________________
પર : યાદશક્તિ
સંખ્યા: એક સાથે ચારથી પાંચ.
સાધન : મોટી થાળી અથવા ડિશ, તેને ઢાંકી શકાય તેવું જાડું કપડું. જુદી જુદી નાની નાની ચીજો—જેવી કે, ટાંચણી, દીવાસળી, કોડી, રબર, ચપ્પ, મોતી, ચકને ટુકડો, આંબલિયો, કાચને કટકો વગેરે. આવી ૧૦ થી ૨૦ જેટલી વસ્તુઓ થાળીમાં મૂકી ઉપર કપડું ઢાંકી રાખવું. રમનાર દરેકને થાળીથી ૨૦-૨૫ કદમ દૂર બેસાડવા. દરેક રમનાર પાસે કાગળનો ટુકડો અને પેન્સિલ જોઈએ.
રમત: સીટી વાગે એટલે રમનાર દરેક જણ દોડીને થાળી પાસે જઈ ફરતા ઊભા રહે. પછી શિક્ષક થાળી ઉપરનું કપડું ઉપાડી લેવું અને ધીમે ધીમે એકથી દસ સુધી સહેજ મોટેથી સંખ્યા બોલવી. તે સુધીમાં દરેક બાળકે મોંએથી બોલ્યા વિના દરેક ચીજોનું નિરીક્ષણ કરી લેવું. દસ ગણ્યા પછી શિક્ષકે કપડું ઢાંકી દેવું. એ પછી દરેક બાળકે પોતાની જગ્યાએથી કાગળ-પેન્સિલ લઈને જેટલી ચીજો યાદ રહી હોય તે લખી લેવી.
ધ: એકબીજા બાળકો જોઈ શકે નહિ તેમ દૂર દૂર બેસાડવાં. કોઈએ મોટેથી બોલવું નહિ. આ નામ લખવા માટે એક મિનિટ કે બે મિનિટ સમય આપવો. એ સમય પૂરો થવાની નિશાની આપ્યા પછી કોઈ બાળક લખી શકે નહિ. સમય પહેલાં લખીને આપી શકાય. એ રીતે લખેલી ચિઠ્ઠીઓ શિક્ષકને આપી જવી. પછી શિક્ષકે દરેકની ચિઠ્ઠીઓ તપાસવી. કોણે કેટલી વસ્તુ લખી છે તે જાહેર કરવું. સારા અક્ષર પર ભાર આપવો.
વિશેષ: આ રમતથી બાળકોમાં યાદશકિત ખીલે છે અને કયા બાળકે સાચી અને વધારે ચીજોનાં નામ લખ્યાં છે તે જાણી શકાય છે.
[ ૧૧૧ ]