________________
જણની એક હારમાં ત્રણ કૂકરીઓ થઈ જાય નહિ. લીટી પર એક હારમાં ત્રણ કૂકરીઓ થઈ જાય તેને ત્રણ ભર્યા’ કે ‘ભારત’ કહેવાય. ભરનાર સામેવાળાની ભરત” સિવાયની કોઈ પણ એક કૂકરી લઈ લે. આ પ્રમાણે કોઈ પણ એક જણની બધી કૂકરીઓ લેવાઈ જાય ત્યાં સુધી રમત ચાલુ રહે.
નોંધ: આ રમત મગજની ખૂબ જ ચાલાકી માગી લે છે. આ રમત રમતાં ધરવ થતો જ નથી.
૩ર : નાળિયેરની રમતો
રમત પહેલી: એક જગ્યાથી અમુક દૂર સુધી નક્કી કરેલ હદે હાથથી ઘા કરીને નાળિયેરને પહોંચાડવું. કેટલા ઘા કરવા તે પ્રથમથી નક્કી કરવું.
રમત બીજી: ઉપર પ્રમાણે પગના ફણા ઉપર નાળિયેર મૂકીને ઘા કરતાં હદ સુધી નક્કી કરેલ ઘાએ પહોંચાડવું.
રમત ત્રીજી: અદ્ધર નાળિયેર ઉછાળીને નક્કી કરેલ ઘાએ શેષ કાઢી નાખવી.
ઉપરની રમતો હેળીના દિવસોમાં રમાય છે. ઉપરની રમતો રમવા માટે છાલાંવાળાં નાળિયેર લેવાનાં છે.
રમત એથી: લાકડીના ફટકાથી જમીન ઉપર નાળિયેરને મૂકીને ફેડવું. કેટલા ઘાએ ફોડવું તે અગાઉથી નક્કી કરવું.
નેધ: ખાસ શબ્દો, શેષ, છાલાં, કાચલી, ચોટલી, આંખે, પાણી, ટોપરું, ગોટો, પાણીચું.
વિશેષ: હળીના દિવસોમાં આ રમત ખાસ રમાય છે. આ રમતાથી ઘા કરવાની તથા બળની ચકાસણી થાય છે. હાથના અને શરીરના અવયવો મજબૂત બને છે.
[ ૯૪]