________________
૪૯: મડા પસાર સંખ્યા: દસથી પંદર.
તૈયારી: સાવ પાસે પાસે પગ લાંબા કરીને બેસવું. એક પાતળા ને લાંબા છોકરાને મડું બનાવવું. બધાંના પગ ભેગા થાય ત્યાં મડાના પગ રહે અને મડાએ બેઠેલ કોઈ એકના બંને હાથ પર ચત્તા સૂઈ રહેવું. મડાએ અક્કડ રહેવું. મડાનું મોં આકાશ તરફ રાખવું.
રમત: સંજ્ઞા મળતાં મડાને જમણી તરફ પસાર કરવું. બેઠેલ દરેકે પોતાના બંને હાથ પર મડાને અદ્ધર ઝીલી રાખવું ને તરત આગળ પસાર કરવું. એ રીતે મડાને ગોળ ગોળ ફેરવવું. મડાએ પોતાના બંને હાથ સાથળ સાથે જ રાખવા.
નોંધ: જલદી જલદી મડાને ફેરવવું. મડાના પગ વચ્ચે જ રહે તેનું ધ્યાન રાખવું. જેની ઈચ્છા હોય તેને મડું બનવા તક આપવી.
૫૦ : મૂઢો સંખ્યા: બે ચાર જણ. સાધન: ચાર પાંચીકા. રમનાર દીઠ જુદાં જુદાં એક એક પત.
તૈયારી: મેદાન દોરીને સામે બેસવું. એક જણથી દાવ લેવાની શરૂઆત કરવી.
રમત: દાવ લેનારે પાંચીકાથી છાબડી લેવી. જો ચારે પાંચીકા ઊંધા હાથે લઈ અને ચત્તા હાથે ઝીલી લે તે મૂંઢ ગણાય. મૂંઢો આવે એટલે કોણીથી આંગળા સુધી વર્તુળ પર પોતાના પતથી માપીને એટલું દૂર પત ચલાવવું. જો ત્રણ પાંચીકા ઝિલાય તે મકોડો કહેવાય. જેને મકોડો આવે તેણે એકદમ પાંચીકા હાથ પરથી નીચે પાડી દેવા. જેને મકોડો આવ્યો હોય ને જો તેની પછીના બાળકે તેનો હાથ પકડી લીધો હોય તો તેણે પૂછવું: “કીડી કે મકોડો?” પકડાઈ જનારે બેમાંથી એક કહેવું. જો કીડી કહે તો પકડનારે પોતાના પતિને એક વેંત ચલાવવું અને મકોડો કહે તો મૂઢ ચલાવવો. જો બે પાંચીકા ઝિલાય તો બે આંગળ રેખા ઉપર આડા
[ ૧૦૮]