SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ દાવ દેનાર ટુકડીવાળાએ ગોળાકારે વર્તુળની રેખાને સ્પર્શ કર્યા વગર સરખા અંતરે ઊભા રહેવું અને નાયક(અથવા કોઈ પણ એક)ને હાથમાં દડો આપવો. રમત: રમનારા બધાએ વર્તુળમાં ગમે ત્યાં છૂટા છૂટા ઊભા રહેવું. રમાડનાર રમત શરૂ કરવાની સંજ્ઞા કરે એટલે નાયકે વર્તુળમાંનાં બાળકો તરફ દડાને ફેંકવો. આ વખતે રમનારને દડો વાગશે તો બાદ નહિ થાય. આ રીતે દાવ દેનાર દડાને હાથથી ફેંકીને રમનારને દડાથી આંટવા પ્રયત્ન કરશે. દાવ દેનારે દડાને ઘા કરતી વખતે વર્તુળરેખાને સ્પર્શ કરી શકાશે નહિ તેમ જ વર્તુળમાં પગ મૂકી શકાશે નહિ. જો આમ થશે તે ભૂલ ગણાશે અને એ રીતે રમનારને દડો વાગ્યો હશે તે તે બાદ નહિ ગણાય. વળી દડાને ઘા જમીન પર પડ્યા વિના સીધેસીધો રમનારને વાગ્યો હશે તો જ બાદ ગણાશે. આ રીતે રમનારને દડો અડશે તે તેણે રમતમાંથી બાદ થઈ જવું પડશે. આ રીતે રમનાર દરેકને બાદ કરશે ત્યાં સુધી રમત ચાલુ રહેશે. રમનારે ધ્યાન રાખવું કે દોડતાં દોડતાં વળ(હદ)ની બહાર નીકળી જવું નહિ. એ રીતે વર્તુળની બહાર નીકળી ગયેલ બાદ થશે. વળી વર્તુળમાં દડાને જાણી જોઈને અડી જનારે અથવા હાથથી કે પગથી દડાને ઉછાળનાર પણ બાદ થશે. દાવ દેનાર બધા રમનારને બાદ કરી દેશે. પછી રમનારે દાવ આપવો અને દાવ દેનારે રમનાર થઈ જવું. આ રીતે બંને ટકડી એક એક વાર દાવ લે ત્યારે એક રમત પૂરી થઈ ગણાય. એ જ રીતે બીજી વાર રમવું. આ રમતની હાર–જીત માટે આ મુજબ નિયમો છે: એક રમત ૭ મિનિટ સુધી રમાડવી. દાવ દેનાર જેટલા બાદ કરે તેથી બમણા ગુણ મેળવે અને બચત મિનિટ દીઠ પણ બબ્બે ગુણ મેળવે અને દાવ દેનારની ભૂલ દીઠ એક એક ગુણ કપાઈ (બાદ) જાય. આ રીતે જે ટુકડીના ગુણને સરવાળે વધુ થાય તેની જીત થઈ ગણાય. બે રમતને અંતે સરવાળો સરખો થયો હોય તે ત્રીજી વાર રમત રમાડવી. • [ ૯૦ ]
SR No.032383
Book TitleDeshi Ramato
Original Sutra AuthorN/A
AuthorShamjibhai K Jamod
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy