સંખ્યાની બે ટુકડી. સાધન: કાંઈ નહિ.
તૈયારી: દસથી પંદર ફટને અંતરે બંને ટુકડીને સામસામી બેસાડવી. દરેક ટુકડીને રમનારમાંથી જ એક એક નાયક નીમ. નાયકે ઊભા રહેવું. નાયકે મળીને પોતાની ટુકડીના દરેકનું એક એક નામ પાડી રાખવું. સામાવાળાને ખબર ન પડે તેમ નામ પાડવાં. પોપટ, મેના, કેરી, રીંગણું વગેરે નામ પણ પાડી શકાય.
રમત: કોઈ એક ટુકડીના નાયકે સામેની ટુકડીમાં જઈને બેઠેલ એક જણની પાછળ જઈને હાથ વડે આંખે દાબી રાખવી ને પછી નીચે પ્રમાણે બોલવું:
મારો સેનાને પોપટ (અથવા પોતાની ટુકડીવાળા લપકે કે ઝબકે,
કોઈ પણ એકનું નામ) તાળી પાડીને બેસી જજે. જેમ હતો એમ ને એમ.
પિતાનો નાયક જેનું નામ બોલે તેણે ઊભા થઈને નાયકે જેની આંખે દબાવી રાખી હેય તેના હાથે તાળી દઈને પિતાની જગ્યાએ બેસી જવું. પછી નાયકે પેલાની આંખ ઉઘાડીને કહેવું: “બેલો, કોણ તાળી દઈ ગયું?” એ બાળકે કઈ એકનું નામ (મૂળ બાળકનું નામ) લેવું જો
[ ૫૮ ]
Page #60
--------------------------------------------------------------------------
________________
ઓળખી જાય તે તે બાળકે રમતમાંથી બાદ થવું. જો નામ ખાટું પડે તે નામ બોલનાર બાળકે રમતમાંથી બાદ થવું.
એ પછી સામા પક્ષની ટુકડીના નાયકે સામાવાળાની ટુકડીમાં જઈને ઉપર પ્રમાણે કરવું. આ રીતે વારાફરતી દાવ લેતાં કોઈ એક ટુકડીના બધા સભ્ય બાદ થઈ જતાં સુધી રમત ચાલુ રહે.
નોંધ: છોકરા–છોકરીઓ બંને આ રમત રમી શકે છે. વિશેષ: બાળકની સ્પર્શથી ઓળખવાની શકિત ખીલે છે.
પ૫ : શિવાજી કહે છે સંખ્યા: દસથી વીસ જેટલી. સાધન: કાંઈ નહિ. તૈયારી: કતારમાં સૌને કદમખેલ કરીને ઊભા રાખવા.
રમત: શિક્ષક સામે ઊભા રહી કવાયતના હુકમ આપે. પણ જે હુકમની પહેલાં ‘શિવાજી કહે છે” એમ બોલે તો જ એ હુકમ પ્રમાણે વર્તવું. જેમ કે, ‘શિવાજી કહે છે: હોશિયાર!” તે હોશિયાર થવું. અને જે માત્ર “દહીને રૂખ” કહે, તો દહીને રૂખ થવું નહિ. જે કોઈ ભૂલ કરે તેને રમતમાંથી બાદ કરવા. એ પ્રમાણે બધાં બધાં બાળકો બાદ થાય ત્યાં સુધી રમત ચાલુ રાખવી. " નોંધ: આ રમતમાં કવાયતના હુકમો સિવાય બીજાં વ્યવહારુ સૂચને કે આશાઓ પણ આપી શકાય. જેમ કે, બેસી જાવ, ઊભા થાવ, કૂદકા મારો, દોડો વગેરે.
વિશેષ: આ રમત બાળકોને બહુ ગમે છે. આ રમતમાં બરાબર સાંભળીને કિયા કરવી પડે છે. તેમાં એ ‘શિવાજી કહે છે એ પ્રમાણે કહે, તો જ ક્રિયા કરવાની છે, એનું સતત ધ્યાન રાખવું પડે છે. - વર્ગમાં પણ આ રમત રમાડી શકાય.
[ ૧૮ ]
Page #61
--------------------------------------------------------------------------
________________
પ૬ : હોળીનું નાળિયેર
તૈયારી: હેળીના દિવસોમાં નાળિયેર વડે આ રમત રમવાની છે. આ રમતમાં જેટલાને રમવું હોય તેટલાને સાવ પાસે પાસે ઊભા રાખીને ગળાકારે ઊભા રાખવા. એક જણ રમાડનાર અલગ રહે. બીજો એક જણ ખંજરી કે એવું કોઈ એક વાજિંત્ર વગાડે. રમનાર તરફ પીઠ ફેરવીને ઊભો રહે.
રમત: કોઈ પણ રમનાર એક જણના હાથમાં નાળિયેર આપે. નાળિયેર છોડાવાળું રાખવું. નાળિયેરના બદલામાં વોલીબોલ કે ફૂટબોલ પણ રાખી શકાય. રમાડનાર સંશા કરે એટલે ખંજરીવાળો ખંજરી વગાડવી શરૂ કરે. ખંજરી વાગે એટલે પેલું નાળિયેર ઘંટી ફરે તેમ બાજુ બાજુવાળાને હાથે હાથ આપીને ફેરવે. દરેક જણની પાસે નાળિયેર આવે એટલે એણે બે હાથથી નાળિયેર ઝાલીને તરત બીજાને આપી જ દેવું.
પણ જેવી ખંજરી વાગતી બંધ થાય એટલે કોઈએ નાળિયેર ઝાલવું નહિ. એ વખતે જેના હાથમાં નાળિયેર રહી ગયું હશે તે રમતમાંથી બાદ થશે. વળી ખંજરી વાગતાં નાળિયેર હાથોહાથ પસાર થશે. ખંજરી વાગતી બંધ થયે જેની પાસે નાળિયેર હશે તે બાદ થશે. આ પ્રમાણે થોડી થોડી વારે ખંજરી વાગતી બંધ થશે ને એક એક જણ રમતમાંથી બાદ થતું જશે.
આ રીતે છેલ્લે બે જણ રહેશે, તે સામસામે ઊભા રહીને નાળિવેર લેશે ને દેશે. ખંજરી બંધ થતાં જેના હાથમાં નાળિયેર નહિ હોય તેની જીત થશે.
નાળિયેર પસાર કરતી વખતે નીચે પડી જશે. તો લઈને પાછું પસાર કરવું પડશે. ખંજરી બંધ થયા પછી જે નાળિયેર લેશે તે રમતમાંથી બાદ થશે. જેમ જેમ બાદ થતા જશે તેમ તેમ વર્તુળ નાનું નાનું થતું જશે. રમાડનાર વચ્ચે રહેશે ને તે નાળિયેર તરફ ધ્યાન રાખી કોણ બાદ થાય તેનું ધ્યાન રાખશે. જેને તે બાદ થવાનું કહેશે તેણે બાદ થવું પડશે.
[ ૬૦ ]
Page #62
--------------------------------------------------------------------------
________________
૧૭: હાથીની સૂંઢ
સંખ્યા: દસથી વીસ કે તેથી વધુ.
સાધન : કાંઈ નહિ.
તૈયારી: બાળકોની સંખ્યા પ્રમાણે મેદાન પસંદ કરવું. બનતાં સુધી આ રમત માટે મોટું મેદાન જ પસંદ કરવું. તેની હદ કેટલી છે તે બાળકોને જણાવી દેવું. દાવ દેનાર એક બાળક સિવાય બીજા બાળકો મેદાનમાં છટાં છૂટાં ફાવે ત્યાં ઊભાં રહે.
રમત : સંજ્ઞા થતાં દાવ દેનાર બાળકે ડાબા હાથવતી જમણા કાનને પકડવો. હાથની બનેલી આ ગોળાઈમાંથી જમણા હાથને પરોવીને આગળ લટકતો રાખવો. આ દેખાવ હાથીની સૂંઢ જેવો જણાશે. દાવ દેનારે જમણા ( લટકતા) હાથથી બીજાને અડવા માટે દોડવું. જો હાથી કોઈને અડકી
જાય તો તેણે સૂંઢની નકલ છોડી દઈને હદની બહાર દોડીને જતા રહેવું. જે પકડાઈ જાય તેણે પણ દોડીને હદની બહાર ભાગી જવું. બીજાં બાળ
[ 1 ]
Page #63
--------------------------------------------------------------------------
________________
કોએ એ બંનેને હદની બહાર ન જાય ત્યાં સુધી ધીમા ધીમા ઘૂસ્તા મારવા. હાથી પ્રથમ અડવા આવે ને કોઈને અડ્યા પહેલાં જ પોતાના હાથ છૂટા થઈ જાય તે પણ બીજાઓ તેને શુંમાં મારી શકે તેણે માર ન ખાવા માટે બધાંથી બચીને હદની બહાર આવતા રહેવું.
હાથી જે એક બાળકને અડી જાય એ અને હાથી બંને બહાર આવી જાય. પછી બંને જણ એક એક હાથના આંકડા ભીડીને બીજાને અડવા જાય. આ વખતે બંને બાળકો પોતાના છૂટા રહેલ એક એક હાથથી બીજાને અડી શકશે. આ પ્રમાણે કોઈ એક બાળક પકડાય એટલે ત્રણે બાળકોએ દોડીને હદની બહાર જતા રહેવું. પછી ત્રણ જણે આંકડા ભીડીને જવું. આમ છેવટે એક જણ દાવ લેવા માટે રહે ત્યાં સુધી રમત ચાલુ રહે.
નોંધ : ઘુમા જોરથી મારવા નહિ. દાવ દેનારે શુંમા મારવાના નથી. લંગરમાંથી અડકી ન જવાય તેમ દાવ લેનાર આંકડા છોડાવી શકે છે.
વિશેષ: બાળકો આંકડા ભીડીને અડવા જાય છે એ દશ્ય હાસ્યજનક છે. એકબીજાને મારવાનું આવે છે, તેથી પણ રમતનો રસ જળવાઈ રહે છે.
૫૮: હારીઓ સંખ્યા: ચારથી પાંચ બાળકો. સાધન: કોડીઓ.
તૈયારી: કાઢેલી કોડીઓને આડી હારમાં ગોઠવવી-પૈત, દોત નક્કી કરવા.
રમત: આ રમત લૂંઝાની માફક જ રમવાની છે. પરંતુ ફેર એટલો છે કે, આ રમતમાં કોડીઓને એક પછી એક મૂકીને સીધી હારમાં ગોઠવીને જમીન પર મૂકવાની છે તે આંટતી વખતે એક લાંબું ભરીને હારને આંટવાનું છે. બીજા બધા નિયમો લૂંઝાની રમત પ્રમાણે ગણવાના છે.
[ ૬૨ ] '
Page #64
--------------------------------------------------------------------------
________________
પ૯ : હીર
સંખ્યા: બે જણ. સાધન: બે દાંડિયા (અથવા બે પરોણા).
તૈયારી: એક લીટી દોરવી અથવા નાનું ઊભા રહી શકાય તેવું વર્તુળ દોરવું. બે બાળકોમાંથી એકને દાવ દેનાર અને બીજાને દાવ લેનાર તરીકે નક્કી કરવા. બંનેને એક એક દાંડિયો આપ. દાવ દેનારે વર્તુળમાં પગ પહોળા કરીને ઊભા રહેવું. તેણે બંને હાથ ઊંચે માથા પર સીધા કરવા. તેના હાથમાં પહેલી આંગળી અને અંગૂઠાની વચ્ચેના ભાગમાં સ્ટેન્ડ જેમ બંને હાથ ઉપર એક એક છેડો રહે તેમ આડો દાંડિયો મૂકવો.
રમત: સંજ્ઞા થતાં, દાવ લેનાર બાળક દાવ દેનારની પાછળ ઊભા રહેવું અને તેના દાંડિયાના એક છેડાને બે હાથ વતી પકડીને બીજા છેડા વતી દાવ દેનારના દાંડિયાને પોતાની પાછળની બાજુએ ઉછાળીને દૂર ફગાવી દેવો. આ રીતે દાવ દેનારને દાંડિયો દૂર ઊડી પડતાં તેણે પોતાની
[ ૬૩ ]
Page #65
--------------------------------------------------------------------------
________________
જગ્યાએથી મોંએથી “હી ...” એમ બોલતા દોડવું. દાંડિયાને લઈને પાછું મૂળ જગ્યાએ આવીને “ર” એમ બોલવું. આમ કરતાં વચ્ચે જે શ્વાસ અટકી પડે, તે વળી પાછો એના માથે જ દાવ આવે, નહિ તે દાવ લેનારે દાવ આપવો.
નોંધ: નાનાં બાળકોને હતુતુની રમત રમાડતાં પહેલાં આ “હીર”ની રમત રમાડવી જોઈએ. આ રમતથી શ્વાસ લાંબો વખત સુધી રહે તેની તાલીમ મળે છે. વળી, હીર એટલે શકિત. ખાસ કરીને ફેફસાંની શકિત કેટલી છે તેવો અર્થ થાય છે. આમ, રમતાં રમતાં જ બાળકોનાં ફેફસાં મજબૂત બનતાં રહે છે.
વિશેષ: આ રમત બાળકો પોતાની મેળે જ રમી શકે છે. એમાં શિક્ષકની જરૂર પડતી નથી.
[ ૬૪ ]
Page #66
--------------------------------------------------------------------------
________________
દેશી રમતો
[ પંદરથી મેટી ઉંમરના માટે
Page #67
--------------------------------------------------------------------------
Page #68
--------------------------------------------------------------------------
________________
૧ : અક્ષર-રમત સંખ્યા: સરખી સંખ્યાની બે ટુકડીઓ. એક ટુકડીમાં ચારથી પાંચ બાળકો રાખવાં.
સાધન: જેટલી ટુકડી એટલાં કાળાં પાટિયાં (બ્લેકબોર્ડ), ચોક, લૂછણિયું.
કાળી
છે
- 9ળ પાછું
જે
પ્રસ્થાના
તેયારી થઇ .નું અદી
તૈયારી: ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ટુકડીઓને ઊભી રાખવી. બે ટુકડીની વચ્ચે છથી આઠ કૂટનું અંતર રાખવું. ટુકડીથી પાટિયાનું અંતર બાળકેની ઉંમરના પ્રમાણમાં આઘે નજદીક રાખવું. દરેક ટુકડીને આગલા બાળકના હાથમાં ચોક આપ. જેટલા અક્ષરનો શબ્દ નક્કી કર્યો હોય તેટલાં બાળકો દરેક ટુકડીમાં રાખવાં.
રમત: સંજ્ઞા મળતાં દરેક ટુકડીના પહેલા નંબરે દોડતા જઈને પિતાની સામેના પાટિયામાં નક્કી કરેલ શબ્દને પહેલો અક્ષર લખો. લખીને પોતાની ટુકડી તરફ દોડતા આવીને તેના પછીના બાળકના હાથમાં ચેક આપી દેવો ને પોતે પોતાની ટુકડીમાં છેલ્લે ઊભા રહી જવું, બીજાએ જઈને બીજો અક્ષર, ત્રીજાએ ત્રીજો એમ આખી ટુકડીએ શબ્દ પૂરો કરવે.
નોંધ: કઈ ટુકડીએ ઓછા સમયમાં કંઈ ભૂલ કર્યા વિના સારા અક્ષરે શબ્દ લખ્યો છે, તે જોવું. દરેક બાળકે પોતાનું નામ લખવું. વાકયો પણ આપી શકાય. દરેકે એક એક શબ્દ લખવો. આ રમતથી અક્ષરો સારા થાય છે, તેમ જ પાટિયા પર ચેકથી લખવાની ટેવ પડે છે.
[[ ૬૭ ]
Page #69
--------------------------------------------------------------------------
________________
૨: અઠિયે
સંખ્યા: બેથી ચાર.
સાધન: ચાર કોડીઓ, રમનાર દીઠ ચાર ચાર કૂકી કે નાની વસ્તુઓ કાંકરા, કચૂકા, પરબોળિયા વગેરે. બંનેનાં એક એક પત (પાટ).
તૈયારી: સામસામે બેસીને જમીન પર કે લાદી પર ચિત્ર પ્રમાણે પાટ (પત) આંક. પૂંઠા ઉપર કે લાકડા ઉપર દોરીને પાકો પાટ પણ બનાવી શકાય.
રમત: સોગઠાંબાજીની માફક ચાર કોડીથી રમત શરૂ કરવી. જેટલા દાણા આવે એટલા ખાનામાં પતને ચલાવીને મૂકવું. બધી ઊંધી કોડી પડે તો ચાર દાણા. ત્રણ ઊંધી ને એક ચત્તી એ એક દાણ, બે ચત્તી
[ ૬૮ ]
Page #70
--------------------------------------------------------------------------
________________
એ બે દાણા અને ત્રણ ચત્તીએ ત્રણ દાણ ગણવા. જો ચારે ચત્તી પડે તે તેને ‘અઠિયો’ કહેવાય છે. અઠિયો હોય તો આઠ દાણા આપવા, જ્યારે અઠિયો અને ચાર દાણા આવે ત્યારે બીજી ઢાળ નાખવી.
પાટમાં તીરથી દિશા બતાવી છે તે પ્રમાણે ચાલવું. જ્યાં ચેકડી છે તે ફલ ગણવાં. વચ્ચેના રસમાં પાકવાનું છે. બીજા બધા નિયમો સોગઠાબાજી પ્રમાણે જ પાળવાના છે.
નોંધ: આ જૂની રમત છે. સોગઠાબાજીની પૂર્વતૈયારીરૂપે આ રમત ગામડામાં ઠીક પ્રમાણમાં રમાય છે.
૩: અંકવર્તુળ સંખ્યા: બેથી ચાર. સાધન: ચિત્રમાં બતાવ્યા પ્રમાણે પૂંઠાનું કે લાકડાનું ગોળ વર્તુળ,
છે
:::::
::::
R
R
'હા
[ ૬૯ ]
Page #71
--------------------------------------------------------------------------
________________
આંખે બાંધવાને પાટો, પેન્સિલ.
તૈયારી: વચ્ચે વર્તુળ મૂકીને સામસામે બંનેએ બેસવું. એક જણની આંખે પાટા બાંધવો ને હાથમાં ઊંધી પેન્સિલ આપવી. પાટાને બદલે કોઈ બીજાએ દાવ લેનારની આંખો દાબી રાખવી.
રમત: આંખે પાટો બાંધ્યા પછી દાવ દેનારને વર્તુળ ઉપર પેન્સિલ મૂકવા કહેવું. એ પહેલાં વર્તુળને એક-બે વાર આમતેમ ગોળ ગોળ ફેરવી લેવું. દાવ લેનાર વર્તુળ પર જે અંક ઉપર પેન્સિલ મૂકે એટલા તેના ગુણ ગણવાના. એ પછી બીજાએ એ રીતે દાવ લે. એમ વારાફરતી દાવ લેતાં જેના ગુણ ૨૫ કે એથી વધુ જે નક્કી કર્યા હોય તેટલા ગુણ પ્રથમ થઈ જાય તેની જીત થઈ ગણાય.
નોંધ: દાવ લેનારની પેન્સિલ રેખા ઉપર પડે તે ફરી વાર વારો આપવો. જો વર્તુળની બહાર કે અંદરના શૂન્યવાળા વર્તુળમાં પેન્સિલ પડે તે ૦ (શૂન્ય) ગણાય.
બબે જોડીદાર બનીને પણ રમત રમી શકાય.
૪: આંબલી પીપળી સંખ્યા: બેથી વીસ.
સાધન: ચડી શકાય તેવું નીચી ડાળોવાળું ઝાડ લીમડ, પીપળે કે વડલો, અથવા તો બાળમંદિરનું લપસણું, દોઢેક ફૂટ જેટલી લંબાઈને એક દડી.
તૈયારી: ઝાડના થડ પાસે એક કૂંડાળી દોરવી. એ બે બાળકો સિવાય બધાએ ઝાડ ઉપર ચડી જવું. દાવ કોના માથે આવે તેના માટે પાકવાની રીતથી નક્કી કરવું. અથવા પ્રથમ સૌએ દંડિકાને એક પગ ઊંચો કરી તેની નીચેથી ઘા કરીને દૂર ફેંકવો. જેનો સૌથી નજીક પડે તેને માથે દાવ લે. જેનો ઘા સૌથી વધારે દૂર ગયો હોય તે દાવ લેવા માટે રહે.
[ ૭૪ ]
Page #72
--------------------------------------------------------------------------
________________
રમત: દાવ લેનાર બાળકે એક પગને ઊંચકીને તેની નીચેથી દંડિકાને દૂર ફેંકો. દાવ દેનારે દોડીને દંડિકો લાવવો અને કૂંડાળીમાં મૂકીને બીજા બાળકોને અડવા માટે પ્રયત્ન કરો. દાવ લેનારે ઘા કરીને ઝાડ પર ચડી જવું. દાવ લેનારે લાગ જોઈને નીચલી ડાળેથી કૂદી પડવું. દાવ દેનારે અડી શકાય તેમ હોય તેને અડવા માટે અહીંથી તહીં દોડાદોડ કરવી. જરૂર પડે તો ઝાડ પર પણ ચડી જવું. | દાવ લેનારે પકડાયા પહેલાં દડીકાને જો લઈ લીધો હોય કે અડકી ગયા હોય તો દાવ દેનાર તેને અડી શકે નહિ. એ રીતે જે દંડીકાને અડી જાય, તે જે અડક્યો હોય તેણે દંડીકાને દૂર ફેકવો. બીજા સૌ ઝાડ પર ચડી જાય ને પ્રથમની જેમ રમત ચાલુ થાય.
પણ જો દડીકાને કોઈ અડે નહિ તે પહેલાં કોઈને દાવ દેનાર અડી જાય, તો તેને માથે દાવ દેવાનો વારો આવે. " નોંધ: કોઈએ હાથે કરીને અડવું નહિ. દાવ દેનારે વર્તુળમાં પગ રાખીને ઊભા રહેવું નહિ.
વિશેષ: આ રમતથી બાળક ઝાડ પર ચડતાં ઊતરતાં અને ઝાડ પરથી કૂદી પડવામાં હેશિયાર બને છે.
પઃ આંધળાનું ગાડું સંખ્યા: ચાર કે પાંચ પાંચની સંખ્યાની બે ટુકડી.
સાધન: ટુકડી દીઠ બે ધોતિયાં કે ઓછાડ. બાળકોને એક જણ સિવાય દરેકને આંખે બાંધવાના પાટા.
તૈયારી: બંને ટુકડીને સીધી લીટી પર અલગ અલગ ઊભી રાખવી નાયકે સૌથી છેલ્લે ઊભા રહેવું. દરેક ટુકડીનાં બાળકોએ એકની પાછળ એક ઊભા રહેવું. દરેક આગળના બાળકના ખભા પકડી રાખવા. આગળના બાળકના બંને બાવડે ધોતિયાનો એક એક છેડો બાંધીને લગામની જેમ
[ ૭૧]
Page #73
--------------------------------------------------------------------------
________________
હદરેખા
– ૫૦% ૬૦ ર અંતર
»
૩ssીના નાયક
પ્રસ્થા રેખા
કરીને પાછળ નાયકે બે હાથથી બંને છેડા પકડવા. નાયક સિવાય ચારે જણની આંખે પાટા બાંધવા. સામે ૫૦ થી ૬૦ ફૂટ જેટલે દૂર હદરખા દોરવી.
રમત: સીટી વાગે એટલે દરેક ટુકડીએ સામેની હદરખા તરફ ઊપડવું. નાયક ટુકડી આડીઅવળી થઈ ન જાય તેની સાવચેતી રાખવી. જે ટુકડી હદરેખા સુધી પ્રથમ પહોચે તેની જીત થઈ ગણાય.
નોંધ: નાયકે વધારે સાવચેતી રાખવી. નાયકે લગામના ઇશારાથી પોતાની ટુકડીને આગળ દોડાવવી.
૬ : ઓશીકાં યુદ્ધ સંખ્યા: બે જણ.
સાધન: પાંચથી છ ફૂટ લાંબા બે થાંભલા, ૧૦ ફૂટ લાંબી જાડી વળી, બે ઓશીકાં.
તૈયારી: બે થાંભલા બેડી વળીને આડી બાંધવી. તેની ઉપર બને બાળકોને બેસાડવા. બંનેને હાથમાં એક એક ઓશીકું આપવું. રમત: સંશા મળતાં બંનેએ સામસામા ઓશીકાં વડે યુદ્ધ કરવું.
[ ૭૨ ]
Page #74
--------------------------------------------------------------------------
________________
જે વળી પરથી નીચે જમીન પર પાડી નાખે તેની જીત થઈ ગણાય.
નોંધ: વળી એટલી ઊંચી રાખવી કે જમીનને પગ અડકે નહિ તેમ જ જમીનથી પગ બે ફટથી વધારે ઊંચા જાય નહિ. રમનારે બીજા હાથથી વળીને પકડી રાખવી. વળી પર ઘડાની માફક બેસાડવા. જેના હાથમાંથી ઓશીકું વછૂટી જઈ જમીન પર પડી જશે તેની હાર થઈ ગણાશે. ઓશીકા સિવાય શરીરના બીજા ભાગથી મારામારી કરવાની નથી. વળી લાંબી હોય તો એક જ સ્ટેન્ડ પર બે અથવા તેથી વધુ જોડીને રમાડી શકાય. વારાફરતી એક એક જોડીને રમાડવી.
| ૭ : અંતકડી
(અંત્યાક્ષરી). સંખ્યા: સરખી સંખ્યાની બે ટુકડી ૧૦ થી ૨૦.
તૈયાર: બંને ટુકડીને સામસામી બેસાડવી. આ રમત વર્ગમાં કે ઘરમાં રમી શકાય છે. રમાડનારે બંને ટુકડીની વચ્ચે બેસવું. રમત: કોઈ એક ટુકડીમાંથી એક જણે નીચે પ્રમાણે કહેવું:
અંતકડી દંતકડી,
કોને માથે ભીંત પડી ! એ પછી સામેની ટુકડીએ ડ ઉપરથી શરૂ થતું ગીત બોલવું. એ પ્રમાણે ગીતને છેડે આવતા અક્ષર ઉપરથી સામસામે ગીત ગાવાં.
નોંધ: ળને બદલે લ અને ણને બદલે ન ગણવ. ગીતની ઓછામાં ઓછી એક કડી બોલવી. ગીત સિવાય દુહા, શ્લોક વગેરે પણ બોલી શકાય. એક વાર બોલાઈ ગયેલું ગીત ફરી વાર બોલવું નહિ. પ્રચલિત ગીત આખી ટુકડીએ ગાવું.
રમાડનાર એક-બે ત્રણ કહે ત્યાં સુધી મળેલ અક્ષર પરથી જે ટુકડી ગીત બોલી શકશે નહિ તેની હાર થઈ ગણાશે. વિશેષ: બાળકો ગીત શીખે છે અને ગાવાની ટેવ કેળવે છે.
[ ૭૩ ].
Page #75
--------------------------------------------------------------------------
________________
૮: ઊભી ખો
મેદાન: સંખ્યા મુજબ ગોળ વર્તુળ સંખ્યા: બલ્બની ગમે એટલી જોડી.
તૈયારી: એક જોડી સિવાય બધી જોડીઓને (એકની પાછળ બીજો ઊભો રહે તેમ) ગોળ વળ પર સમાંતરે ઊભી રાખવી. બચત જોડીના એક જણને દાવ લેનાર અને બીજાને દાવ લેવા નક્કી કરવા.
IIIIII
Sindi,
દાવલેર
& ELLER
દાવદti૨
Uક
રમત: દાવ દેનાર દાવ લેનારને પકડવા દોડે. દાવ લેનારે બચવા માટે કોઈ પણ જોડીની આગળ ઊભા રહેવું. જે જોડીની આગળ દાવ લેનાર ઊભે રહે તે જોડીના છેલ્લા નંબરે (ત્રીજાએ) ભાગવું–તે દાવ લેનાર બની જશે. આ રીતે દાવ લેનાર દરેકે જોડીની આગળ ઊભા રહીને અડાતાં બચવું. જે કોઈ જોડીની આગળ ઊભા રહ્યા પહેલાં પકડાઈ જશે તે પકડાઈ ગયો ગણાશે. પછી પકડાઈ જનાર દાવ દેવા જશે. આ રીતે સૌ થાકે ત્યાં સુધી રમત ચાલુ રહેશે. નોંધ: આ રમતમાં હાર-જીત જેવું નથી.
તે [ ૭૪ ]:
Page #76
--------------------------------------------------------------------------
________________
૯: કૂકડાની લડાઈ
સંખ્યા: બે જણ.. સાધન: બે લાકડી. તૈયારી: ચિત્રમાં બતાવ્યા પ્રમાણે બે બાળકોને બેસાડવાં.
*
*
*
rs = R *
*
* *
*
રમત: સંજ્ઞા મળતાં બંનેએ આ જ સ્થિતિમાં રહીને સામ સામે ધક્કાબક્કી કરવાની છે. જે પડી જાય, જેના હાથના આંકડા છૂટી જાય તે હાર્યો ગણાય.
નોંધ: આ પ્રમાણે બબ્બેની જોડીને રમત રમાડવી.
૧૦ : કાંઠલા પસાર (શટલ રીલે) સંખ્યા: ચાર ચાર જણાની ચાર ટુકડી. સાધન: ચાર કાંઠલા અથવા નાની લાકડી
તૈયારી: મેદાનમાં બતાવ્યા પ્રમાણે સરખે અંતરે ચારે ટુકડીઓને ઊભી રાખવી. દરેક ટુકડીના નાયકોના હાથમાં કાંઠલો આપવો.
રમત: સંજ્ઞા મળતાં આગળ દોડીને પિતાના ભેરુને કાંઠલો આપી
[ ૭પ ]
Page #77
--------------------------------------------------------------------------
________________
= =
= =
સમજાતી૦મ કરી * ઘરેકડી • હું રેકડી 0 ૨a ટુકડી
d.
'૦,
દવે. ભેરુએ જે કાંઠલો મળે કે તરત છોડીને ત્રીજા ભેરુને આપી
અને અની જગ્યાએ ઊભા રહી જવું. છેલ્લાએ પ્રસ્થાનરેખા ઉપર જવું. કઈ ટુકડા પ્રથમ આવે છે તે જોવું.
નોંધ: કાંઠલાને બદલે દડો પણ રાખી શકાય. મેદાનનું અંતર બાળકના ઉમરને ખ્યાલમાં રાખીને વધુ ઓછું રાખવું.
[ ૭૬ ]
Page #78
--------------------------------------------------------------------------
________________
૧૧ : કિત્તીકિત્તી
સંખ્યા : ચાર—ચાર કે છ—છની બે ટુકડી. સાધન: થાંભલા, ઓટલા કે ભીંત.
તૈયારી : એક ટુકડી દાવ લે અને બીજી દાવ દે. દાવ દેનાર ટુકડીએ એકબીજાની પાછળ ઊભા રહીને એકબીજાની કમરમાંથી પકડી ઘોડીની માફક વાંકા વળી જવું. સૌથી પહેલાએ થાંભલાને પકડી રાખવા. દરેકે પોતાના માથાને બાજુમાં નમતું રાખવું. પગ પહોળા રાખવા. એકબીજાએ સાવ પાસે પાસે રહેવાનું છે. દાવ લેનાર ટુકડીના દરેકે દાવ લેનારની પીઠ તરફ ૨૦–૨૫ પગલાં દૂર જઈને ઊભા રહેવું.
રમત સીટી વાગે એટલે દાવ લેનારે કોઈ પણ એક જણે દોડતા આવીને દાવ લેનારની પીઠે હાથનો ટેકો દઈને કૂદીને સવારી કરી જવાની છે. એક જણ કૂદીને બેસી જાય પછી એવી જ રીતે બીજાએ અને છેલ્લે સુધી સવારી કરી જવાની છે. સવારી કર્યા પછી દાવ લેનારના શરીરનો કોઈ પણ ભાગ જમીનને અડકી જશે, તો તે ટુકડીએ દાવ આપવાના રહેશે. દાવ દેનારમાંથી કોઈએ નીચે બેસી જવાનું નથી. તેમ છતાં વજન લાગવાથી કોઈ પણ એક જણ પણ બેસી જશે તો તેણે ફરી વાર હાવ આપવા પડશે. આ રીતે ભૂલ થયા વિના દાવ લેનાર ટુકડી સવારી કરી જાય, પછી એ ટુકડીના સૌથી આગળના વિદ્યાર્થીએ પોતાના એક હાથને ઊંચા કરી તેની મરજી આવે તેટલાં આંગળાં ધરી બાલવાનું છે : ‘કિત્તીકિત્તી?' એ વખતે દાવ દેનાર જે સૌથી આગળ ઘોડી છે તેણે જવાબ દેવાનો: બે બે' કે 'તીન સીન.' જો ઉપરવાળાએ રાખેલ આંગળીની સંખ્યા બરોબર નીકળે તો દાવ પૂરો થાય, નહિ તો ત્યાં સુધી દાવ લેનાર ઉપર જ બેસી રહે અને આંગળાં બદલ બદલ કરીને ‘કિન્નીકિત્તી'
બાલ્યા કરે.
નોંધ: એક ટુકડીના દાવ પૂરો થતાં આ રીતે જ બીજી ટુકડીના
દાવ લેવા.
[ ૭૭ ]
Page #79
--------------------------------------------------------------------------
________________
આ રમતમાં સવારી કરતી વખતે આંચકા મારવાના નથી કે પછડાવાનું નથી. રમનાર સરખેસરખા રાખવા. એકાદ જણ નરમ રાખવાથી તે ટુકડીને અને એ રમનાર બંનેને શોષવું પડે છે.
દાવ દેનારે અદ્ધર જોયા વિના સંખ્યા બોલવાની છે. દાવ દેનારે પાંચ આંગળાંથી વધારે રાખવાનાં નથી. મૂઠ રાખી શકાય. નીચેવાળાએ કાંઈ નહિ. એકે નહિ કહેવું.
૧૨ : ખારોપાટ મેદાનનું માપ: લંબાઈ ૮૯ ફટ, ૧ ઈંચ, પહોળાઈ ૨૩ ફટ, આડી પાળી ૧૦ રહેશે ને તેની પહોળાઈ ૧૩ ઇંચ અને ભપાટી ૧૩ ઇંચ પહોળી હશે. દરેક ખાલી ચોક ૧૧૮૧૦ ફટને રહેશે.
સંખ્યા: નવ-નવની બે ટુકડી.
તૈયારી: દાવ દેનારમાંથી એક જણ ભપાટી ઉપર અને બીજા આઠ જણ પહેલી સિવાય એક એક જણ આડી પાટી ઉપર ઊભા રહી જાય અને દાવ લેનાર પહેલી પાટીની સામે ઊભા રહેશે.
રમત: સંજ્ઞા મળતાં રમત શરૂ થશે. મોભવાળો તાળી મારશે અને બીજી પાટીના ચેકમાં પગ મૂકીને પહેલી પાટીએ આવશે, એટલે રમત શરૂ થશે.
દાવ દેનારના નિયમો: પોતાની પાટીમાં રહીને અડી શકશે. હાથથી જ અડકી શકાશે. અડીને તરત કરી શકાશે નહિ અથવા જમીન પર શરીરના બીજા કોઈ પણ ભાગથી સ્પર્શ કરી શકાશે નહિ. અડકતી વખતે બંને પગ જમીન પર જ હોવા જોઈએ. મોભવાળા મોભપાટીમાં રહીને અડી શકશે. તેને પગ અદ્ધર થશે તો પણ ચાલશે. પહેલી પાટી પર મોભ જઈ શકશે. દાવ લેનાર છેલ્લી પાટી ઓળંગીને “મટું બોલે ત્યારે આડી પાટીવાળાએ મોં ફેરવવું પડશે.
દાવ લેનારના નિયમો: આડી પાટી અને મોભવાળાથી અડાયા વિના છેલ્લી પાટીને ઓળંગીને પહેલી પાટીને ઓળંગી જશે ત્યારે એક
[ ૭૪ ]
Page #80
--------------------------------------------------------------------------
________________
દાવ ચડ્યો ગણાશે. વચ્ચે અડકાઈ જનાર બાદ થઈ જશે. છેલ્લી પાટી ઓળંગીને પાછા વળતી વખતે દરેક આડી પાટીએ “મોટું' એમ બોલવું પડશે. ત્રણ વાર “મોઢું” એમ બોલવા છતાં માં ફેરવે નહિ તો એમ ને એમ જઈ શકાશે. હદની બહાર જવાશે નહિ. કંડી હોય ત્યારે એક પગ બહાર કઢાશે નહિ. કંડી એટલે મોભ-આડીપાટીવાળે અને એની પછીની પાટી રોકીને ઊભે હોય ત્યારે તેને કંડી ગણાશે. એક પાટી ઓળંગીને તે જ પાટીમાં પાછા અવાશે–જવાશે નહિ.
નોંધ: બે મારે દાવ ફેરવી શકાશે. શરૂઆતમાં ત્રણ મારે દાવ બદલ. સમયથી પણ રમત રમાશે. ૭ મિનિટ રમત માટે રાખવી. રમનારને તેમણે જેટલી પાટી ઓળંગી હશે તેનાથી બમણા ગુણ મળશે.
૧૩: ખુતામણી દા સંખ્યા: ૨ થી ૧૦ કે તેથી વધુ. સાધન: ફટ જેટલો લાંબો અણીવાળો સળિયો.
તૈયારી: પ્રથમ કોને માથે દાવ લેવો તેને માટે એક નાની કૂંડાળીમાં વારાફરતી હાથમાં પકડી ને છૂટો ફેંકીને જમીનમાં ખુતાડી દે. એમ કરતાં જેને સળિયો ખૂટે નહિ તેને માથે દાવ આવે, કોઈને પડે નહિ ને એકનો જ પડે તો જ દાવ આવે.
રમત: દાવ દેનાર નક્કી થઈ ગયા પછી વારાફરતી દરેક બાળકો દાવ લે. દાવ લેનારે ત્રણ પગલાં ચાલીને જમીનમાં સળિયો વૃતાડવો. તેમ કરતાં જો પડી જાય તો તેનો વારો જાય. એમ બધાં બાળકોએ દાવ લેવાનો. બધાંને દાવ લેવાઈ રહે એટલે દાવ દેનાર બાળકે એક હાથમાં સળિયો પકડીને પેલી કુંડાળી સુધી લંગડી ઠેકતા ઠેકતા જવું, જો ઠેકી જાય તો ફરીથી રમત શરૂ થાય.
નોંધ: વચ્ચે પારા (થાન) ખાવા કે નહિ તે પ્રથમથી બાળકની ઉમરને ખ્યાલ રાખીને નક્કી કરવું. જો ઠેકી ન શકે તો ફરી પાછો ત્યાંથી દરેકે દાવ લેવો. પોચી જમીનમાં આ રમત રમાય છે.
[[ ૭૪ ]
Page #81
--------------------------------------------------------------------------
________________
૧૪: ખડે હો ! સંખ્યા: બે જણ. સાધન: કાંઈ નહિ. તૈયારી: ચિત્રમાં બતાવ્યા મુજબ બે જણને બેસાડવા.
-5
(
છે
રમત: સંજ્ઞા મળતાં બંનેએ પગને ગોઠણમાંથી વાળી પીઠ અડકેલી જ રહે તેમ ઊભા થવાનું છે. હાથની અદબ ઠેઠ સુધી વાળી રાખવી. નોંધ: આ પ્રમાણે રમવાથી બાળકોને મજા પડે છે.
૧૫: ગરદન જોર સંખ્યા: બે જણ. તૈયારી: બે જણને બેસાડવા.
સાધન: એક લાકડી તથા એક લાંબો લૂગડાને ટુકડો. તેને ગાળિયો કરી બે છોકરાને સામસામે બેસાડી ગરદનમાં રાખવા. રમત: સંશા મળતાં બંનેએ પોતાના તરફ જોર કરવું. જેના હાથ [ ૮૦ ]
સ. સા.
Page #82
--------------------------------------------------------------------------
________________
આ જોરજોરીમાં પેલી લાકડીને અડકી જાય અથવા શરીરને કોઈ ભાગ અડે તે તેની હાર થઈ ગણાય.
ઊભા થઈ જવાનું નથી. હાથ ને પગ જમીન પર જ રાખવા ને એ રીતે જોર કરી પાછા હઠતા જવાનું છે.
૧૬ : ગુણદોષ–શોધ સંખ્યા: વર્ગનાં બધાં બાળકો. સાધન: કાગળ—પેન્સિલ.
તૈયારી: એક જણને વર્ગની બહાર એકલવો. શિક્ષકે કાગળ—પેન્સિલ લઈ કોઈ પણ પાંચ બાળકોને પસંદ કરી તેમનાં નામ કાગળ પર લખવા અને પછી એ દરેક બાળકનો, દાવ દેનાર બાળક વિષે અભિપ્રાય પૂછીને નોંધ. કોઈ કહે તે તોફાની છે; કોઈ કહે, હોશિયાર છે; કઈ કહે, બીકણ છે વગેરે.
રમત: ગુણદોષ નોંધાઈ રહે પછી દાવ દેનારને અંદર બેલાવો. બીજા સૌએ શાંતિ રાખવી. શિક્ષકે એક પછી એક અભિપ્રાય જાહેર કરવા અને તે કોણે આપ્યા છે તેને ઓળખી કાઢવા (નામ બોલવા) કહેવું. જેટલા સાચા–ટા પડે તેની નિશાની કરવી. જેમ વધુ સાચા પડે તેમ સારું–તેટલી તેની હોશિયારી ગણાય.
નોંધ: આ પ્રમાણે વારાફરતી એક એક બાળકને બહાર મોકલી રમત રમાડવી. અભિપ્રાય માટે પણ બીજા બાળકો લેવાં.
૧૭ : ગેડીદડા સંખ્યા: અગિયાર અગિયારની અથવા સરખી સંખ્યાની બે ટુકડી. સાધન: દરેક પાસે એક એક ગેડી અને કપડાને રસ્સીથી ગૂંથેલ દડો.
તૈયારી: બે ટુકડીઓ પાડવી. દૂર દૂર બે હદસ્થાને નક્કી કરવાં. લકીની માફક જ આ રમત રમાય છે. દરેક ટુકડીએ પોતાનાં બાળકોને મેદાન પર છૂટાં છૂટાં ગોઠવી દેવાં. એક બાળકને લક્ષસ્થાન પર રાખવો.
[ ૮૧ ]
Page #83
--------------------------------------------------------------------------
________________
રમત: વચ્ચે નાનું વર્તુળ દેરીને દડાને નીચે મૂકો. દરેક ટુકડીના નાયકે અડાકડી લેવી એટલે રમત શરૂ થાય. અડાકડી એટલે ત્રણ વાર સામ સામે ગેડીઓ ભટકાડવી. ગેડીઓ ભટકાવીને વચ્ચે વચ્ચે ગેડીને જમીન પર મૂકતા જવી.
દરેક ટુકડીએ. સામેવાળાના લક્ષસ્થાનમાં દડાને લઈ જવા પ્રયત્ન કરવો. જે ટુકડીવાળા સામેવાળાના લક્ષસ્થાનમાં દડાને લઈ જાય તેની જીત થઈ ગણાય.
સામાન્ય નિયમો: (૧) જાણી જોઈને કોઈએ કોઈને ગડી મારવી નહિ.
(૨) ફેરવીને ગેડી મારવી નહિ. બનતાં સુધી માથાથી ગેડીને ઊંચી લઈ જવી નહિ.
(૩) નક્કી કરેલ હદમાંથી દડો લક્ષસ્થાનમાં જાય તે જ જીત થઈ ગણાય.
(૪) લક્ષસ્થાને ઊભેલ બાળક હાથથી પણ દડાને રોકી રાખી શકે અને ઘા પણ કરી શકે.
(૫) જેણે જ્યાંથી ભૂલ કરી હોય ત્યાંથી સામેવાળી ટુકડીને એક જણ દડાને આંટશે.
વિશેષ: આ આપણી જૂની રમત છે. તેમાં હોંકી જેટલા નિયમનું પાલન કરવાની જરૂર નથી. હેદરેખા ખૂબ લાંબે સુધી પણ રાખી શકાય છે. રાત્રિના અજવાળિયામાં પાદરમાં અથવા રસ્તા ઉપર આ રમત રમી શકાય છે.
૧૮: જેરારી સંખ્યા: બે જણ. સાધન: એક નાની લાકડી. તૈયારી: ચિત્ર મુજબ બે જણને સામસામે બેસાડવાં. રમત: સંજ્ઞા મળતાં જોરાજોરી કરવી. જેની પૂંઠ જમીન પરથી
[ ૮૨]
Page #84
--------------------------------------------------------------------------
________________
*
=ss
En,
*
ઊંચી થઈ જાય તે હારે.
નોંધ: આ પ્રમાણે સરખે સરખી શકિતનાં બબ્બે બાળકોને વારો આપ. બે ટુકડી પાડીને પણ આ રમત રમાડી શકાય. અંતે જોવું કે કઈ ટુકડીનાં વધુ બાળકોએ જીત મેળવી છે. તે ટુકડી જીતી કહેવાય.
૧૯: ઝંડાઝપટ સંખ્યા: દસથી વીસ કે તેથી વધારે. સાધન: એક લાકડી અને એક ધજા.
તૈયારી: રમનારની સંખ્યા પ્રમાણે વર્તુળ દોરવું. વચ્ચે લાઠીમાં ધજા પરોવી બડી દેવી. એક જણ સિવાય બાકીનાં બાળકોએ વર્તુળ ઉપર ઊભા રહેવું. બાકી રહેલ બાળક રક્ષક ગણાશે. તેણે ધજા પાસે ઊભા રહેવું.
રમત: સંજ્ઞા થતાં વર્તુળ પરનાં બાળકો ધજા લેવા ધીમે ધીમે આવે. રક્ષક જેને અડી જાય તેણે રમતમાંથી બાદ થવાનું છે. રક્ષકથી અડાયા વિના કોઈ બાળક ધજા લઈ લે ત્યાં સુધી રમત ચાલુ રહે. વળી પાછા પ્રથમની જેમ ગોઠવાઈ જવું. જેણે ધજા લઈ લીધી હોય તે રક્ષક તરીકે રહે.
નોંધ: જો કોઈ ધજા લઈ ન શકે તો જે બાળક છેલ્લે સુધી રહ્યો હોય તેને રક્ષક તરીકે નીમવો. જે અડાઈ જાય તેણે વર્તુળની બહાર ઊભા રહેવું.
[ ૮૩ ]
Page #85
--------------------------------------------------------------------------
________________
૨૦ : ઝંઝીર
સંખ્યા: દસથી વીસ સાધન: કાંઈ નહિ,
તૈયારી: ગોળાકારે બધાં બાળકને અંદર માં રાખીને ઊભાં રાખવાં. દરેકે એકબીજાની કોણીમાં કોણી નાખીને પોતાના હાથના આંકડા ભીડી દેવા. એટલે કે એક જણ હાથને વાળીને આંકડો બનાવે, તેમાં બીજાએ પિતાને હાથ પરોવીને આંકડો બનાવી લેવો અથવા કોડેથી હાથને મજબૂત પકડી લેવા.
રમત: સંજ્ઞા મળતાં સૌએ જોરજોરી શરૂ કરવી. એમ તાણાવાણી થતાં પ્રથમ જેના હાથના આંકડા છૂટી જશે તે રમતમાંથી બાદ થશે. વળી પ્રથમની માફક રમત શરૂ કરવી. આ પ્રમાણે છેલ્લે બે જણા રહેતા સુધી રમત ચાલુ રાખવી.
નોંધ: સૌએ પીઠ તરફ જોર કરવું. પગથી બીજાને પાડવાનો પ્રયત્ન કરવો નહિ. બીજાના હાથ પર ટિંગાઈ જવું નહિ.
૨૧ : ટેપી–પસાર સંખ્યા: છ છ કે આઠ આઠની સરખી સંખ્યાની બે ટુકડી.
સાધન: દરેક બાળક પાસે એક એક (પરોણી) લાકડી. ટુકડી દીઠ એક ટોપી.
તૈયારી: દરેક ટુકડીને સીધી રેખા ઉપર હાર–કતારમાં ઊભી રાખવી. દરેક ટુકડીના પહેલા બાળકે ટોપીને લાકડીમાં ભેરવી રાખવી.
રમત: સંજ્ઞા મળતાં દડાપસારની માફક ટોપીને પિતાથી નીચેના બાળક તરફ પસાર કરવી. ટોપી લેવા માટે હાથને ઉપયોગ કરવાનો નથી. લાકડીથી ટોપી લેવાની છે.
ધ: બે ટુકડીની વચ્ચે ચારથી છ ફૂટ જેટલું અંતર રાખવું. બે બાળકની વચ્ચે ત્રણ ત્રણ ફૂટ જેટલું અંતર રાખવું. છેલ્લા બાળકે ટોપી લઈને પાછી પહેલા તરફ પસાર કરવી.
[૪]
Page #86
--------------------------------------------------------------------------
________________
૨૨: ટાપલી દા
સંખ્યા: દસથી પંદર.
સાધન એક નાની ટોપલી અને ટેનિસનો દડો. તૈયારી: મેદાન.
મેદાન
-
શરૂખા
ટોપલી
હદરેખા
પ્રથમ સૌએ શરૂરખા પર ઊભા રહેવું અને ટોપલી તરફ મોં રાખવું. છેડાના એક જણને દડો આપવો.
રમત: દડાને સામે ટોપલીમાં નાખવા. જો તેનાથી ટોપલીમાં દડો પડે નહિ તો બીજાને વારો આપવા. જ્યારે કોઈનાથી ટોપલીમાં દડો જાય ત્યારે બીજાં બધાંએ હદરેખા તરફ નાસવું અને દડો ટોપલીમાં નાખનારે તેઓની પાછળ દોડીને અડવાના પ્રયત્ન કરવો. અડનાર હદરેખાની અંદર જ અડી શકે. હદરખા વટાવી જનારને અડી શકાય નહિ.
નોંધ: જે બાળક પકડાઈ જાય તેણે ટોપલીમાં દડો નાખવો, જો દાવ દેનાર ઉપરાઉપર ત્રણ વાર કોઈને પકડી શકે નહિ, તો તેણે રમતમાંથી બાદ થતું. છેલ્લે બે જણ રહે ત્યાં સુધી રમત ચાલુ રાખવી. ટોપલીને બદલે ડોલ પણ રાખી શકાય.
૨૩: ઠાકર
સંખ્યા: બેથી ચાર.
સાધન : ત્રણ ચાપડીઓ. પૈસા, આના કે અર્ધો રૂપિયો. કાગળપેન્સિલ, તૈયારી: ટેબલ પર કે લાદી પર ચિત્રમાં બતાવ્યા પ્રમાણે મેદાન દોરવું.
[ ૮૫ ]
Page #87
--------------------------------------------------------------------------
________________
:
૧૬ | ૧૫ ૧૪ ૧૩ ૯ ૧૦ ૧૧ ૧૨
| ૭ | ૬ | પ. ૧ : ૨ | ૩ | ૪
)})).
'}})}
રમત: ઠોકરરેખા પરથી સિક્કાને વળ તરફ આંગળી વતી ઠોકર મારવી. જો વચ્ચેના નાના વર્તુળમાં સિક્કો પડે તે ૨૦ ગુણ મળે, બીજા વર્તુળના ૧૦ અને ત્રીજા મોટા વર્તુળના ૫ ગુણ મળે. દરેક જણે વારાફરતી વારો લેવો. પોતાના મળેલ ગુણ નોંધતા જવા. જેના ૧૦૦ ગુણ થઈ જાય તે જીતે. એ રીતે છેલ્લે એક જણ રહેતાં સુધી રમત ચાલુ રાખવી.
નોંધ: કોઈ પણ રેખા કપાયા વિના વર્તુળમાં સિક્કો પડે તે જ તેના ગુણ ગણવા. મેટા વર્તુળની બહાર અથવા વર્તુળ સુધી પહોંચે જ નહિ તે તેના ગુણ મળે નહિ. વિશેષ: બાળકોથી માંડીને મોટેરાં સુધી આ રમત રમી શકાય છે.
[ ૮૬ ]
Page #88
--------------------------------------------------------------------------
________________
૨૪: તોફાની ઘોડે સંખ્યા: બે જણ. એક મોટો છોકરો અને એક નાને.
તૈયારી: મોટો છોકરો ઘોડો બને અને નાને સવાર. ઘોડાએ કમરમાંથી આગળ નમીને પોતાના બંને હાથ પોતાના બંને ગોઠણ પર મૂકવા સવારે ઘોડાની પીઠ પર બેસી જવું. સવારે પોતાના બંને હાથથી ઘોડાના ખભા પકડી રાખવા. અને પોતાના બંને પગ ઘોડાના પગની પાછળ સાથળ પાસે રાખવા.
*
ક
:
જિક
:::::::::
::
::
::
ક
::
::
ક
::::
કર
::::::
::::::
કકકકક કકક
ક
ક
[ ૮૭ ]
Page #89
--------------------------------------------------------------------------
________________
રમત: સંશા મળતાં ઘેાડાએ બંને પગે ઊછળવું—કૂદવું, પણ ધ્યાન એ રાખવું કે કૂદતી વખતે કે ઊછળતી વખતે ગોઠણ પરથી હાથ જરા પણ ઊંચકાય નહિ. સવારે ઘોડા પર સ્થિર રહેવા પ્રયત્ન કરવો. સવાર નીચે પડે નહિ ત્યાં સુધી રમત ચાલુ રહે!
નોંધ: આ . રમત વખતે સાથે બૅડ વગાડવું. આ રીતે એક સાથે ૮ થી ૧૦ ઘોડા અને સવાર જુદા જુદા ઊભા રાખીને પણ રમત રમાડી સવારે પગની આંટી મારી દેવાની નથી. સવારના શરીરના કોઈ પણ ભાગ જમીનને અડકી જાય એટલે સવાર પડી ગયો છે તેમ ગણાશે.
શકાય.
૨૫: કાપડાવ
સંખ્યા: પંદરથી વીસ.
સાધન: એક ફ્રૂટબાલ.
તૈયારી : અંદર માં રહે તેમ વર્તુળ પર ગોળાકારે સૌને ઊભા રાખવા. એક જણને દાવ દેનાર તરીકે કૂંડાળાની બહાર ઊભા રાખવા. જયાં દાવ દેનાર ઊભા હોય તેની સામેના બાળકના હાથમાં દડો આપવા. બે બાળકની વચ્ચે બેથી ત્રણ ફ્રૂટ જેટલું અંતર રાખવું.
રમત : સીટી વાગે એટલે કૂંડાળા પર ઊભેલા બાળકોએ દડાને કોઈ પણ એક તરફ પસાર કરવા. એ વખતે દાવ દેનાર બાળકે દડાને નીચે જમીન પર પાડી નાખવાના પ્રયત્ન કરવા. જેના હાથમાંથી દડો પડી જશે તેણે દાવ આપવા અને તેની જગ્યાએ પ્રથમ દાવ દેનારે ઊભા રહી જવું.
નોંધ : દાવ લેનારે વર્તુળની બહાર જ રહેવાનું છે. બહાર રહીને જ કોઈના હાથમાંથી દડો પડાવી નાખવાનો છે. દો પડાવવા માટે તેણે તેના હાથના જ ઉપયોગ કરવાના છે.
[ ૮૮ ]
Page #90
--------------------------------------------------------------------------
________________
૨૬ : દડાઝીલ (કેચ-કંચ) સંખ્યા: પાંચ—પાંચ કે છ–છની બે ટુકડી. સાધન: બે નાના દડા. મેદાન: ૦૦૦૦૦૦
. રેખા હ. રેખા
– ૧૦થી ૧૫ ફટ - xxxxxxx
તૈયારી: મેદાન પ્રમાણે બંને ટુકડીને ઊભી રાખવી. સામે ઊભેલ બંને બાળકના હાથમાં એક એક દડો આપવો.
રમત: સંજ્ઞા મળે એટલે સામે ઊભેલ બાળકે પોતાની ટુકડીના આગળના બાળકને કૅચ આપ. દડાને ફેંકીને તરત તેણે દોડીને પોતાની ટુકડીમાં છેલ્લે જઈને ઊભા રહી જવું. જેણે કચ કર્યો હોય તેણે હાથમાં બોલ આવે કે તરત દોડીને સામે હદરેખા ઉપર જઈને ઊભા રહેવું અને તેણે પણ દડાને ફેંકીને ત્રીજા બાળકને કૅચ આપવો. ( આ પ્રમાણે છેલ્લા બાળક સુધી કૅચ આપવો.
નોંધ: બંને ટુકડીએ એકી સાથે રમત શરૂ કરવી. કૅચ કરતાં પહેલાં દડો નીચે પડી જાય તો ભૂલ ગણાય. પ્રસ્થાનરેખાથી હદરખા ૧૦ થી ૧૫ ફટ જેટલી જ રાખવી. કઈ ટકડી વેળાસર દાવ પૂરો કરે તે જોવું. દાવ વહેલો પૂરો કરે તે ટુકડી જીતી કહેવાય.
૨૭ : દડામાર સંખ્યા: નવ નવની કે સરખી સંખ્યાની બે ટુકડી પાડવી. આ રમતમાં એક દડો (વોલીબૉલ) જોઈએ. આ રમત ગોળ વર્તુળમાં રમવાની છે. ૩૦ ફુટના વ્યાસનું એક વર્તુળ દોરવું. તૈયારી: એક ટુકડી દાવ દેનાર બને અને બીજી રમનાર બને.
[ ૮૯ ]
Page #91
--------------------------------------------------------------------------
________________
દાવ દેનાર ટુકડીવાળાએ ગોળાકારે વર્તુળની રેખાને સ્પર્શ કર્યા વગર સરખા અંતરે ઊભા રહેવું અને નાયક(અથવા કોઈ પણ એક)ને હાથમાં દડો આપવો.
રમત: રમનારા બધાએ વર્તુળમાં ગમે ત્યાં છૂટા છૂટા ઊભા રહેવું. રમાડનાર રમત શરૂ કરવાની સંજ્ઞા કરે એટલે નાયકે વર્તુળમાંનાં બાળકો તરફ દડાને ફેંકવો. આ વખતે રમનારને દડો વાગશે તો બાદ નહિ થાય. આ રીતે દાવ દેનાર દડાને હાથથી ફેંકીને રમનારને દડાથી આંટવા પ્રયત્ન કરશે. દાવ દેનારે દડાને ઘા કરતી વખતે વર્તુળરેખાને સ્પર્શ કરી શકાશે નહિ તેમ જ વર્તુળમાં પગ મૂકી શકાશે નહિ. જો આમ થશે તે ભૂલ ગણાશે અને એ રીતે રમનારને દડો વાગ્યો હશે તે તે બાદ નહિ ગણાય. વળી દડાને ઘા જમીન પર પડ્યા વિના સીધેસીધો રમનારને વાગ્યો હશે તો જ બાદ ગણાશે. આ રીતે રમનારને દડો અડશે તે તેણે રમતમાંથી બાદ થઈ જવું પડશે. આ રીતે રમનાર દરેકને બાદ કરશે ત્યાં સુધી રમત ચાલુ રહેશે.
રમનારે ધ્યાન રાખવું કે દોડતાં દોડતાં વળ(હદ)ની બહાર નીકળી જવું નહિ. એ રીતે વર્તુળની બહાર નીકળી ગયેલ બાદ થશે. વળી વર્તુળમાં દડાને જાણી જોઈને અડી જનારે અથવા હાથથી કે પગથી દડાને ઉછાળનાર પણ બાદ થશે.
દાવ દેનાર બધા રમનારને બાદ કરી દેશે. પછી રમનારે દાવ આપવો અને દાવ દેનારે રમનાર થઈ જવું. આ રીતે બંને ટકડી એક એક વાર દાવ લે ત્યારે એક રમત પૂરી થઈ ગણાય. એ જ રીતે બીજી વાર રમવું. આ રમતની હાર–જીત માટે આ મુજબ નિયમો છે: એક રમત ૭ મિનિટ સુધી રમાડવી. દાવ દેનાર જેટલા બાદ કરે તેથી બમણા ગુણ મેળવે અને બચત મિનિટ દીઠ પણ બબ્બે ગુણ મેળવે અને દાવ દેનારની ભૂલ દીઠ એક એક ગુણ કપાઈ (બાદ) જાય. આ રીતે જે ટુકડીના ગુણને સરવાળે વધુ થાય તેની જીત થઈ ગણાય. બે રમતને અંતે સરવાળો સરખો થયો હોય તે ત્રીજી વાર રમત રમાડવી. •
[ ૯૦ ]
Page #92
--------------------------------------------------------------------------
________________
૨૮: નંબરબદલ સંખ્યા: પંદરથી વીસ. સાધન: કાંઈ નહિ.
તૈયારી: ગળાકારે અંદર માં રાખીને એક જણ સિવાય સૌને ઊભા રાખવા. બે જણની વચ્ચે એક હાથ જેટલું અંતર રાખવું. દરેક જણે પિતાની જગ્યાએ પગથી કૂંડાળું દોરવું અથવા ચૂનાનાં નાનાં વર્તુળ કરવાં. દરેક બાળકને ક્રમસર નંબર આપવા, ૧, ૨, ૩, ૪ વગેરે. મેટા વર્તુળની વચ્ચે શિક્ષકે ઊભા રહેવું.
રમત: રમતશિક્ષકે કોઈ પણ બે નંબર બોલવા. જેના નંબર આવે તેણે વચ્ચે ઊભેલ શિક્ષકને અડવું અને પછી કોઈ પણ નાના વર્તુળમાં જઈને ઊભા રહેવું. તે બંને ખાલી વર્તુળમાં આવવા જાય એટલે બાજુવાળાએ ખાલી વર્તુળ પૂરી દેવાં. એ પ્રમાણે બલ્બ વર્તુળ ઉપર આવી જાય ત્યાં સુધી રમત ચાલુ રહે. પછી શિક્ષકે બીજા બે નંબર બોલવા. એ પ્રમાણે ગમે ત્યાં સુધી અથવા દરેક જણના નંબર બોલાય ત્યાં સુધી રમત રમાડવી.
૨૯: નિશાન–દડો સંખ્યા: પંદરથી ત્રીસ. સાધન: એક ફટબલ. તૈયારી: ર-૧૦૦-૧૦ -૧૮’–| મેદાન
– ૩૦’ – રમત: સરખી સંખ્યાની ત્રણ ટુકડી પાડવી. કોઈ પણ એક ટુકડી વચ્ચેના મેદાનમાં ઊભી રહે. બીજી બંને ટુકડી બાજાબાજાના મેદાન પર રહે. વરચે ઊભનાર દાવ લેનાર ટુકડી ગણાય. તેમણે પોતાની હદમાં છૂટા
[ ૯ ]
Page #93
--------------------------------------------------------------------------
________________
છૂટા ઊભા રહેવું. દાવ દેનાર બંને ટુકડીઓએ સામસામે માં રાખીને વચ્ચેની આડી રેખાઓ પર હારબંધ ઊભા રહેવું. આ બંને ટુકડી દાવ દેનાર ગણાશે. પ્રથમ કોઈ પણ એક તરફની ટુકડીના નાયકને દડો આપો.
નોંધ: એક ટુકડીને દાવ પૂરો થતાં બીજી ટુકડીએ દાવ લેવો ને દાવ લેનાર ટુકડીએ દાવ દેવા ઊભા રહી જવું. આ રીતે ત્રણે ટુકડીને દાવ લેતાં સુધી રમત ચાલુ રાખવી. કઈ ટુકડીએ વધારે સમય દાવ લીધો તે જોવું.
૩૦ : નાયકશોધ સંખ્યા: વીસ જેટલી. સાધન: કઈ નહિ.
તૈયારી: સૌ વર્તુળાકારે બેસી જાય. એક જણ દાવ દેનાર બને. દાવ દેનારે થોડે દૂર જઈને બધાથી પીઠ ફેરવીને ઊભા રહેવું. ઓરડામાં રમત રમતા હોઈએ તો દાવ દેનારે ઓરડાની બહાર જવું. બેઠેલામાંથી શિક્ષકે કોઈ પણ એક બાળકને ચીંધીને સૌને જાણ કરવી કે આ નાયક છે. શિક્ષક પણ રમી શકે છે.
રમત: નાયકનું નક્કી થાય એટલે તરત રમનારે તાળીઓ પાડવી શરૂ કરવી. તાળીઓ વાગે એટલે દાવ દેનારે અંદર આવવું અને વર્તુળમાં આવીને સૌની તરફ જોતાં ગોળ ગોળ ફરવું. દાવ દેનારનું ધ્યાન હેય નહિ ત્યારે પેલા નક્કી થયેલ નાયક ક્રિયા બદલવી. તાળીને બદલે માથામાં ટાપલીઓ મારવી કે જમીન પર હાથ પછાડવા અથવા બેઠાં બેઠાં થઈ શકે તેવી હલનચલનની ક્રિયા કરવી. આ જોઈને બીજા સૌએ નાયક પ્રમાણેની ક્રિયા કરવી. દાવ દેનારે કોણ ક્રિયા બદલે છે તે જોવું ને જેના પર શક લાગે તેને ચીંધવું. જો સાચું કરે તો તેને માથે દાવ આવે ને દાવ દેનાર તેની જગ્યાએ બેસી જાય. નોંધ: આ પ્રમાણે સૌના વારા આવતાં સુધી રમત ચાલુ રહે.
[ ૯૨ ].
Page #94
--------------------------------------------------------------------------
________________
ઉપરાઉપરી ત્રણ વખત જો દાવ દેનાર ઓળખી શકે નહિ એટલે દાવ દેનાર બદલી નાખવે.
વિશેષ: આ રમતથી પરણશકિત ખીલે છે. આંખને–કાનને ખૂબ જ સતેજ રહેવું પડે છે.
૩૧ : નવ કૂકરી
--
સંખ્યા: બે જણ. સાધન: બે જાતની નવ નવ કૂકરીઓ.
પટ દોરવો. રમત: બંને જણે ઉપર, નીચે કે પછી આગળ વારાફરતી એક એક કૂકરી માંડવી. આ રમતમાં એ ધ્યાન રાખવું, કે કોઈ પણ એક
[ ૯૩ ]
Page #95
--------------------------------------------------------------------------
________________
જણની એક હારમાં ત્રણ કૂકરીઓ થઈ જાય નહિ. લીટી પર એક હારમાં ત્રણ કૂકરીઓ થઈ જાય તેને ત્રણ ભર્યા’ કે ‘ભારત’ કહેવાય. ભરનાર સામેવાળાની ભરત” સિવાયની કોઈ પણ એક કૂકરી લઈ લે. આ પ્રમાણે કોઈ પણ એક જણની બધી કૂકરીઓ લેવાઈ જાય ત્યાં સુધી રમત ચાલુ રહે.
નોંધ: આ રમત મગજની ખૂબ જ ચાલાકી માગી લે છે. આ રમત રમતાં ધરવ થતો જ નથી.
૩ર : નાળિયેરની રમતો
રમત પહેલી: એક જગ્યાથી અમુક દૂર સુધી નક્કી કરેલ હદે હાથથી ઘા કરીને નાળિયેરને પહોંચાડવું. કેટલા ઘા કરવા તે પ્રથમથી નક્કી કરવું.
રમત બીજી: ઉપર પ્રમાણે પગના ફણા ઉપર નાળિયેર મૂકીને ઘા કરતાં હદ સુધી નક્કી કરેલ ઘાએ પહોંચાડવું.
રમત ત્રીજી: અદ્ધર નાળિયેર ઉછાળીને નક્કી કરેલ ઘાએ શેષ કાઢી નાખવી.
ઉપરની રમતો હેળીના દિવસોમાં રમાય છે. ઉપરની રમતો રમવા માટે છાલાંવાળાં નાળિયેર લેવાનાં છે.
રમત એથી: લાકડીના ફટકાથી જમીન ઉપર નાળિયેરને મૂકીને ફેડવું. કેટલા ઘાએ ફોડવું તે અગાઉથી નક્કી કરવું.
નેધ: ખાસ શબ્દો, શેષ, છાલાં, કાચલી, ચોટલી, આંખે, પાણી, ટોપરું, ગોટો, પાણીચું.
વિશેષ: હળીના દિવસોમાં આ રમત ખાસ રમાય છે. આ રમતાથી ઘા કરવાની તથા બળની ચકાસણી થાય છે. હાથના અને શરીરના અવયવો મજબૂત બને છે.
[ ૯૪]
Page #96
--------------------------------------------------------------------------
________________
૩૩ : પેટ ઊડે
સંખ્યા: ત્રણ ત્રણની આઠ–દસ ટુકડીઓ એ ઉપરાંત એક બાળક વધારાને.
સાધન: કાંઈ નહિ.
તૈયારી: ગોળાકારે ત્રણ ત્રણની ટકડીઓ એવી રીતે ઊભી રાખવી કે બે જણ સામસામે હાથના આંકડા ભીડીને ઊભા રહે, તેની વચ્ચે ત્રીજો બાળક ઊભે રહે. આંકડા ભીડેલ બાળક પાંજરું કહેવાય. વચ્ચે ઊભેલ બાળક પોપટ કહેવાય. વધારાને બાળક વચ્ચે ઊભો રહે.
રમત: શિક્ષક મોટેથી બોલે “પોપટ ઊડે” એ પછી પાંજરાએ એમ જ ઊભા રહેવું અને પોપટ પાંજરામાંથી નીકળીને એકબીજાના પાંજરામાં ચાલ્યા જવું. એ જ સમયે વચ્ચે ઊભેલ બાળકે પણ લાગ જોઈને એક પાંજરામાં જતા રહેવું. છેવટે એક બાળક બાકી વધશે. વળી પ્રથમની માફક ફરી વાર રમત શરૂ કરવી.
નોંધ: આ રમતને “પાંજરા ઊડે' એમ કહીને પણ રમાડી શકાય. એ વખતે પોપટે પોતાની જગ્યાએ જ ઊભા રહેવું. પાંજરાએ બદલાઈ જવું.
૩૪ : પગેરુ
સંખ્યા: વીસથી પચીસ. સાધન: નિશાનીઓ કરવા ચેક, કોલસે, કાગળ, પેન્સિલ વગેરે.
[ ૫ ]
Page #97
--------------------------------------------------------------------------
________________
તૈયારી: આ રમતમાં બે ટુકડી પાડવી. એક ટુકડી આગળ જાય અને બીજી ટુકડી પાછળ જાય.
નિશાનીઓ:
આ દિશા તરફ આવો.
આ રસ્તો બંધ છે.
૧૦ -
૧૦]
તીરની દિશાએ ૧૦ પગલાં દૂર કંઈ ચીજ કે ચિઠ્ઠી સંતાડી છે.
સંતા છે.
આ દિશામાં પીવાનું પાણી છે.
આ દિશામાં પાણી છે, પણ પીવાલાયક નથી.
રમત પૂરી થઈ છે. આટલામાંથી અમને શોધી કાઢો.
આગલી ટુકડી: (૧) નિશાનીઓ કરવાની ચીજો રાખવી. (૨) નિશાનીઓ રસ્તાની ડાબી બાજુ કરવી. (૩) નિશાનીઓ એવી કરવી કે પાછળની ટુકડી જોઈ શકે અને તે
આવે ત્યાં સુધી ટકી રહે. (૪) ચિઠ્ઠીઓ લખતા જવી, ચીને સંતાડતા જવી. (૫) છેલ્લે સંતાઈ જવાની જગ્યા પસંદ કરવી. (૬) એટલી ઝડપથી જવું કે પાછળની ટુકડી દેખી જાય નહિ. [ ૯૬ ]
૩. સા.
Page #98
--------------------------------------------------------------------------
________________
પાછલી ટુકડી: (૧) નિશાનીઓ ઓળખીને એ પ્રમાણે વર્તવું. (૨) ચાલતાં ચાલતાં નિશાનીઓ ભૂંસાય કે વીંખાઈ જાય નહિ
તેનું ધ્યાન રાખવું. (૩) રસ્તાની બંને બાજુ નજર ફરતી રાખવી. (૪) ચિઠ્ઠી કે ચીજ અવશ્ય મેળવી લેવી. ચિઠ્ઠીમાં સૂચન કર્યું હોય
તે પ્રમાણે વર્તવું. (૫) બધાએ સાથે રહેવું: આગળ—પાછળ રહેવું નહિ, (૬) અંતની નિશાની પછી આગલી ટુકડીને શોધી કાઢવી.
નોંધ: બંને ટુકડીના એક નાયક, એક ઉપનાયક નીમવા. આગલી ટુકડી જાય પછી ૧૫ મિનિટે બીજી ટુકડીને મોકલવી. આગલી ટુકડીએ પ્રથમથી પૂર્વ તૈયારી કરી લેવી. પાછળની ટુકડીએ સંતાડેલી બધી ચિઠ્ઠીઓ તેમ જ વસ્તુઓ લેતા આવવી અને નિશાનીઓ કરવા માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કર્યો છે તેની નોંધ કરવી.
૩પ : બંડલ દોડ સંખ્યા: સરખી સંખ્યાની બે ટુકડી. સાધન: ઓછાડ કે ધોતિયાં.
તૈયારી: બબ્બે, ત્રણ કે ચાર ચાર બાળકોને ઓછાડ કે ધોતિયાથી બાંધી દેવાં. પાછળના બાળકની કમરે બંધની ગાંઠ રાખવી.
રમત: આ રીતે બાંધીને તૈયાર કરેલાં બંડલોને એક સીધી લીટી (પ્રસ્થાનરેખા) ઉપર છૂટાં ઊભાં રાખી દેવાં. રમાડનાર જવાની સંજ્ઞા કરે અથવા સીટી વગાડે એટલે બંડલો(ટુકડી)એ દોડવું. દેડતાં દોડતાં સામેની હદરેખાને વટી જવું. જે ટુકડી આ રીતે પ્રથમ હદરેખાને વટાવી જશે તેની જીત થઈ ગણાશે.
[ ૮૭ ]
Page #99
--------------------------------------------------------------------------
________________
આ રમતને વધુ ચગાવવા માટે હેદરેખા ઉપર દરેક ટુકડીની સામે નાનું મેજ કે એવી બીજી કોઈ વસ્તુ મૂકવી. પ્રથમની માફક પ્રસ્થાનખાથી રમત શરૂ કરવી. સામેની હદરેખા પર મૂકેલ વસ્તુને ફરીને પાછી મૂળ જગ્યાએ આવી પ્રસ્થાનરેખા વટાવી જવી.
આ રીતે દોડતાં જવું અને દેડતાં આવવું. તેમાં જે ટુકડી પ્રથમ આવશે તેની જીત થઈ ગણાશે.
વિશેષ: આપણે એકલા દોડીએ છીએ; પણ આ રીતે સમૂહમાં અને તેય બંધાઈને દોડવામાં ભારે મઝા પડે છે. દોડતાં દોડતાં કોઈ બંડલથી પડી જવાય તો ઊભા થઈને વળી આગળ દોડવા માંડવું.
ધ: દોડવા માટેનું અંતર બાળકોની ઉંમર અને શકિત અનુસાર શખવું. નાનાં બાળકો હોય તે ૫૦ ફટ અને મોટાં તે ૭૫ થી ૧૦૦ ફટ રાખવું.
આ રમત જોનારને અને રમનારને ખૂબ જ ગમ્મત ઉપજાવે છે.
૩૬: બટાટા ઉપાડ સંખ્યા: સરખી સંખ્યાની બે–ચાર ટુકડીઓ.
સાધન: જેટલા રમનાર એટલા બટાટા અથવા ડુંગળી. જેટલી ટકડી એટલી ટોપલી. " તૈયારી: પ્રસ્થાનરેખા પર ટુકડીઓ ઊભી રહે અને હદરેખા પર દરેક ટુકડીની સામે ટોપલીઓ મૂકવી. દરેક ટુકડીમાં જેટલાં બાળક હોય એટલાં સરખાં અંતરે નાનાં નાનાં કંડાળાં ચૂનાથી દોરવાં. ટોપલીમાં દરેક ટુકડીની સંખ્યા જેટલા બટાટા મૂકવા.
રમત: સંજ્ઞા મળતાં દરેક ટુકડીના પહેલા નંબરે દોડીને પોતાની પલીમાંથી એક એક બટાટા લેવા ને ક્રમસર નાના વર્તુળમાં બધા બટાટા
[ ૯૮ ]
Page #100
--------------------------------------------------------------------------
________________
ટેટા
: 0
0 0 0 0 0 0 0 0 ડ્રા 0
0 0 0 0 0
0 0 0 0 0
+ ૨કાબી કે નાની દ્રપલી:
*
•
*
|
S
*
*
*
ભટકડી ૧ કટકી૨ જી કી ૪ મૂકી દેવા. બધા બટાટા મૂકી રહે એટલે તે તેની ટુકડીમાં જઈ બીજા નંબરને તાળી આપે. પછી બીજા નંબરે કૂંડાળામાં પડેલા બટાટામાંથી કમસર એક એક બટાટો લઈ ટોપલીમાં મૂકો. ત્યાર પછી ત્રીજા નંબરને વારો આવે. આ રીતે છેલ્લા નંબરને વારો આવતાં સુધી રમત ચાલુ રાખવી. ટુકડી ઓછા સમયમાં પોતાનું કામ કરે તેની જીત થઈ ગણાય.
[ ૯ ]
Page #101
--------------------------------------------------------------------------
________________
૩૭: બેઓ સંખ્યા: વીસથી પચીસ. સાધન: એક ફૂટબોલ.
તૈયારી: લંગડી જેવું વર્તુળ દોરવું. એક જણ સિવાય સૌએ વર્તુળમાં ઊભા રહેવું. બહાર ઊભનારે હાથમાં દડો રાખો અને તેણે રેખાની બહાર પગ રાખીને ઊભા રહેવું.
રમત: સંજ્ઞા થતાં દાવ દેનારે દડાને ફેંકીને કોઈને આંટવાને પ્રયત્ન કરવો. જે કોઈને દડો અંટાઈ જાય તો તેણે વર્તુળમાંથી બહાર નીકળીને પહેલાની સામે દાવ દેવા માટે ઊભા રહેવું. હવે પછી એ બંને જણાએ અંદરનાં બાળકોને દડાથી આંટવાનો પ્રયત્ન કરવો. જેમ જેમ બાળકો અંટાતાં જાય તેમ તેમ દાવ માટે ઊભાં રહેતાં જાય. આ રીતે અંદરનાં તમામ બાળકો બાદ થતાં સુધી રમત ચાલુ રાખવી.
ધ: આ રમતના બીજા નિયમો નિશાનદડા(શૂટિંગ ગેઈમ)ના જે નિયમો છે તે જ છે.
છેલ્લે જે માર ખાય તેણે ફરી વાર રમત શરૂ થાય ત્યારે દાવ દેવાને.
૩૮: બેઠી લંગડી
સંખ્યા: આઠથી દસ. સાધન: કાંઈ નહિ.
તૈયારી: લંગડીના વર્તુળમાં એક બાળક સિવાય બધા છૂટા છૂટા પગના પંજા પર ઊભડક બેસે. સૌએ પોતપોતાના હાથ પાછળ કમર પર આંકડા ભીડીને બાંધી રાખવા. દાવ દેનાર વર્તુળ પર ઊભડક બેસે તેણે
[ ૧૦૦ ]
Page #102
--------------------------------------------------------------------------
________________
પણ હાથની પાછળ આંકડા ભીડી રાખવા.
રમત: સીટી વાગે એટલે દાવ દેનાર એક બાળકે પગના પંજા પર દેડકાની માફક કૂદતાં કૂદતાં અંદરના કોઈ પણ એક બાળકને અડવાને પ્રયત્ન કરે. પણ આ રમતમાં અયા તેને કહેવાય કે માથે માથાં અડે, દાવ દેનાર સામેવાળાના માથાને પોતાના માથા વતી સ્પર્શ કરેઆમ કરતાં હાથના આંકડા છૂટવા જોઈએ નહિ. જેનાથી અડાઈ જાય તેણે દાવ દેવા જવું ને દાવ દેનારે દાવ લેવા સૌની સાથે ભળી જવું.
ધ: રમતાં રમતાં જેના હાથ છૂટી જાય અથવા ઊભા થઈ જાય તે રમતમાંથી બાદ થાય. આ રમત લંગડીની માફક બે ટુકડી પાડીને પણ રમાડી શકાય.
૩૯ : બૅટ–દડો
સંખ્યા: દસથી બાર.
સાધન: આપણા સુથારે પાટિયાનું બનાવેલ બૅટ, ટેનિસને દડો અથવા કપડાને ગૂંથેલ દડો.
તૈયારી: બે ટુકડી પાડી દેવી. એક ટુકડી દાવ લે અને બીજી દાવ દે. ભીતે કે ઝાડના થડે બાદ થવા માટેની નિશાની કરવી અથવા ત્રણ દાંડિયા ખેડવા, સામે દસથી પંદર પગલાં દૂર એક પથ્થર મૂકવો. દાવ દેનાર એક જણ દડો ફેંકવા માટે રહે, બીજા છૂટા છૂટા ઊભા રહે, દાવ લેનારમાંથી એક જણ બૅટ લઈને દાવ લેવા માટે આવે.
રમત: દડો ફેંકવાવાળ બૅટવાળા તરફ દડો ફેક. બૅટવાળાએ દડાને નિશાને લાગવા દેવો નહિ. દડો નિશાને લાગે છે તે રમતમાંથી બાદ થાય. એ રીતે એક ટુકડીને દાવ પૂરો થઈ જતાં બીજી ટુકડી દાવ લે.
નોંધ: સાવ નાનાં બાળકોએ બે ટુકડી પાડવી નહિ. વારાફરતી એક એક જણે દાવ લેવો. બીજા બધાએ દાવ દેવો. દડો ફેંકવા માટે બદલાતા જવું,
[ ૧૦૧ ]
Page #103
--------------------------------------------------------------------------
________________
૪૦ : બે કૂંડાળી
સંખ્યા : ચાર-પાંચ બાળકો.
સાધન: દરેક પાસે પોતાના ભમરડો.
તૈયારી: શેરીને આ નાકે અને બીજે નાકે એમ બે કૂંડાળી દોરવી. કોઈ પણ એક કૂંડાળીમાં આશ મૂકવી.
રમત: જેનાથી આશ ન થાય તેને માથે દાવ આવે. તેણે પોતાના ભમરડો કૂંડાળીમાં મૂકવો. પ્રથમ ઘાએ જે અંદરના કુંડાળાને આંટી જાય, તેણે પોતાના ફરતા ભમરડો હાથમાં લઈને કૂંડાળીમાંના ભમરડાને બહાર કાઢવા. જે પ્રથમ વાર આશ કરી ન શકે તેના ભમરડો ઝીલીને અંદર મૂકવો ને ઝીલનારે ભમરડો લઈ લેવો ને દાવ લેવો. એક વાર કૂંડાળીમાંથી બહાર નીકળેલ ભમરડાને ફરતા ભમરડાથી હડસેલતાં હડસેલતાં બીજી કૂંડાળી સુધી લઈ જવા ને છેવટે બીજી કૂંડાળીની અંદર લઈ જવા. વચ્ચે જેના ભમરડો ફરે નહિ અથવા ફરતા બંધ થતાં સુધી આશ થાય નહિ તેણે દાવ દેવા. બીજી કૂંડાળીમાં દાવ દેનારના ભમરડો જાય એટલે પ્રથમની માફક રમત શરૂ થાય. એ કૂંડાળીમાંથી કાઢીને વળી પાછો પહેલી કૂંડાળીમાં ભ્રમરડાને લઈ જવા. આ પ્રમાણે રમત રમ્યા કરવી.
૪૧ : બસ ( અગડમ્ બગડમ્)
સંખ્યા: બેથી વીસ જેટલી.
સાધન: કાંઈ નહિ.
તૈયારી: રમનારને ગાળ વર્તુલાકારે પાસે પાસે બેસાડવા. ૩ અને જે સંખ્યામાં ૩ના અંક આવે તે તથા ૩ વડે જે જે સંખ્યાને ભાગી શકાય તેવી સંખ્યા બોલવી નહિ. ૧ થી ૩૦ સુધી ગણતરી કરવી. ત્રણને બદલે બીજો અંક પણ નક્કી કરી શકાય.
રમત: કોઈ પણ એક જણથી એક બોલીને રમત શરૂ કરવી. બે ત્રણવાળાએ ‘ બસ ’ બોલવું. ચાર, પાંચ, છવાળાએ બસ બોલવું. એ પ્રમાણે
[ ૧૦૬ ]
Page #104
--------------------------------------------------------------------------
________________
ત્રીસ સુધી ગણતરી તથા પછી વળી એકથી ગણવાનું શરૂ કરવું.
આમ બોલતી વખતે જે ૩, ૬, ૮, ૧૨, ૧૩ વગેરે બોલીને નિયમનો ભંગ કરે તેને રમતમાંથી બાદ કરવા. છેલ્લે બે જણ રહે ને તેમાંથી એક રહે ત્યાં સુધી રમત ચાલુ રાખવી.
નોંધ: આ રમત સ્મરણશકિત માટેની છે. બસને બદલે અગડમ બગડમ એવો ગમ્મત પડે તેવો શબ્દ બોલવાનું નક્કી કરી શકાય.
૪૨ : ભીંતદડો સંખ્યા: દસથી પંદર બાળકો. સાધન: કપડાંને કે રબરને નાને દડો.
તૈયારી: ભીંત પાસે આ રમત રમી શકાય. એક બાળકને દાવ દેનાર રાખવો ને બીજા બધા ભીંતથી પાંચ ફટ દૂર એક હારમાં ઊભા રહે.
રમત: સંજ્ઞા મળતાં દાવ દેનાર બાળકે દડાને ભીંત તરફ ફેંકવો ને ઝીલવો. એ પ્રમાણે સાત વાર ફેંકવો ને ઝીલવો. ઝીલતી વખતે મોઢેથી સંખ્યા બોલવી. સાતમી વાર ઝીલે ત્યારે દાવ લેનાર ભીંતની વિરુદ્ધ દિશામાં ભાગે અને દાવ દેનાર ત્યાં જ ઊભા રહીને કોઈ એકને દડાથી ટે. જો કોઈ એ રીતે અંટાઈ જાય તો તેને માથે દાવ આવે. જો આ પ્રમાણે ઉપરાઉપરી ત્રણ વાર ન આંટી શકે, તો દરેક બાળક તેને ૧૫ ફટ દૂરથી એક એક દડો મારે.
નોંધ: ભીંતે દડાને અથડાવી કૅચ કરતાં સાત સુધીમાં પડી જાય તે તેને દાવ જાય. બીજા બાળકને દાવ દેવા કહેવું.
૪૩ : ભગડતુઈ
(હકુતુતુ) સંખ્યા: ૧૪. બે સરખી ટુકડી. સાધન: કાંઈ નહિ. મેદાન: ૪૨૪૩૩ ફૂટનો લંબચોરસ આંકવો. મધ્યરેખા અને
[ ૧૦૩]
Page #105
--------------------------------------------------------------------------
________________
તેનાથી ૭,૭ ફટ દૂર સ્પર્શરેખા દોરવી.
તૈયારી: બંને ટુકડી સામસામે મેદાનમાં રહે.
રમત: એક જણ હતુવવું બોલતો સામેના મેદાનમાં જાય અને કઈને અડકીને આવે એટલે સામેવાળો એક બાદ થાય. પછી સામેવાળો એક આવે એમ વારાફરતી દાવ દેવા આવે. આ પ્રમાણે ૧૦ કે ૨૦ મિનિટ સુધી રમત ચાલે. જે મરતા જાય તે બેસતા જાય અને પોતાના ભેરુએ સામેવાળાનો એક માર કર્યો હોય, તો ક્રમસર જીવતા થાય.
નોંધ: જૂના વખતમાં વચ્ચે એક લીટે દોરી ભગડતૂઈની રમત રમતાં તે હાલની હતુતુતુની રમત માટેની પૂર્વ તૈયારીરૂપે છે. શરૂઆતમાં બાળકોને ભગડતૂઈની રમત રમાડવી.
હતુતુતુને પણ હાલમાં નિયમબદ્ધ કરી છે, તો તેને તે પ્રમાણે પણ રમાડવી.
૪૪: ભાઈડો સંખ્યા: દસથી વીસ જેટલી. સાધન: કંઈ નહિ.
તૈયારી: સંખ્યાના પ્રમાણમાં ગોળ વર્તુળ દોરવું. રમનાર બધાં કૂંડાળામાં ગમે ત્યાં ઊભાં રહે. દરેકે પોતાના હાથની અદબ વાળીને ઊભા રહેવું.
રમત: સંજ્ઞા મળતાં અંદરોઅંદર ધક્કાબક્કી કરીને બીજાને વર્તુળની બહાર કાઢી નાખવાનો પ્રયત્ન કરવો. બંને પગ જેના બહાર નીકળી જાય તે રમતમાંથી બાદ થાય. જેના હાથ છૂટી જાય તે પણ રમતમાંથી બાદ થાય. આ રીતે છેલ્લે એક જણ રહેતાં સુધી રમત ચાલુ રાખવી.
નોંધ: ધક્કા મારતી વખતે કોણી મારવી નહિ. પડખાભેર ધક્કા મારવા. એક જણને બે કે તેથી વધારે ધક્કા મારીને બહાર કાઢી શકે. સરખી ઉમર કે શકિતનાં બાળકોને જ રમાડવાં.
વિશેષ: ધક્કાબક્કી કરવાની વૃત્તિ પોષાય છે. અમુક હદમાં સ્થિર રહેવા માટે પ્રયત્નપૂર્વક અડગતા કેળવાય છે.
[ ૧૦૪ ]
Page #106
--------------------------------------------------------------------------
________________
૪૫ : મોઈશથી
સંખ્યા: બે અથવા એથી વધુ. સાધન: મોઈ અને દાંડિયો.
તૈયારી: નીચેની કોઈ રમત રમવા માટે અગલ ખેદવી અથવા ગોળ વર્તુળ દોરવું. બે ટુકડી પાડવી અથવા કોઈ એકને માથે દાવ આવે.
રમત: કોઈ એક ખાસ રમતનું અહીં વર્ણન નથી, પણ નીચેની રમતો પ્રચલિત છે:
ટાંગચિઠ્ઠી મૂળાભાજી, એલબેલો, કૂંડાળી ઘૂસી.
નોંધ: મોઈદાંડિયાની રમત માટે વપરાતા ખાસ શબ્દો: અગલ, ટાંગ, ચિઠ્ઠી, મુઠ્ઠી, ઘોડા, પોપટ, ડોળા, ફૂલ, પાકવા, ધૂઈ, ટીચકી વગેરે.
૪૬: મીણÉ ડું સંખ્યા: નવ-નવની બે ટકડી. સાધન: કઈ નહિ.
તૈયારી: એક લંગડી કરતાં મોટું વર્તુળ દોરવું. એક ટુકડી દાવ લે અને બીજી ટુકડી દાવ દે.
રમત: સંજ્ઞા મળતાં હતુતુતુ કે બીજો કોઈ પણ અવાજ કરતા દાવ દેનારમાંથી એક જણ અંદર જાય. અંદરવાળા તેને પકડવા મહેનત કરે.
હતુતુતુની જેમ જ આ રમત રમવાની છે. પણ એક જણને પકડ્યા પછી જ્યાં સુધી તે મીણ બોલે નહિ, ત્યાં સુધી તેને છોડવાને નથી.
એક ટુકડીને દાવ પૂરો થતાં બીજી ટુકડીએ દાવ લે.
દાવ દેનાર અંદરનાને અડકીને કે ઘસડીને ગોળ વર્તુળ પરની ગમે તે જગ્યાએ રેખાને અડકી શકશે.
| [૧૦૫ ]
Page #107
--------------------------------------------------------------------------
________________
સંખ્યા: સરખી સંખ્યાની બે ટુકડી.
સાધન : લાઠી, ટચાકા અથવા બીજી એવી વસ્તુઓ.
તૈયારી: એક મોટુ લંબચેારસ મેદાન પસંદ કરવું ને તેમાં ઉપર પ્રમાણે મેદાન દોરી ટુકડીઓને ગોઠવી દેવી. બંને ટુકડીઓને અલગ બતાવવા માટે કાંઈ નિશાની રાખવી.
ચ્છર
રૅજ્ઞાતિ
છ
જેઈલ
૭
૪૭: મૂંગી લડાઈ
છ
૦ ૦
૭
.
↑ સૈનિક
×
×
સૈનિક
X
*
×
X
*
જેઈલ
X ×
×
× X
X સેનાપતિ
×
કોઠાર
રમત : સંજ્ઞા મળતાં રમત શરૂ થાય. સેનાપતિ નાયકને ઇશારતથી હલ્લો કરવાની રજા આપે. સામસામા સૈનિકો યુદ્ધ શરૂ કરે. એકબીજાએ સામાવાળાના હાથને પકડીને હાથના પંજો જમીનને અડકાડી દેવાનો છે. આમ કરવા માટે એક જણને બે કે એથી વધારે વળગી શકે. જેના હાથ જમીનને અડકી જાય તેને શત્રુઓ જેલમાં પૂરી દે, જેલમાં ગયેલ કેદીને માત્ર ત્યાં જ ઊભા રહેવાનું. ધીમે ધીમે લડાઈ આખા મેદાનમાં શરૂ થઈ જાય. સેનાપતિ પણ ઊતરે. પોતપોતાના મેદાનમાં છેલ્લે એક ખૂણે કોઠાર અને બીજે ખૂણે જેલ બનાવવાં. રમત દરમિયાન સામા પક્ષના માણસ કોઠારમાંથી કોઈ ચીજ લઈ જઈ શકે. બે જણને કોઠાર સાચવવા રાખવા, જેથી ચીજ લેવા આવનારને અડકીને જેલમાં પુરાય. રમત દરમિયાન સામા પક્ષનો પોતાની જેલ પાસે આવી કેદીઓને અડે તો તે કેદી છૂટો થઈ રમતમાં લાગી જાય. આ પ્રમાણે એક ટુકડી પાર થઈ જતા સુધી રમત ચાલે.
[ ૧૦૬ ]
Page #108
--------------------------------------------------------------------------
________________
૪૮ : મનપરખ
સંખ્યા: પંદરથી વીસ.
સાધન: ચાવી, ચપ્પુ, રૂમાલ, પેન્સિલ, રૂપિયા, પૈસા વગેરે ચીજો. તૈયારી : નાયકશોધની માફક ગોળાકારે સૌ બેસે. એક જણ દાવ દેવા જાય. વચ્ચે પાંચ, છ કે તેથી વધુ વસ્તુઓ મૂકવી.
"
રમત : રમનાર બધાં કોઈ પણ એક ગીત બોલે અથવા ધૂન બોલે : રઘુપતિ રાઘવ રાજારામ, પતિતપાવન સીતારામ !'
ગાવાનું શરૂ કરતા પહેલાં વચ્ચે પડેલી ચીજમાંથી કોઈ પણ એક ચીજ દાવ દેનાર લે એમ નક્કી કરવું; પરંતુ દાવ દેનારને તે ચીજનું નામ કહેવું નહિ. દાખલા તરીકે, ચપ્પુ.
જેવું ગાવાનું શરૂ થાય કે તરત દાવ દેનાર વચ્ચે આવે અને પેલી ચીજે પાસે ઊભા રહી કોઈ પણ એક ચીજને અડકે. તેને ખબર નથી કે મારે ચપ્પુ લેવું છે. તે તો કોઈ પણ એક ચીજ ઉપાડે છે. ચપ્પુ સિવાયની ચીજ દાવ દેનાર ઉપાડે એટલે સૌએ મેોટેથી ગાવા માંડવું, ત્યાં સુધી ધીમા સૂરથી ગાવું. મોટેથી ગાયન સાંભળીને દાવ દેનાર સમજશે કે મારે આ ચીજ ઉપાડવાની નથી. એ પ્રમાણે ધારેલી ચીજ ઉપાડે નહિ ત્યાં સુધી રમત ચાલે.
વારાફરતી દરેકના દાવ આવે એવી ગોઠવણ કરવી.
નોંધ: ધારવામાં રૂપિયો લે અને તેના ખમીસના ખિસ્સામાં મૂકે. પેન્સિલ લે અને ચપ્પુ લઈ અણી કાઢે. રૂમાલ લે અને ખિસ્સામાં મૂકે અથવા માથે ઓઢે એવી એવી રમૂજી ધારણા કરી શકાય. જ્યારે જયારે ધારેલા પ્રમાણે ન કરે ત્યારે મોટેથી ગીત બાલવું. ધારેલું કરે ત્યારે ધીમે ધીમે ગાવું.
વિશેષ : આ રમત ગાતાં ગાતાં રમવાની હાઈને સૌને મજા આવે છે. દાવ દેનારને સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરવાની તાલીમ મળે છે.
[ ૧૦૭ ]
Page #109
--------------------------------------------------------------------------
________________
૪૯: મડા પસાર સંખ્યા: દસથી પંદર.
તૈયારી: સાવ પાસે પાસે પગ લાંબા કરીને બેસવું. એક પાતળા ને લાંબા છોકરાને મડું બનાવવું. બધાંના પગ ભેગા થાય ત્યાં મડાના પગ રહે અને મડાએ બેઠેલ કોઈ એકના બંને હાથ પર ચત્તા સૂઈ રહેવું. મડાએ અક્કડ રહેવું. મડાનું મોં આકાશ તરફ રાખવું.
રમત: સંજ્ઞા મળતાં મડાને જમણી તરફ પસાર કરવું. બેઠેલ દરેકે પોતાના બંને હાથ પર મડાને અદ્ધર ઝીલી રાખવું ને તરત આગળ પસાર કરવું. એ રીતે મડાને ગોળ ગોળ ફેરવવું. મડાએ પોતાના બંને હાથ સાથળ સાથે જ રાખવા.
નોંધ: જલદી જલદી મડાને ફેરવવું. મડાના પગ વચ્ચે જ રહે તેનું ધ્યાન રાખવું. જેની ઈચ્છા હોય તેને મડું બનવા તક આપવી.
૫૦ : મૂઢો સંખ્યા: બે ચાર જણ. સાધન: ચાર પાંચીકા. રમનાર દીઠ જુદાં જુદાં એક એક પત.
તૈયારી: મેદાન દોરીને સામે બેસવું. એક જણથી દાવ લેવાની શરૂઆત કરવી.
રમત: દાવ લેનારે પાંચીકાથી છાબડી લેવી. જો ચારે પાંચીકા ઊંધા હાથે લઈ અને ચત્તા હાથે ઝીલી લે તે મૂંઢ ગણાય. મૂંઢો આવે એટલે કોણીથી આંગળા સુધી વર્તુળ પર પોતાના પતથી માપીને એટલું દૂર પત ચલાવવું. જો ત્રણ પાંચીકા ઝિલાય તે મકોડો કહેવાય. જેને મકોડો આવે તેણે એકદમ પાંચીકા હાથ પરથી નીચે પાડી દેવા. જેને મકોડો આવ્યો હોય ને જો તેની પછીના બાળકે તેનો હાથ પકડી લીધો હોય તો તેણે પૂછવું: “કીડી કે મકોડો?” પકડાઈ જનારે બેમાંથી એક કહેવું. જો કીડી કહે તો પકડનારે પોતાના પતિને એક વેંત ચલાવવું અને મકોડો કહે તો મૂઢ ચલાવવો. જો બે પાંચીકા ઝિલાય તો બે આંગળ રેખા ઉપર આડા
[ ૧૦૮]
Page #110
--------------------------------------------------------------------------
________________
મૂકીને ચાલવું. જો એક પાંચીકો ઝિલાય તે પોતાની એક વેંત ભરીને ચાલવું. પિતાના ઘેરથી ચાલવાનું શરૂ કરવું. એક વાર આખું વર્તુળ ફરીને પછી અધું વળ ફરવું અને પછી ઘરમાં જવું. ચાલવાની દિશા ચિત્રમાં બતાવેલ છે. ઘરમાં એક આવે ત્યારે જ ચલાય. ઘરની બહાર નીકળી જનાર પાકી ગયા ગણાય. એ રીતે જે છેલ્લે રહે ત્યાં સુધી રમત રમાય.
છેલ્લે રહેનારને માથે ગળખાઉંની રમત પ્રમાણે ટાપલી મારવાને દાવ દેવો.
નોંધ: પાંચીકા ઝીલવાને વારો એક એક વાર વારાફરતી લે. પાકી ગયેલાં રમતમાંથી બાદ થતાં જાય. છેલ્લે રહેનારને માથે દરેકે વારફરતી દાવ લે. દરેકે ચાર વાર ખાલી થતાં સુધી દાવ લેવો ને તેને માટે હાથ નીચે ચાર પાંચીકા મૂકવા. ટાપલી મારતાં સૂકે એટલે એક પાંચીકો ઓછો કરતા જ. ચારે પાંચીકા લેવાઈ જતાં એક જણને દાવ પૂરો થયો ગણાય. એ રીતે દરેકે દાવ લેવો.
[ ૧૮ ]
Page #111
--------------------------------------------------------------------------
________________
પ૧ : માટલીદાવ
(ખોખો) સંખ્યા: અઢાર અથવા સરખી સંખ્યાની બે ટુકડી. સાધન: બે થાંભલા. જમીન બહાર ચાર ફૂટ રહે.
મેદાન: ૧૧૧૪૫૧ ફૂટનું મેદાન આંકવું ને આઠ આડી પાળી આંકવી.
તૈયારી: દાવ દેનાર ટુકડીને અવળું—સવળું મોં રાખી આઠ જણને બેસાડવા. એક જણ દાવ લેવા જાય. રમનારમાંથી ત્રણ જણને પ્રથમ દાવ લેવા મેકલવા. - રમત: સંજ્ઞા મળતાં રમત શરૂ થાય. કાંઈ પણ ભૂલ થયા વિના પકડાઈ જાય તે બાદ થાય. ત્રણ બાદ થાય એટલે બીજા ત્રણ આવે. એમ ૭ મિનિટ સુધી રમત ચાલે.
દાવ દેનાર ભૂલ કરે તે વિરુદ્ધ દિશામાં પાછા વળી એ આપે.
નોંધ: પ્રથમ આ રમત માટલીદાવ તરીકે રમાડવી. ત્રણ જણને માટલી તરીકે અવળું સવળું મોં રાખી બેસાડવા અને એક જણ દાવ દેવા જાય, બીજાં સૌ દાવ લેવા જાય. નિયમબદ્ધ ખેાખ રમાડતાં પહેલાં માટલીદાવ રમાડવો. પછી નિયમે સમજાવી હાલમાં નિયમ પ્રમાણે રમાય છે તેમ ખાખની રમત રમાડવી.
[ ૧૧૦ ]
Page #112
--------------------------------------------------------------------------
________________
પર : યાદશક્તિ
સંખ્યા: એક સાથે ચારથી પાંચ.
સાધન : મોટી થાળી અથવા ડિશ, તેને ઢાંકી શકાય તેવું જાડું કપડું. જુદી જુદી નાની નાની ચીજો—જેવી કે, ટાંચણી, દીવાસળી, કોડી, રબર, ચપ્પ, મોતી, ચકને ટુકડો, આંબલિયો, કાચને કટકો વગેરે. આવી ૧૦ થી ૨૦ જેટલી વસ્તુઓ થાળીમાં મૂકી ઉપર કપડું ઢાંકી રાખવું. રમનાર દરેકને થાળીથી ૨૦-૨૫ કદમ દૂર બેસાડવા. દરેક રમનાર પાસે કાગળનો ટુકડો અને પેન્સિલ જોઈએ.
રમત: સીટી વાગે એટલે રમનાર દરેક જણ દોડીને થાળી પાસે જઈ ફરતા ઊભા રહે. પછી શિક્ષક થાળી ઉપરનું કપડું ઉપાડી લેવું અને ધીમે ધીમે એકથી દસ સુધી સહેજ મોટેથી સંખ્યા બોલવી. તે સુધીમાં દરેક બાળકે મોંએથી બોલ્યા વિના દરેક ચીજોનું નિરીક્ષણ કરી લેવું. દસ ગણ્યા પછી શિક્ષકે કપડું ઢાંકી દેવું. એ પછી દરેક બાળકે પોતાની જગ્યાએથી કાગળ-પેન્સિલ લઈને જેટલી ચીજો યાદ રહી હોય તે લખી લેવી.
ધ: એકબીજા બાળકો જોઈ શકે નહિ તેમ દૂર દૂર બેસાડવાં. કોઈએ મોટેથી બોલવું નહિ. આ નામ લખવા માટે એક મિનિટ કે બે મિનિટ સમય આપવો. એ સમય પૂરો થવાની નિશાની આપ્યા પછી કોઈ બાળક લખી શકે નહિ. સમય પહેલાં લખીને આપી શકાય. એ રીતે લખેલી ચિઠ્ઠીઓ શિક્ષકને આપી જવી. પછી શિક્ષકે દરેકની ચિઠ્ઠીઓ તપાસવી. કોણે કેટલી વસ્તુ લખી છે તે જાહેર કરવું. સારા અક્ષર પર ભાર આપવો.
વિશેષ: આ રમતથી બાળકોમાં યાદશકિત ખીલે છે અને કયા બાળકે સાચી અને વધારે ચીજોનાં નામ લખ્યાં છે તે જાણી શકાય છે.
[ ૧૧૧ ]
Page #113
--------------------------------------------------------------------------
________________
પ૩ : લંગડી ધક્કાધકકી
સંખ્યા: બે જણ. સાધન: કાંઈ નહિ.
::::: ..
તૈયારી: ૧૦ ફટના વ્યાસનું એક વર્તુળ દેરવું. તેમાં બે જણને સામસામા એક પગે ઊભા રાખવા. એક હાથને ખભે રાખવો તથા બીજા હાથથી ઊંચકાયેલા પગને પકડી રાખવો.
રમત: સંજ્ઞા મળતાં બંનેએ સામસામી ધક્કા ધક્કી કરવી. જેને હાથ કે પગ છૂટી જાય તે હારી જાય. નોંધ: આ પ્રમાણે બબ્બે જણને રમાડવા.
[૧૧૨ ].
Page #114
--------------------------------------------------------------------------
________________
૫૪: લાઠીકૂદન સંખ્યા: સરખી સંખ્યાની બે કે તેથી વધુ ટુકડી. સાધન: જેટલી ટુકડી એટલી પરોણી (નાની લાકડી).
તૈયારી: બધી ટુકડીને ટપ્પાદોડ( રિલે–રઇસ)ની જેમ એક દિશામાં મોં રાખી ઊભી રાખવી. દરેક ટુકડીના પહેલા બાળકને લાકડી આપવી. સામે હદરેખા દેરવી ને દરેક ટુકડીની સામે ઈંટ કે એવું સાધન મૂકવું.
રમત: સંજ્ઞા મળતાં દરેક ટુકડીના પહેલા બાળકે હદરખા તરફ દોડવું ને ઈંટને ફરીને પાછા પોતાની ટુકડી પાસે આવવું. આ વખતે બીજા નંબરે લાઠીના બીજા છેડાને પકડવ ને લાકડીને આડી રાખી તે બંનેએ કેડમાંથી નીચા નમી ટુકડીના છેલ્લા નંબર સુધી ચાલવું. એ વખતે ટુકડીના દરેક બાળકોએ બે પગે કૂદીને લાકડીને પગ નીચેથી પસાર થવા દેવી. છેલ્લે એક નંબરના બાળકે ઊભા રહી જવું ને બે નંબરના બાળકે લાકડી લઈ હદરેખાએ જઈ ઈંટને ફરીને પોતાની ટુકડી તરફ આવવું ને એ વખતે બીજા તથા ત્રીજા નંબરે પ્રથમની માફક કરવું. આ પ્રમાણે છેલ્લા નંબરનો વારો આવતાં સુધી કરવું. જે ટુકડી પ્રથમ આવે તે જીતી ગણાય.
પ૫ : લાઠી સેરવિયો દાવ
(લાઠીઉડાડ) સંખ્યા: દસથી પંદર જેટલી. સાધન: દરેક પાસે લાઠી અથવા પરોણા.
તૈયારી: એક જગ્યાએ જમીન પર આડો લીટ કરીને નિશાન કરવું. એ લીટાની પાછળ ઊભા રહી, લાઠીના એક છેડાને જમીન પર અને
[ ૧૧૩ ]
Page #115
--------------------------------------------------------------------------
________________
બીજા છેડાને એક હાથથી પકડો. પછી લાઠીના જમીન પરના છેડાને બે-ત્રણ વાર આગળ આગળ પાછળ ધસીને જોરથી લાદીને હાથમાં રહેલા છેડા વડે સામે સેરવવી. વારાફરતી દરેક જણે આ પ્રમાણે કરવું. જેની લાઠી પાસે પડે તેને માથે દાવ આવે.
રમત: દાવ દેનારની લાઠી જમીન પર મૂકવી. બીજા સૌએ જમીન પરની લાઠી પિતાની લાઠીથી ઉડાડવી. લાઠી ઉડાડવા આવે ત્યારે દાવ દેનારે તેને પકડવા દોડવું. પકડવા આવે ત્યારે દાવ લેનારાએ પોતાની લાઠીને એક છેડે ઝાડના થડે કે મકાનની ભીતે અડકાડી દે, એટલે દાવ દેનાર તેને અડકી શકે નહિ. જો ભીંતને લાઠી અડતાં પહેલાં અડકાઈ જાય તો તેને માથે દાવ આવે. એ રીતે રમત ચાલુ રહે.
પ૬: વિઘદોડ
સંખ્યા: ચારથી આઠ.
સાધ: બે બાંકડા, બે મોટાં પૈડાં, મોટું પાથરણું, કૂદવાની ઘડી (હર્ડલ), પાણીની ભરેલી ડલો વગેરે.
તૈયારી: દેડવાનો રસ્તો નક્કી કરે. વચ્ચે વચ્ચે અડચણ માટેનાં સાધનો ગોઠવી દેવાં. દોડવાને રસ્તો લંબગોળ કે વર્તુળાકારે રાખવો. પ્રસ્થાનરેખા પર સૌને ઊભા રાખવા.
રમત: સંજ્ઞા થતાં સો દોડવા માંડે. વચ્ચે વચ્ચે અડચણમાંથી પસાર થવાનું. જેમ કે, પ્રથમ બાંકડા હોય તે તેની નીચેથી જવાનું. કૂદવાની ઘોડીને કૂદીને જવાનું. પાથરણાની નીચેથી જવું. પાથરણાને ચાર છે. બીજા ચાર જણે ખૂણા દબાવીને બેસવું. ડોલો આવે તે અમુક હદ સુધી ઊંચકીને લઈ જવી વગેરે.
જે જે અને જેમ જેમ ક્રિયા કરવાની છે, તેની તેની પ્રથમથી જ
[ ૧૧૪]
Page #116
--------------------------------------------------------------------------
________________
સમજણ આપી દેવી. એ રીતે બધી મુશ્કેલીઓને પસાર કરીને કોણ કોણ આવે છે તે જોવું. કોણ જલદી આવે છે તેની નોંધ લેવી.
નોંધ: આ રમતમાં ખમીસ પહેરવાનું, મોજાં પહેરવાનાં, બૂટ પહેરવાના, બટન બીડવાનાં, વાધરી બાંધવાની વગેરે વ્યવહારુ મુશ્કેલીઓ પણ રાખી શકાય.
બાળકની ઉમરના પ્રમાણમાં મુશ્કેલીઓ ગોઠવવી.
વિશેષ: આવી આવી મુશ્કેલીઓને પાર કરવાની હિંમત અને આવડત બાળકમાં પોષાય છે.
પ૭: સબૂર સંખ્યા; દસથી વીસ. ૧ સાધન: આંખે બાંધવાને રૂમાલ.
તૈયારી: ગોળાકારે સૌને પાસે પાસે ઊભા રાખવા. એક જણને દાવ દેનાર નીમવો. તેની આંખે પાટા બાંધવો.
રમત: દાવ દેનાર વચ્ચે ઊભા રહીને ૧, ૨ અને ૩ સુધી સંખ્યા ગણે અને પછી જોરથી બોલે: “સબૂર.” જ્યારે દાવ દેનાર એક બોલે એટલે બીજા સૌએ નક્કી કરેલ હદમાં ગમે ત્યાં દોડીને નાસવું. જયારે દાવ દેનાર ત્રણ સુધી ગણીને “સબૂર” કહે એટલે દાવ લેનાર જ્યાં અને જે સ્થિતિમાં હોય ત્યાં ને તે જ સ્થિતિમાં રહેવું. ‘સબૂર’ કહ્યા પછી દાવ દેનાર ગમે તે તરફ ચાલે અને કોઈ એકને અડવા પ્રયત્ન કરે. જેને આંધળો પોટો અડી જાય તેને માથે દાવ આવે અને ફરીથી પ્રથમની માફક રમત શરૂ થાય.
ધ: દાવ દેનાર અડવા આવે ત્યારે દાવ લેનારે ખૂબ જ શાંત રહેવું. દાવ લેનારે પોતાના હાથ ને ધડ આગળ—પાછળ હલાવી શકાય, પણ પગને ત્યાંથી બેસવવાના નથી.
[ ૧૧૫ ].
Page #117
--------------------------------------------------------------------------
________________
ના પાડીને સમજવાની છે,
સદા
પ૮ : સંદેશ મોકલો સંખ્યા: ચાર–ચાર કે તેથી વધુ સંખ્યાની બે ટુકડી.
તૈયારી: બંને ટુકડીને સમાંતર એક એક હારમાં ઊભી રાખવી. એક જ ટુકડીનાં બે બાળક વચ્ચે ૫ થી ૧૦ પગલાંનું અંતર રાખવું. બે સંદેશા તૈયાર કરી રાખવા. બંને સંદેશાનાં વાક્ય સરખાં જ લાંબાં રાખવાં.
દરેક ટુકડીના પહેલા પહેલા નંબરને સંદેશ કાનમાં કહી સંભળાવવો.
રમત: સંજ્ઞા મળતાં દરેક ટુકડીએ સંદેશાને આગળ આગળ પસાર કરવા. પહેલાએ બીજાને, બીજાએ ત્રીજા અને ત્રીજાએ ચોથાને કહી સંભાળવવો. કઈ ટુકડીને છેલ્લો નંબર રમાડનારને સંદેશો કહી જાય છે તે જોવું. વળી સંદેશો સાચો હોવો જોઈએ.
ધ: એકબીજાએ સંદેશો કહેતી વખતે એટલું ધીમે બોલવું કે બીજો કોઈ સાંભળી શકે નહિ.
એક જ સંદેશો બંને ટુકડીને પણ આપી શકાય. એકસાઈ માટે રમાડનારે સંદેશો લખી રાખવું જરૂરી છે.
૫૯: સોળ કૂકરી સંખ્યા: બે જણ. સાધન: બે જાતની સળ સેળ કૂકરીઓ.
તૈયારી: આકૃતિ પ્રમાણે જમીન પર કે કાગળ પર મેદાન આંકવું. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બંનેએ પિતાના પત તરફ સોળે કૂકરીઓ માંડી
દેવી.
રમત: પ્રથમ કોઈ પણ એક જણ કૂકરીને ચલાવે. ચાર કૂકરીની
[૧૧૬]
Page #118
--------------------------------------------------------------------------
________________
માફક આમાં ટપી જવાનું છે. ટપીને કૂકરી લઈ લેવી. જેની બધી કૂકરીઓ લેવાઈ જાય તેની હાર થઈ ગણાય.
નોંધ: એક કૂકરીને ટપ્યા પછી જો એ જ લાઈનમાં બીજી કૂકરીને ટપી શકાતું હોય તે ઉપરાઉપર બંનેને ટપીને બંને કૂકરીઓ પણ લઈ શકાય છે.
આ રમત ચાર કૂકરીની રમતનું વિસ્તૃત રૂપ છે. વિશેષ: બુદ્ધિને કસે છે.
[૧૧૭]
Page #119
--------------------------------------------------------------------------
________________
૬૦: સોડિયું
સંખ્યા: સરખી સંખ્યાની બે ટુકડી. અથવા દસ દસ.
સાધન: લાકડાના મિનારા જેવા જુદા જુદા રંગના સાત ટુકડા, એક ટેનિસ બોલ.
તૈયારી: ૧૦ થી ૧૫ ફૂટ દૂર સતોડિયું ગોઠવીને મૂકવું. બે ટુકડી પાડવી. એક ટુકડી દાવ દેવા સતોડિયાની એક તરફ ફીલ્ડિગ ભરવા ગેઠવાઈ જાય. બીજી ટકડી દાવ લેવા માટે નિશાન પાસે ઊભી રહે.
રમત: એક એક જણે દાવ લેવાને. રબ્બરના દડાથી સતોડિયાને પાડવાનું. જો જમીન પર ટપ્પો પાડીને સામાવાળા કેચ કરી લે તે દાવ લેનાર ભાર થાય પછી બીજો દાવ લે. જ્યારે સતોડિયું પડે ત્યારે દાવ લેનાર સતોડિયું ચડાવવા પ્રયત્ન કરે ને દાવ દેનાર દાવ લેનારને દડાથી આંટવા પ્રયત્ન કરે. જો સોડિયું અંટાયા વગર ચડાવી દે, તે છેલ્લે ચડાવનાર મોટેથી સતોડિયું બોલે. આથી બધાંને એક વધારાને દાવ ચડે. જો સતોડિયું પહેલાં દાવ દેનાર કોઈ એકને આંટી દે તો આખી ટુકડી માર થઈ જાય. પછી દાવ દેનારે દાવ લેવાને. આ સિવાય જો કોઈનો સતોડિયાને ઈંટતાં હેલ કેચ દાવ દેનાર કરે તો પણ આખી ટુકડી માર થઈ જાય.
નેંધ: દાવ દેનાર દાવ લેનારને મારતી વખતે દડો લઈને દોડી શકાય નહિ. બીજને દડો અંબાવી શકાય. દાવ લેતી વખતે દાવ દેનાર નક્કી કરેલ હદમાં જ રહે. દાવ દેનારે સતોડિયાથી આગળ ઊભું રહેવાય નહિ. સતોડિયાને સહેજ દડો અડી જાય ને પછી તે પડ્યું હોય કે ન પડ્યું હોય છતાં કેચ થઈ જાય તે પણ આખી ટુકડી માર થઈ જાય. ટુકડી ઉપર ઉપરાઉપરી સાત દાવ ચડે ત્યારે તે ટુકડી હારી ગણાય ને તે રીતે રમત પૂરી થઈ ગણાય.
[૧૧૮]
Page #120
--------------------------------------------------------------------------
________________
૬૧: શેરડીની રમત
રમત ૧: ત્રણ કાતળીમાં ત્રણ ઘા અથવા ચાર કે પાંચ કરીને પૈસો ખુતાડવો.
રમત ૨: શેરડીને કકડો નીચે જમીન પર મૂકીને ઊભા રહીને નક્કી કરેલ ઘાએ પૈસા ખુતાડવો.
રમત ૩: ભીંતે શેરડીના સાંઠો મૂકીને ૧૦ થી ૧૫ ફટ દૂરથી નક્કી કરેલ ઘાએ પૈસા ખુતાડવો.
રમત ૪: એકસાથે બે કે તેથી વધારે પૈસા એકસાથે નક્કી કરેલા ઘાએ એક કાતળીમાં ખુતાડવા.
રમત ૫: શેરડીના કકડાને આડો રાખીને નક્કી કરેલ ઘાએ આડો પૈસો ખુતાડવો.
રમત ૬: દરેક બાળકોને એકસરખી લંબાઈના ટુકડા દઈને મોઢેથી ફોલીને ખાવા દેવા. કોણ પ્રથમ ખાઈ જાય છે તે જોવું.
રમત ૭: શેરડીના સાંઠાને એક હાથથી જમીન પર ઊભે ટેકવીને એક ચક્કર ફરી જઈને દાતરડાથી જમીન પર પડે એ પહેલાં કાપી કાઢવો.
નોંધ: શેરડીની રમત મકરસંક્રાંતિના દિવસેમાં રમાય છે.
[૧૯]
Page #121
--------------------------------------------------------------------------
________________
૬૨: હેડી
સંખ્યા: સરખી સંખ્યાની બે, ત્રણ કે વધુ ટુકડીઓ પાડવી. સાધન: ટુકડી દીઠ આઠથી દસ ફૂટ લાંબે એક એક વાંસ જોઈએ.
તૈયારી: દરેક ટુકડીએ વાંસને બે પગની વચ્ચે રાખી, બંને હાથથી પકડીને ઊભા રહેવું. દરેક ટુકડીને પ્રસ્થાનરેખા ઉપર છૂટી છૂટી ઊભી રાખવી. બે ટુકડીની વચ્ચે આઠથી દસ ફિટનું અંતર રાખવું. હદરેખાનું અંતર નાના માટે ૫૦ ફૂટ અને મોટા માટે ૧૦૦ ફૂટનું રાખવું.
રમત: સંજ્ઞા મળતાં રમત શરૂ થાય. દરેક ટુકડીએ વાંસ સહિત હદરેખા તરફ દોડવું, જે ટુકડી હદરેખાને પ્રથમ વટાવી જાય તેની જીત થઈ ગણાય.
આ રમતમાં હદરેખા ઉપર કાંઈ વસ્તુ મૂકીને, વસ્તુને ફરીને પાછા પ્રસ્થાનખાને વટવાનું પણ રાખી શકાય.
[ ૧૨૦ ]
Page #122
--------------------------------------------------------------------------
________________
સસ્તુ સાહિત્ય એટલે કાચામાં ઊંચું સાહિત્ય કેટલાંક ઉપયોગી પુસ્તકે
ધર્મગ્રંથ પુરાણ
- રામાયણ શાંતિપર્વ-(મહાભારત વાલ્મીકિ રામાયણ ભાગ ૬ ઠ્ઠો) ૧૦-૦૦
(બે ભાગમાં) ૧૫-૦૦ શ્રીહરિવંશ અથવા
તુલસીકૃત રામાયણ ઉત્તર મહાભારત ૧૦-૦૦
ન (બે ભાગમાં) ૧૫-૦૦
૬-૦૦ મહાભારતસાર ...
ગિરધરકૃત રામાયણ ૪–૫૦
| ગીતા-વિષયક શ્રીશિવમહાપુરાણ (બે ભાગમાં).
શ્રીમદ્દ ભગવદ્દગીતા૧૪-૦૦
શાંકરભાષ્ય - ૪-૦૦ વાયુપુરાણ
૧૦-૦૦
શ્રીમદ્દ ભગવદ્ગીતા–નીલકંઠી અમિપુરાણ
૧૦-૦૦
ટીકા સાથે ... ૩-૦૦ નારદમહાપુરાણ .. ૧૫-૦૦ ભગવદ્ગીતા-પુરુષાર્થવામન પુરાણ
બોધિની–ભા. ૩જે ૪-૦૦ શ્રીમદ્ ભાગવત
શ્રીમદ્દ ભગવદ્દગીતા સં. . ૦-૫૦ (બે ભાગમાં) ... ૧૫-૦૦ , , ગુજરાતી લિપિ ૦-૫૦ દેવીભાગવત ... ૧૦-૦૦ શ્રી રામગીતા ... ૧-૭૫ બીમાર્કડેયપુરાણ ... –૫૦ | ગીતાસંકલન
૦-૧૧ શ્રીમદ્ ભાગવતને
અવધૂતગીતા
૧-૨૫ દશમ સ્કંધ . ૪-૦૦ | પાંડવગીતા
૦-૪૦
ઈશ ને કેન ઉપનિષદ ૧–૨૫ | માંડૂક્ય ઉપનિષદ ... ૩-૦૦ કઠોપનિષદ
૧–૫૦ | તૈત્તિરીય ઉપનિષદ ... ૧–૫૦ પ્રશ્નોપનિષદ ... ૧–૦૦ | બૃહદારણ્ય ઉપનિષદ–૧–૨ ૮-૦૦ મુંડકેપનિષદ ... ૧–૦૦ | છાંદોગ્ય ઉપનિષદ ... ૫-૦૦ એતરેય ઉપનિષદ .. ૦–૭૫ | શ્વેતાશ્વતર ઉપનિષદ ૧-૫૦
[ ૧૨૧ ]
Page #123
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને નીતિ
૨
૧-૨૫ ૦-૨૫ ૦-૬૦
૦-૪,
સુભાષિત રત્નભાંડાગાર ૧૨-૦૦ | આર્યધર્મનીતિ અને બાલવિલાસ .. ૧-૫૦ ચાણક્યનીતિસાર હિંદુધર્મની બાળથી ૦-૭૫
ચારુચર્યા ધર્મદર્શન .. ૧–૦૦
યક્ષ અને યુધિષ્ઠિર
વૈરાગ્યશતક વાટના દીવડા . ૧-૫૦
વિજ્ઞાનશતક હિંદુધર્મ (એક પુસ્તકરૂપે) ૧-૨૫
નવસંહિતા હિંદુધર્મ અને સદાચાર ૦-૨૫
નવધા ભક્તિ હિંદુધર્મ - ૦-૨૫ નીતિશતક હિંદુધર્મના પાયા ૦-૨૫ વ્યવહારમાળા . બોધમાળા · ૦૪૦ | સંતોષસુરત. .. જેસલ-તોરલ તથા જાલંધર- શાંડિલ્ય ભક્તિસૂત્ર
ગોપીચંદ - ૦-૨૫ | સૂક્તાવલિ સુભાષિત રત્નમાળા –૭૫ | સત્સંગમાળા ...
૦-૫૦ ૦-૪૦ ૦-૫૦ ૦-૩૦ ૦-૩૭ ૦-૪૦ ૦-૪૦
ભતિવિષયક
હરિરેવ જગત - ૨-૧૦ | જેસલ–તોરલ તથા ઉપદેશસારસંગ્રહ , ૧-૫૦
જાલંધર–ગોપીચંદ ૦-૨૫ સંતની અનુભવ–વાણી ૨-૫૦
મદાલસા અને અલર્ક ૦-૩૦ સબોધસરિતા » ૧-૫૦
વિવેકાનંદનાં વચનામૃતો ૦-૫૦ સંતની વાત . ૨-૦૦ મેનાવતી–ગોપીચંદ તથા ગીતાંજલિ ... ૦-૪૦ ભર્તુહરિ-વિક્રમ ૨૫ પુરગામી .. ૦-૨૫
[ ૧૨૨ ]
૦-૨૫
Page #124
--------------------------------------------------------------------------
________________
વેદાન્ત-તત્વજ્ઞાન પક્ષપાતરહિત અનુભવપ્રકાશદ-૫૦ | જીવન્મુક્તિવિક ... ૧-૫૦ વેદાંતસિદ્ધાંત મુક્તાવલી ૨-૦૦ જ્ઞાનવાણી
૨-૦૦ શ્રીપંચદશી-વિદ્યારણ્ય કૃત ૫૦૦ જ્ઞાનલહરી ... ૦-૫૦ પંચદશી-મરાઠી પરથી ૨-૦૦ | યોગાભ્યાસ અને અમૃતાનુભવ છે. ૨-૦૦ આસનવિધિ . ૦–૭૫ વિચારસાગર ... પક્ષદી (વેદાંતપ્રક્રિયા) ૦-૩૫ તવાનુસંધાન " ૪-૦૦ પાતંજલ યોગસૂત્ર.. પંચીકરણ
૨-૦૦ જ્ઞાનનાં ઝરણું ... ૦-૨૫ આત્મરામાયણ - ૧–૫૦ | વિચારમાળા . ૦-૫૦ શ્રીવેદાંતમાર્ગદર્શિની ૨-૦૦ | લઘુગવાસિષ્ઠસાર.. વેદાંતશર્દેશ . ૦-૫૦ ) સદાચાર .....
૪–૦૦
૦-૫૦
૧–૫૦
ઉપદેશ–વાર્તાલાપ શ્રી રમણવાણી .. ૦-૫૦ | હરિરવ જગત , ૨-૫૦ ધર્માલાપ–વાર્તાલાપ ૫-૦૦ ઉપદેશસારસંગ્રહ • ૧-૫૦ બેધદાયક કથાઓ ૧-૫૦
કપિલ અને દેવહૂતિ ૦-૬૨ સ્ત્રીઓનું સ્વર્ગ ... ૪-૦૦ | તુકારામગાથા (ભા.૨એ) ૩-૦૦ માબાધ ... ૦-૭૫ | મદાલસા અને લક... ૦–૩૦ પ્રભુમય જીવન
બનવાન બને ! .. ૧-૨૫
... ૦-૭૫
સ્વામી રામતીર્થનાં આપણે ધર્મ . ૨-૦૦
વચનામૃત - ૦–૭૫ વિવેકાનંદનાં વચનામૃત ૦-૫૦ | આત્માની ઓળખ ગાંધીવાણુ . ૧–૨૫ (નવી આવૃત્તિ) ૦-૫૦ અંતર-નિરીક્ષણ - ૧-૦૦ સંસારમાં સ્વર્ગ • ૩-૦૦
[ ૧૨૩ ]
Page #125
--------------------------------------------------------------------------
________________
ધમ કથા-પ્રાર્થનાઓ
-
એ
૦-૨૦
વિતરાજ ... ૧૫-૦૦ | હરિપાઠ વૈદિક-વિનય (ત્રણ ભાગ) –૫૦ | કંઠાભૂષણમ - ૦-૩૦ અષ્ટાધ્યાયી રુદ્રી ... ૧–૫૦ નિત્યપાઠ
૧-૨૫ ચંડીપાઠ . ૨-૦૦ સંધ્યાપદ્ધતિ ... (છપાશે) સ્વાધ્યાયસુધા ૪-૦૦ | શિવમહિમ્ર સ્તોત્ર ૧-૦૦ પુરુષોત્તમ માસમાહાસ્ય ૩-૦૦
હનુમાન ચાલીસા ... ૦-૧૫ જપ અને નામસ્મરણ ૧-૨૫ | પ્રાતઃ અને સાયંકાળની ભીષ્મસ્તવરાજ .. ૦–૧૫ | પ્રાર્થનાઓ ... ૦-૫૦
દૃષ્ટાંતકથાઓ
શ્રીસુબેધકથાસાગર - ૩–૧૦ બેધક વાર્તાઓ શ્રીસુધરત્નાકર ... ૨-૦૦ | (“બેધકથાઓ') ૧-૧૦ ધર્મકથાઓ . ૧-૫૦ સંતની વાતો . ૨-૦૦ દષ્ટાંતશતક
૧–૫૦ | સબોધસરિતા . ૧–૫૦
સાંપ્રદાયિક
ધમ્મપદ-ધર્મનાં પદે ૧-૨૫ | સમાધિશતક ડિશ ગ્રંથ .. ૧-૫૦ | ગોરખનાથ
| [ ૧૨૪].
૦-૪૦ (છપાશે)
•••
(
Page #126
--------------------------------------------------------------------------
________________
જીવનચરિત્રો
૦-૭૫
૦-૪૦
- મા આનંદમયી .૧-૨૫ | નાનક . એ ૦-૬૦ દેવો, ઋષિઓ અને પ્રતાપી સ્વામી ભાસ્કરાનંદ ૧-૨૫
પુરુષો . ૨-૦૦ | ગીશ્વર યાજ્ઞવક્ય ૦-૬૦ મહાન શીખ ગુરુઓ ૨-૫૦ | શ્રીરામચંદ્ર દત્ત અને પુરાણો અને ઈતિહાસનાં
નાગમહાશય ••• ૧-૦૦ યશસ્વી પાત્ર ૩–૫૦ પ્રેમાનંદ સ્વામી . ૦-૭૫ ભારતના વીરપુરુષો ૩-૦૦ સ્વામીશ્રી નિત્યાનંદ ૦-૫૦ સૌરાષ્ટ્રના સંતે ... ૧-૫૦ ગુજરાતના ભકતે . સેરઠના સિદ્ધો : ૧૫૦ | ભક્ત રોહિદાસ ૦–૨૦ પ્રાચીન ભક્તો ... ૧-૨૫
ભક્ત પીપાજી વીર દુર્ગાદાસ ... ૧–૫૦ | સંત મૂળદાસ - ૦-૩૭ બેન્જામિન ફેમિલન ૧-૨૫ | મેકણ દાદા
૦-૫૦ મહાત્મા ટૉલ્સ્ટૉય ... ૧-૨૫ગોસ્વામી તુલસીદાસ * ૦-૪૦ જેન ઓફ આર્ક ૦–૭૫ શ્રી રામકૃષ્ણ પરમહંસ ૦-૪૦ ભક્તચરિત્ર * ૩-૦૦
સ્વામી રામતીર્થ (સંક્ષિપ્ત) ૧-૦૦ ગૌતમ બુદ્ધ ... ૧–૫૦
સ્વામી રામતીર્થ–નાનું ૦-૨૫ ચૈિતન્ય મહાપ્રભુ . ૧-૦૦ | મહાત્મા મસ્તરામજી ૦-૪૦ સાક્ષાત્કારને પથે તુકારામ ૨-૦૦ નાનભટ્ટ બાપા - ૦–૩૦ મહર્ષિ દયાનંદ - ૧–૫૦ મહાત્મા સમ્રુદાસ ૦-૫૦ સ્વામી શ્રદ્ધાનંદ ... ૧–૫૦ | જ્ઞાનેશ્વર ને ચાંગદેવ ૦-૪૦
[ ૧રપ ]
Page #127
--------------------------------------------------------------------------
________________
વૈદક અને આરોગ્ય ચરક–સંહિતા (પાંચભાગમાં) [ રેજિંદા આયુર્વેદ ૧-૨૫ ભાગ ૧–શ્લેક
આરોગ્યની બારમાસી ૨-૦૦ | (સૂત્ર)સ્થાન ૧૫-૦૦
આપણે આહાર • ૨-૦૦ ભાગ ૨-નિદાન, વિમાન,
| આયુર્વેદ અને ભારત ૦–૨૫ " શારીર ને ઈદ્રિયસ્થાન ૧૫-૦૦
ઘરઘરને વૈદ્ય ભાગ ૩
• ૨-૦૦ ચિકિસિતસ્થાન ૧૦-૦૦ છાલ પાલેમરીમસાલે ૫-૦૦ ભાગ ૪- ૧૦-૦૦ આરોગ્યવિષે સામાન્ય જ્ઞાન ૧-૦૦ ભાગ ૫-કલ્પ અને વૈદ્યજીવન .. ૧૨૫ સિદ્ધિસ્થાન ૮-૦૦
અકસ્માતના તાત્કાલિક ભાવપ્રકાશ-ભાગ ૧ લે ૧૨-૦૦
ઉપાય ભાવપ્રકાશ-ભાગ ૨ ૧૫-૦૦
મલમપટ્ટા •• , ૧-૦૦ સુવ્રત–આયુર્વેદ (૧-૨) ૧૬-૦૦
બોપદેવશતક
૧–૨૫ અષ્ટાંગહદય ૧૫-૦૦
વૃક્ષાયુર્વેદ
• ૦-૭૫ માધવનિદાન ૧૨-૦૦
રસાયન
• ૧-૫૦ હારીતસંહિતા ... ૬-૦૦
ઝેર ઉતારવાના તાત્કાલિક ગરત્નાકર-(પૂર્વાર્ધ) ૮-૦૦
ઉપાય - ૦-૭૫ આર્યભિષફ અથવા હિંદુસ્તાનને વૈદ્યરાજ ૮-૦૦ |
માંદાને આહારવિહાર –૩૦ રસતંત્રસાર ભા. ૧ લે ૧૦-૦
માંદગીમાં ઉપવાસ ૦-૪૦ રસતંત્રસાર અને સિદ્ધપ્રયોગ- ખેરાકના ગુણદોષ . ૦-૭૫
સંગ્રહ (ભા. ૨ ) ૮-૦૦ | હરડે (ને તેને ઉપયોગ) ૦-૫૦ પથ્યાપથ્ય
જીવનચય - ૦-૫૦ (આરોગ્યની કૂંચી) ૩-૦૦ ચૂર્ણઔષધિ ... ૦-૫૦ આયુર્વેદને ઇતિહાસ ૫-૦૦ | કવાથ–ઔષધિ - ૦-૪૦
[ ૧૨૬]
Page #128
--------------------------------------------------------------------------
________________
ભજનસંગ્રહ તુલસીસતસઈ
...
૧-૦૦ | કેશવકૃતિ . કવિ દીનદયાળગિરિ
૧-૫૦
પરિચિત પદસંગ્રહ ૨-૦૦
નિષ્કુલાનંદની વાણી
૦-૩૦
...
સંત દાદ ઋષિરાજનાં પદ્મા પ્રમેાધખાવની
...
૧–૨૫
અખાના છપ્પા દલપતરામની કવિતા
૦-૭૫
ભક્તકવિ દયારામનાં ભજના ૦-૪૦
શામળના છપ્પા
૧-૦૦
છેટમની વાણી
કાવ્યમા મારાં સે। કાવ્યા
આખાહરણ
નળાખ્યાન
...
200
...
...
...
...
સતવાણી ભજન
અક્ષરમાળા
સાંખ્યસાર અને યાગસાર ૦-૩૭
૦૨૫
૦-૪૦
ગિરધર કવિરાય ૦~૨૫ વૈતાલ કહે
કાવ્યા અને આખ્યાના
...
૧-૫૦
કાવ્યસંક્ષેપ કવિતાસંગ્રહ ભાગ ૨ જો ૦-૦૫
...
...
h૭=૦
...
૦-૩૭
3-00
૦૩૦
૦-૨૫
કબીર સાહેબનાં ભજના ૦-૫૦
૦-૫૦
૦-૪૦
૦-૫૦
h૭-૦
૦-૭૫
૧૨૫
ભાજા ભગતના ચાબખા
ભક્ત સુરદાસનાં પટ્ટા
ધીરા ભગતનાં પા રવિ,
...
ભાણુ અને
મેારાર સાહેબની વાણી ૦-૪૦
૦-૫૦
૦-૪૦
૦-૪૦
0-30
૦–૧૯
૦-૨૫
દાસી જીવણનાં પા
સા ભજના
તુલસીદાસની સાખીએ કશ્મીરની સાખીએ ..
...
પ્રäાદ સુદામાચરિત્ર
[ ૧૨૭ ]
...
સુમુખ તથા નૃસિંહકુમાર ૦–૩૭ મહર્ષિ દધીચિ અને ખીન્ન
મે આખ્યાના
આખ્યાન
...
...
૦-૫૦
૦-૫૦
૦-૨૫
Page #129
--------------------------------------------------------------------------
________________
નવલકથા-વાર્તાસંગ્રહ રામ ઝરૂખે બેઠકે .. ૨-૦૦ | જીવનસુવાસ • ૧- તડકી-છાંયડીનાં ફૂલ બિરબલ અને બીજા
ગુલાબ . ૨-૦૦ (આવૃત્તિ ૬ ઠ્ઠી) ૨-૫૮ અનાવરણ • ૨-૫૦ | હાસ્યતરંગ - ૧-૦૦ અમર અજવાળાં . ૧-૦૦ | હાજીબાબાનાં સાહસે ૨-૫૦ દિવ્ય વાર્તાઓ .... ૧-૦૦ | ઈતિહાસને અજવાળે પ્રકાશનાં પગલાં (સચિત્ર) ૦-૭૫ (સચિત્ર) . ૧-૦૦ ઉત્તરરામચરિત .. ૧-૫૦ | પટલાઈના પેચ .. ૨-૦૦
હિની અને બીજી વાતે ૧-૦૦ અને અને નવું રેલવે સંત બળરામ અને પતિતા ૦-૭૫ સ્ટેશન - ૦–૨૫ બનાવટી ફૂલે ... ૧-૦૦ સમ્રાટ શ્રેણિક ને દેવી નંદા -૨૫ ગામડું બેલે છે ... ૧-૦૦ શ્રમણ નારદ . ૦-૨૦
નાટકે ગુજરાતનાં નાટકે : | ગોપીચંદ (નાટક) ૦-૭૫ | ગીતની સારીગમ ૨-૫૦ એકલવ્ય અને બીજી અંધારા રંગમહેલને રાજા ૧-૦૦ બાલનાટિકાઓ ૦-૪૦ મંગલ મંદિર ... ૧-૦૦ સૌભાગ્યસુંદરી અને બીજાં : પિરસ અને સિકંદર ૧-૦૦ નાટકનું નવનીત ૧-૧૦ આસમાની ચલી ... ૧-૫૦ | ભર્તુહરિને વૈરાગ્ય ૦-૪૦
વધુ વિગત માટે વિસ્તૃત સૂચિપત્ર મગાવે સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય–અમદાવાદ [ ૧૨૮]
૨ સા.
૦-૭૫
Page #130
--------------------------------------------------------------------------
_