Book Title: Deshi Ramato
Author(s): Shamjibhai K Jamod
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 120
________________ ૬૧: શેરડીની રમત રમત ૧: ત્રણ કાતળીમાં ત્રણ ઘા અથવા ચાર કે પાંચ કરીને પૈસો ખુતાડવો. રમત ૨: શેરડીને કકડો નીચે જમીન પર મૂકીને ઊભા રહીને નક્કી કરેલ ઘાએ પૈસા ખુતાડવો. રમત ૩: ભીંતે શેરડીના સાંઠો મૂકીને ૧૦ થી ૧૫ ફટ દૂરથી નક્કી કરેલ ઘાએ પૈસા ખુતાડવો. રમત ૪: એકસાથે બે કે તેથી વધારે પૈસા એકસાથે નક્કી કરેલા ઘાએ એક કાતળીમાં ખુતાડવા. રમત ૫: શેરડીના કકડાને આડો રાખીને નક્કી કરેલ ઘાએ આડો પૈસો ખુતાડવો. રમત ૬: દરેક બાળકોને એકસરખી લંબાઈના ટુકડા દઈને મોઢેથી ફોલીને ખાવા દેવા. કોણ પ્રથમ ખાઈ જાય છે તે જોવું. રમત ૭: શેરડીના સાંઠાને એક હાથથી જમીન પર ઊભે ટેકવીને એક ચક્કર ફરી જઈને દાતરડાથી જમીન પર પડે એ પહેલાં કાપી કાઢવો. નોંધ: શેરડીની રમત મકરસંક્રાંતિના દિવસેમાં રમાય છે. [૧૯]

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130