________________
તેનાથી ૭,૭ ફટ દૂર સ્પર્શરેખા દોરવી.
તૈયારી: બંને ટુકડી સામસામે મેદાનમાં રહે.
રમત: એક જણ હતુવવું બોલતો સામેના મેદાનમાં જાય અને કઈને અડકીને આવે એટલે સામેવાળો એક બાદ થાય. પછી સામેવાળો એક આવે એમ વારાફરતી દાવ દેવા આવે. આ પ્રમાણે ૧૦ કે ૨૦ મિનિટ સુધી રમત ચાલે. જે મરતા જાય તે બેસતા જાય અને પોતાના ભેરુએ સામેવાળાનો એક માર કર્યો હોય, તો ક્રમસર જીવતા થાય.
નોંધ: જૂના વખતમાં વચ્ચે એક લીટે દોરી ભગડતૂઈની રમત રમતાં તે હાલની હતુતુતુની રમત માટેની પૂર્વ તૈયારીરૂપે છે. શરૂઆતમાં બાળકોને ભગડતૂઈની રમત રમાડવી.
હતુતુતુને પણ હાલમાં નિયમબદ્ધ કરી છે, તો તેને તે પ્રમાણે પણ રમાડવી.
૪૪: ભાઈડો સંખ્યા: દસથી વીસ જેટલી. સાધન: કંઈ નહિ.
તૈયારી: સંખ્યાના પ્રમાણમાં ગોળ વર્તુળ દોરવું. રમનાર બધાં કૂંડાળામાં ગમે ત્યાં ઊભાં રહે. દરેકે પોતાના હાથની અદબ વાળીને ઊભા રહેવું.
રમત: સંજ્ઞા મળતાં અંદરોઅંદર ધક્કાબક્કી કરીને બીજાને વર્તુળની બહાર કાઢી નાખવાનો પ્રયત્ન કરવો. બંને પગ જેના બહાર નીકળી જાય તે રમતમાંથી બાદ થાય. જેના હાથ છૂટી જાય તે પણ રમતમાંથી બાદ થાય. આ રીતે છેલ્લે એક જણ રહેતાં સુધી રમત ચાલુ રાખવી.
નોંધ: ધક્કા મારતી વખતે કોણી મારવી નહિ. પડખાભેર ધક્કા મારવા. એક જણને બે કે તેથી વધારે ધક્કા મારીને બહાર કાઢી શકે. સરખી ઉમર કે શકિતનાં બાળકોને જ રમાડવાં.
વિશેષ: ધક્કાબક્કી કરવાની વૃત્તિ પોષાય છે. અમુક હદમાં સ્થિર રહેવા માટે પ્રયત્નપૂર્વક અડગતા કેળવાય છે.
[ ૧૦૪ ]