________________
૪૮ : મનપરખ
સંખ્યા: પંદરથી વીસ.
સાધન: ચાવી, ચપ્પુ, રૂમાલ, પેન્સિલ, રૂપિયા, પૈસા વગેરે ચીજો. તૈયારી : નાયકશોધની માફક ગોળાકારે સૌ બેસે. એક જણ દાવ દેવા જાય. વચ્ચે પાંચ, છ કે તેથી વધુ વસ્તુઓ મૂકવી.
"
રમત : રમનાર બધાં કોઈ પણ એક ગીત બોલે અથવા ધૂન બોલે : રઘુપતિ રાઘવ રાજારામ, પતિતપાવન સીતારામ !'
ગાવાનું શરૂ કરતા પહેલાં વચ્ચે પડેલી ચીજમાંથી કોઈ પણ એક ચીજ દાવ દેનાર લે એમ નક્કી કરવું; પરંતુ દાવ દેનારને તે ચીજનું નામ કહેવું નહિ. દાખલા તરીકે, ચપ્પુ.
જેવું ગાવાનું શરૂ થાય કે તરત દાવ દેનાર વચ્ચે આવે અને પેલી ચીજે પાસે ઊભા રહી કોઈ પણ એક ચીજને અડકે. તેને ખબર નથી કે મારે ચપ્પુ લેવું છે. તે તો કોઈ પણ એક ચીજ ઉપાડે છે. ચપ્પુ સિવાયની ચીજ દાવ દેનાર ઉપાડે એટલે સૌએ મેોટેથી ગાવા માંડવું, ત્યાં સુધી ધીમા સૂરથી ગાવું. મોટેથી ગાયન સાંભળીને દાવ દેનાર સમજશે કે મારે આ ચીજ ઉપાડવાની નથી. એ પ્રમાણે ધારેલી ચીજ ઉપાડે નહિ ત્યાં સુધી રમત ચાલે.
વારાફરતી દરેકના દાવ આવે એવી ગોઠવણ કરવી.
નોંધ: ધારવામાં રૂપિયો લે અને તેના ખમીસના ખિસ્સામાં મૂકે. પેન્સિલ લે અને ચપ્પુ લઈ અણી કાઢે. રૂમાલ લે અને ખિસ્સામાં મૂકે અથવા માથે ઓઢે એવી એવી રમૂજી ધારણા કરી શકાય. જ્યારે જયારે ધારેલા પ્રમાણે ન કરે ત્યારે મોટેથી ગીત બાલવું. ધારેલું કરે ત્યારે ધીમે ધીમે ગાવું.
વિશેષ : આ રમત ગાતાં ગાતાં રમવાની હાઈને સૌને મજા આવે છે. દાવ દેનારને સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરવાની તાલીમ મળે છે.
[ ૧૦૭ ]