________________
છૂટા ઊભા રહેવું. દાવ દેનાર બંને ટુકડીઓએ સામસામે માં રાખીને વચ્ચેની આડી રેખાઓ પર હારબંધ ઊભા રહેવું. આ બંને ટુકડી દાવ દેનાર ગણાશે. પ્રથમ કોઈ પણ એક તરફની ટુકડીના નાયકને દડો આપો.
નોંધ: એક ટુકડીને દાવ પૂરો થતાં બીજી ટુકડીએ દાવ લેવો ને દાવ લેનાર ટુકડીએ દાવ દેવા ઊભા રહી જવું. આ રીતે ત્રણે ટુકડીને દાવ લેતાં સુધી રમત ચાલુ રાખવી. કઈ ટુકડીએ વધારે સમય દાવ લીધો તે જોવું.
૩૦ : નાયકશોધ સંખ્યા: વીસ જેટલી. સાધન: કઈ નહિ.
તૈયારી: સૌ વર્તુળાકારે બેસી જાય. એક જણ દાવ દેનાર બને. દાવ દેનારે થોડે દૂર જઈને બધાથી પીઠ ફેરવીને ઊભા રહેવું. ઓરડામાં રમત રમતા હોઈએ તો દાવ દેનારે ઓરડાની બહાર જવું. બેઠેલામાંથી શિક્ષકે કોઈ પણ એક બાળકને ચીંધીને સૌને જાણ કરવી કે આ નાયક છે. શિક્ષક પણ રમી શકે છે.
રમત: નાયકનું નક્કી થાય એટલે તરત રમનારે તાળીઓ પાડવી શરૂ કરવી. તાળીઓ વાગે એટલે દાવ દેનારે અંદર આવવું અને વર્તુળમાં આવીને સૌની તરફ જોતાં ગોળ ગોળ ફરવું. દાવ દેનારનું ધ્યાન હેય નહિ ત્યારે પેલા નક્કી થયેલ નાયક ક્રિયા બદલવી. તાળીને બદલે માથામાં ટાપલીઓ મારવી કે જમીન પર હાથ પછાડવા અથવા બેઠાં બેઠાં થઈ શકે તેવી હલનચલનની ક્રિયા કરવી. આ જોઈને બીજા સૌએ નાયક પ્રમાણેની ક્રિયા કરવી. દાવ દેનારે કોણ ક્રિયા બદલે છે તે જોવું ને જેના પર શક લાગે તેને ચીંધવું. જો સાચું કરે તો તેને માથે દાવ આવે ને દાવ દેનાર તેની જગ્યાએ બેસી જાય. નોંધ: આ પ્રમાણે સૌના વારા આવતાં સુધી રમત ચાલુ રહે.
[ ૯૨ ].