________________
મૂકીને ચાલવું. જો એક પાંચીકો ઝિલાય તે પોતાની એક વેંત ભરીને ચાલવું. પિતાના ઘેરથી ચાલવાનું શરૂ કરવું. એક વાર આખું વર્તુળ ફરીને પછી અધું વળ ફરવું અને પછી ઘરમાં જવું. ચાલવાની દિશા ચિત્રમાં બતાવેલ છે. ઘરમાં એક આવે ત્યારે જ ચલાય. ઘરની બહાર નીકળી જનાર પાકી ગયા ગણાય. એ રીતે જે છેલ્લે રહે ત્યાં સુધી રમત રમાય.
છેલ્લે રહેનારને માથે ગળખાઉંની રમત પ્રમાણે ટાપલી મારવાને દાવ દેવો.
નોંધ: પાંચીકા ઝીલવાને વારો એક એક વાર વારાફરતી લે. પાકી ગયેલાં રમતમાંથી બાદ થતાં જાય. છેલ્લે રહેનારને માથે દરેકે વારફરતી દાવ લે. દરેકે ચાર વાર ખાલી થતાં સુધી દાવ લેવો ને તેને માટે હાથ નીચે ચાર પાંચીકા મૂકવા. ટાપલી મારતાં સૂકે એટલે એક પાંચીકો ઓછો કરતા જ. ચારે પાંચીકા લેવાઈ જતાં એક જણને દાવ પૂરો થયો ગણાય. એ રીતે દરેકે દાવ લેવો.
[ ૧૮ ]