________________
૪૫ : મોઈશથી
સંખ્યા: બે અથવા એથી વધુ. સાધન: મોઈ અને દાંડિયો.
તૈયારી: નીચેની કોઈ રમત રમવા માટે અગલ ખેદવી અથવા ગોળ વર્તુળ દોરવું. બે ટુકડી પાડવી અથવા કોઈ એકને માથે દાવ આવે.
રમત: કોઈ એક ખાસ રમતનું અહીં વર્ણન નથી, પણ નીચેની રમતો પ્રચલિત છે:
ટાંગચિઠ્ઠી મૂળાભાજી, એલબેલો, કૂંડાળી ઘૂસી.
નોંધ: મોઈદાંડિયાની રમત માટે વપરાતા ખાસ શબ્દો: અગલ, ટાંગ, ચિઠ્ઠી, મુઠ્ઠી, ઘોડા, પોપટ, ડોળા, ફૂલ, પાકવા, ધૂઈ, ટીચકી વગેરે.
૪૬: મીણÉ ડું સંખ્યા: નવ-નવની બે ટકડી. સાધન: કઈ નહિ.
તૈયારી: એક લંગડી કરતાં મોટું વર્તુળ દોરવું. એક ટુકડી દાવ લે અને બીજી ટુકડી દાવ દે.
રમત: સંજ્ઞા મળતાં હતુતુતુ કે બીજો કોઈ પણ અવાજ કરતા દાવ દેનારમાંથી એક જણ અંદર જાય. અંદરવાળા તેને પકડવા મહેનત કરે.
હતુતુતુની જેમ જ આ રમત રમવાની છે. પણ એક જણને પકડ્યા પછી જ્યાં સુધી તે મીણ બોલે નહિ, ત્યાં સુધી તેને છોડવાને નથી.
એક ટુકડીને દાવ પૂરો થતાં બીજી ટુકડીએ દાવ લે.
દાવ દેનાર અંદરનાને અડકીને કે ઘસડીને ગોળ વર્તુળ પરની ગમે તે જગ્યાએ રેખાને અડકી શકશે.
| [૧૦૫ ]