________________
ત્રીસ સુધી ગણતરી તથા પછી વળી એકથી ગણવાનું શરૂ કરવું.
આમ બોલતી વખતે જે ૩, ૬, ૮, ૧૨, ૧૩ વગેરે બોલીને નિયમનો ભંગ કરે તેને રમતમાંથી બાદ કરવા. છેલ્લે બે જણ રહે ને તેમાંથી એક રહે ત્યાં સુધી રમત ચાલુ રાખવી.
નોંધ: આ રમત સ્મરણશકિત માટેની છે. બસને બદલે અગડમ બગડમ એવો ગમ્મત પડે તેવો શબ્દ બોલવાનું નક્કી કરી શકાય.
૪૨ : ભીંતદડો સંખ્યા: દસથી પંદર બાળકો. સાધન: કપડાંને કે રબરને નાને દડો.
તૈયારી: ભીંત પાસે આ રમત રમી શકાય. એક બાળકને દાવ દેનાર રાખવો ને બીજા બધા ભીંતથી પાંચ ફટ દૂર એક હારમાં ઊભા રહે.
રમત: સંજ્ઞા મળતાં દાવ દેનાર બાળકે દડાને ભીંત તરફ ફેંકવો ને ઝીલવો. એ પ્રમાણે સાત વાર ફેંકવો ને ઝીલવો. ઝીલતી વખતે મોઢેથી સંખ્યા બોલવી. સાતમી વાર ઝીલે ત્યારે દાવ લેનાર ભીંતની વિરુદ્ધ દિશામાં ભાગે અને દાવ દેનાર ત્યાં જ ઊભા રહીને કોઈ એકને દડાથી ટે. જો કોઈ એ રીતે અંટાઈ જાય તો તેને માથે દાવ આવે. જો આ પ્રમાણે ઉપરાઉપરી ત્રણ વાર ન આંટી શકે, તો દરેક બાળક તેને ૧૫ ફટ દૂરથી એક એક દડો મારે.
નોંધ: ભીંતે દડાને અથડાવી કૅચ કરતાં સાત સુધીમાં પડી જાય તે તેને દાવ જાય. બીજા બાળકને દાવ દેવા કહેવું.
૪૩ : ભગડતુઈ
(હકુતુતુ) સંખ્યા: ૧૪. બે સરખી ટુકડી. સાધન: કાંઈ નહિ. મેદાન: ૪૨૪૩૩ ફૂટનો લંબચોરસ આંકવો. મધ્યરેખા અને
[ ૧૦૩]