________________
(૮) જો કોઈ રમત સફળ થાય નહિ, તા બાળકો ઉપર ખીજાવાની કે દોષ દેવાની જરૂર નથી. રમત અસફળ થવાના વાંક રમત રમાડનાર અથવા રમતના શેાધનારના ગણાવા જોઈએ.
(૯) સંખ્યાબંધ એવી રમત છે કે તેને અદલબદલ કરીને રમાડી શકાય. સમય અને સ્થાનને ધ્યાનમાં રાખીને રમતાની પસંદગી કરવી જોઈએ.
(૧૦) રમતમાં બને તેટલા ઓછા નિયમે હોય તેમ સારું; પણ તેની સાથેાસાથ એટ્લે પણ ચાક્કસ કે દરેક નિયમનું સજજડ રીતે પાલન થવું જોઈએ.
(૧૧) એક ને એક રમતને વારંવાર રમવાથી જ તેના અસલીપણાનો અને ગૂઢતાનો ખ્યાલ આવે છે. માટે દરેક રમત બાળકને વારંવાર રમાડવી.
(૧૨) રમતમાંથી લાલચને તથા હરીફાઈના તત્ત્વને સદંતર નાબૂદ કરી દેવાનું છે. સાથેાસાથ હારજીતના પ્રશ્નને પણ સાવ હળવા બનાવી દેવાના છે.
(૧૩) રમત રમતાં રમતના મેદાન પર બાળક કેવી રીતે વર્તે છે, તેની વ્યકિતગત નોંધ રાખવી. આ નોંધ બાળકના વિકાસ માટે જરૂરી, થઈ પડે છે.
[ } }