________________
પ૧ : માટલીદાવ
(ખોખો) સંખ્યા: અઢાર અથવા સરખી સંખ્યાની બે ટુકડી. સાધન: બે થાંભલા. જમીન બહાર ચાર ફૂટ રહે.
મેદાન: ૧૧૧૪૫૧ ફૂટનું મેદાન આંકવું ને આઠ આડી પાળી આંકવી.
તૈયારી: દાવ દેનાર ટુકડીને અવળું—સવળું મોં રાખી આઠ જણને બેસાડવા. એક જણ દાવ લેવા જાય. રમનારમાંથી ત્રણ જણને પ્રથમ દાવ લેવા મેકલવા. - રમત: સંજ્ઞા મળતાં રમત શરૂ થાય. કાંઈ પણ ભૂલ થયા વિના પકડાઈ જાય તે બાદ થાય. ત્રણ બાદ થાય એટલે બીજા ત્રણ આવે. એમ ૭ મિનિટ સુધી રમત ચાલે.
દાવ દેનાર ભૂલ કરે તે વિરુદ્ધ દિશામાં પાછા વળી એ આપે.
નોંધ: પ્રથમ આ રમત માટલીદાવ તરીકે રમાડવી. ત્રણ જણને માટલી તરીકે અવળું સવળું મોં રાખી બેસાડવા અને એક જણ દાવ દેવા જાય, બીજાં સૌ દાવ લેવા જાય. નિયમબદ્ધ ખેાખ રમાડતાં પહેલાં માટલીદાવ રમાડવો. પછી નિયમે સમજાવી હાલમાં નિયમ પ્રમાણે રમાય છે તેમ ખાખની રમત રમાડવી.
[ ૧૧૦ ]