________________
પણ હાથની પાછળ આંકડા ભીડી રાખવા.
રમત: સીટી વાગે એટલે દાવ દેનાર એક બાળકે પગના પંજા પર દેડકાની માફક કૂદતાં કૂદતાં અંદરના કોઈ પણ એક બાળકને અડવાને પ્રયત્ન કરે. પણ આ રમતમાં અયા તેને કહેવાય કે માથે માથાં અડે, દાવ દેનાર સામેવાળાના માથાને પોતાના માથા વતી સ્પર્શ કરેઆમ કરતાં હાથના આંકડા છૂટવા જોઈએ નહિ. જેનાથી અડાઈ જાય તેણે દાવ દેવા જવું ને દાવ દેનારે દાવ લેવા સૌની સાથે ભળી જવું.
ધ: રમતાં રમતાં જેના હાથ છૂટી જાય અથવા ઊભા થઈ જાય તે રમતમાંથી બાદ થાય. આ રમત લંગડીની માફક બે ટુકડી પાડીને પણ રમાડી શકાય.
૩૯ : બૅટ–દડો
સંખ્યા: દસથી બાર.
સાધન: આપણા સુથારે પાટિયાનું બનાવેલ બૅટ, ટેનિસને દડો અથવા કપડાને ગૂંથેલ દડો.
તૈયારી: બે ટુકડી પાડી દેવી. એક ટુકડી દાવ લે અને બીજી દાવ દે. ભીતે કે ઝાડના થડે બાદ થવા માટેની નિશાની કરવી અથવા ત્રણ દાંડિયા ખેડવા, સામે દસથી પંદર પગલાં દૂર એક પથ્થર મૂકવો. દાવ દેનાર એક જણ દડો ફેંકવા માટે રહે, બીજા છૂટા છૂટા ઊભા રહે, દાવ લેનારમાંથી એક જણ બૅટ લઈને દાવ લેવા માટે આવે.
રમત: દડો ફેંકવાવાળ બૅટવાળા તરફ દડો ફેક. બૅટવાળાએ દડાને નિશાને લાગવા દેવો નહિ. દડો નિશાને લાગે છે તે રમતમાંથી બાદ થાય. એ રીતે એક ટુકડીને દાવ પૂરો થઈ જતાં બીજી ટુકડી દાવ લે.
નોંધ: સાવ નાનાં બાળકોએ બે ટુકડી પાડવી નહિ. વારાફરતી એક એક જણે દાવ લેવો. બીજા બધાએ દાવ દેવો. દડો ફેંકવા માટે બદલાતા જવું,
[ ૧૦૧ ]