________________
સમજણ આપી દેવી. એ રીતે બધી મુશ્કેલીઓને પસાર કરીને કોણ કોણ આવે છે તે જોવું. કોણ જલદી આવે છે તેની નોંધ લેવી.
નોંધ: આ રમતમાં ખમીસ પહેરવાનું, મોજાં પહેરવાનાં, બૂટ પહેરવાના, બટન બીડવાનાં, વાધરી બાંધવાની વગેરે વ્યવહારુ મુશ્કેલીઓ પણ રાખી શકાય.
બાળકની ઉમરના પ્રમાણમાં મુશ્કેલીઓ ગોઠવવી.
વિશેષ: આવી આવી મુશ્કેલીઓને પાર કરવાની હિંમત અને આવડત બાળકમાં પોષાય છે.
પ૭: સબૂર સંખ્યા; દસથી વીસ. ૧ સાધન: આંખે બાંધવાને રૂમાલ.
તૈયારી: ગોળાકારે સૌને પાસે પાસે ઊભા રાખવા. એક જણને દાવ દેનાર નીમવો. તેની આંખે પાટા બાંધવો.
રમત: દાવ દેનાર વચ્ચે ઊભા રહીને ૧, ૨ અને ૩ સુધી સંખ્યા ગણે અને પછી જોરથી બોલે: “સબૂર.” જ્યારે દાવ દેનાર એક બોલે એટલે બીજા સૌએ નક્કી કરેલ હદમાં ગમે ત્યાં દોડીને નાસવું. જયારે દાવ દેનાર ત્રણ સુધી ગણીને “સબૂર” કહે એટલે દાવ લેનાર જ્યાં અને જે સ્થિતિમાં હોય ત્યાં ને તે જ સ્થિતિમાં રહેવું. ‘સબૂર’ કહ્યા પછી દાવ દેનાર ગમે તે તરફ ચાલે અને કોઈ એકને અડવા પ્રયત્ન કરે. જેને આંધળો પોટો અડી જાય તેને માથે દાવ આવે અને ફરીથી પ્રથમની માફક રમત શરૂ થાય.
ધ: દાવ દેનાર અડવા આવે ત્યારે દાવ લેનારે ખૂબ જ શાંત રહેવું. દાવ લેનારે પોતાના હાથ ને ધડ આગળ—પાછળ હલાવી શકાય, પણ પગને ત્યાંથી બેસવવાના નથી.
[ ૧૧૫ ].