________________
નિવેદન આ દેશી રમતો' પુસ્તકની પુનર્મુદ્રણરૂપે ત્રીજી આવૃત્તિ પ્રસિદ્ધ થાય છે.
બાળકો તેમ જ યુવાનો માટે રમતો અને કસરતનું મહત્ત્વ વિશેષ છે; પરંતુ હાલમાં ઘર અને શાળાઓમાં તે સંબંધી પૂરતું ધ્યાન અપાતું જોવામાં આવતું નથી. આ સ્થિતિમાં આપણા દેશની રમતે વિષેની ઉપયોગી અને વિગતપૂર્ણ માહિતી મળી શકે એવાં પુસ્તકો તૈયાર થાય એ ખૂબ જરૂરી છે.
બાર વર્ષનાં બાળકો માટેનું “બાળ રમતો- નામનું આ જ લેખકનું પુસ્તક આ સંસ્થા તરફથી પ્રસિદ્ધ થયેલું છે. અને હાલ તે મળે પણ છે.
તેરથી મોટી ઉંમરનાં બાળકો માટેના આ પુસ્તકમાં નાની મોટી ૧૨૧ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, અને તે રમતો રમવા માટેની માહિતી આપતાં ૩૫ ચિત્રો પણ આપવામાં આવ્યાં છે.
આ પુસ્તકને બાળકો, શિક્ષકો અને વાલીઓએ જે ઉમળકાભેર અપનાવ્યું છે તેમ આ નવી આવૃત્તિને પણ અપનાવશે એવી આશા છે. વલ્લભવિદ્યાનગર, ] “સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટના ટ્રસ્ટીઓ વતી તા. ૫-૪-૧૭૦ ઈ
એચ. એમ. પટેલ (પ્રમુખ)
[૩]