________________
૪૦ : બે કૂંડાળી
સંખ્યા : ચાર-પાંચ બાળકો.
સાધન: દરેક પાસે પોતાના ભમરડો.
તૈયારી: શેરીને આ નાકે અને બીજે નાકે એમ બે કૂંડાળી દોરવી. કોઈ પણ એક કૂંડાળીમાં આશ મૂકવી.
રમત: જેનાથી આશ ન થાય તેને માથે દાવ આવે. તેણે પોતાના ભમરડો કૂંડાળીમાં મૂકવો. પ્રથમ ઘાએ જે અંદરના કુંડાળાને આંટી જાય, તેણે પોતાના ફરતા ભમરડો હાથમાં લઈને કૂંડાળીમાંના ભમરડાને બહાર કાઢવા. જે પ્રથમ વાર આશ કરી ન શકે તેના ભમરડો ઝીલીને અંદર મૂકવો ને ઝીલનારે ભમરડો લઈ લેવો ને દાવ લેવો. એક વાર કૂંડાળીમાંથી બહાર નીકળેલ ભમરડાને ફરતા ભમરડાથી હડસેલતાં હડસેલતાં બીજી કૂંડાળી સુધી લઈ જવા ને છેવટે બીજી કૂંડાળીની અંદર લઈ જવા. વચ્ચે જેના ભમરડો ફરે નહિ અથવા ફરતા બંધ થતાં સુધી આશ થાય નહિ તેણે દાવ દેવા. બીજી કૂંડાળીમાં દાવ દેનારના ભમરડો જાય એટલે પ્રથમની માફક રમત શરૂ થાય. એ કૂંડાળીમાંથી કાઢીને વળી પાછો પહેલી કૂંડાળીમાં ભ્રમરડાને લઈ જવા. આ પ્રમાણે રમત રમ્યા કરવી.
૪૧ : બસ ( અગડમ્ બગડમ્)
સંખ્યા: બેથી વીસ જેટલી.
સાધન: કાંઈ નહિ.
તૈયારી: રમનારને ગાળ વર્તુલાકારે પાસે પાસે બેસાડવા. ૩ અને જે સંખ્યામાં ૩ના અંક આવે તે તથા ૩ વડે જે જે સંખ્યાને ભાગી શકાય તેવી સંખ્યા બોલવી નહિ. ૧ થી ૩૦ સુધી ગણતરી કરવી. ત્રણને બદલે બીજો અંક પણ નક્કી કરી શકાય.
રમત: કોઈ પણ એક જણથી એક બોલીને રમત શરૂ કરવી. બે ત્રણવાળાએ ‘ બસ ’ બોલવું. ચાર, પાંચ, છવાળાએ બસ બોલવું. એ પ્રમાણે
[ ૧૦૬ ]