________________
૨૦ : ઝંઝીર
સંખ્યા: દસથી વીસ સાધન: કાંઈ નહિ,
તૈયારી: ગોળાકારે બધાં બાળકને અંદર માં રાખીને ઊભાં રાખવાં. દરેકે એકબીજાની કોણીમાં કોણી નાખીને પોતાના હાથના આંકડા ભીડી દેવા. એટલે કે એક જણ હાથને વાળીને આંકડો બનાવે, તેમાં બીજાએ પિતાને હાથ પરોવીને આંકડો બનાવી લેવો અથવા કોડેથી હાથને મજબૂત પકડી લેવા.
રમત: સંજ્ઞા મળતાં સૌએ જોરજોરી શરૂ કરવી. એમ તાણાવાણી થતાં પ્રથમ જેના હાથના આંકડા છૂટી જશે તે રમતમાંથી બાદ થશે. વળી પ્રથમની માફક રમત શરૂ કરવી. આ પ્રમાણે છેલ્લે બે જણા રહેતા સુધી રમત ચાલુ રાખવી.
નોંધ: સૌએ પીઠ તરફ જોર કરવું. પગથી બીજાને પાડવાનો પ્રયત્ન કરવો નહિ. બીજાના હાથ પર ટિંગાઈ જવું નહિ.
૨૧ : ટેપી–પસાર સંખ્યા: છ છ કે આઠ આઠની સરખી સંખ્યાની બે ટુકડી.
સાધન: દરેક બાળક પાસે એક એક (પરોણી) લાકડી. ટુકડી દીઠ એક ટોપી.
તૈયારી: દરેક ટુકડીને સીધી રેખા ઉપર હાર–કતારમાં ઊભી રાખવી. દરેક ટુકડીના પહેલા બાળકે ટોપીને લાકડીમાં ભેરવી રાખવી.
રમત: સંજ્ઞા મળતાં દડાપસારની માફક ટોપીને પિતાથી નીચેના બાળક તરફ પસાર કરવી. ટોપી લેવા માટે હાથને ઉપયોગ કરવાનો નથી. લાકડીથી ટોપી લેવાની છે.
ધ: બે ટુકડીની વચ્ચે ચારથી છ ફૂટ જેટલું અંતર રાખવું. બે બાળકની વચ્ચે ત્રણ ત્રણ ફૂટ જેટલું અંતર રાખવું. છેલ્લા બાળકે ટોપી લઈને પાછી પહેલા તરફ પસાર કરવી.
[૪]