________________
આ રમતને વધુ ચગાવવા માટે હેદરેખા ઉપર દરેક ટુકડીની સામે નાનું મેજ કે એવી બીજી કોઈ વસ્તુ મૂકવી. પ્રથમની માફક પ્રસ્થાનખાથી રમત શરૂ કરવી. સામેની હદરેખા પર મૂકેલ વસ્તુને ફરીને પાછી મૂળ જગ્યાએ આવી પ્રસ્થાનરેખા વટાવી જવી.
આ રીતે દોડતાં જવું અને દેડતાં આવવું. તેમાં જે ટુકડી પ્રથમ આવશે તેની જીત થઈ ગણાશે.
વિશેષ: આપણે એકલા દોડીએ છીએ; પણ આ રીતે સમૂહમાં અને તેય બંધાઈને દોડવામાં ભારે મઝા પડે છે. દોડતાં દોડતાં કોઈ બંડલથી પડી જવાય તો ઊભા થઈને વળી આગળ દોડવા માંડવું.
ધ: દોડવા માટેનું અંતર બાળકોની ઉંમર અને શકિત અનુસાર શખવું. નાનાં બાળકો હોય તે ૫૦ ફટ અને મોટાં તે ૭૫ થી ૧૦૦ ફટ રાખવું.
આ રમત જોનારને અને રમનારને ખૂબ જ ગમ્મત ઉપજાવે છે.
૩૬: બટાટા ઉપાડ સંખ્યા: સરખી સંખ્યાની બે–ચાર ટુકડીઓ.
સાધન: જેટલા રમનાર એટલા બટાટા અથવા ડુંગળી. જેટલી ટકડી એટલી ટોપલી. " તૈયારી: પ્રસ્થાનરેખા પર ટુકડીઓ ઊભી રહે અને હદરેખા પર દરેક ટુકડીની સામે ટોપલીઓ મૂકવી. દરેક ટુકડીમાં જેટલાં બાળક હોય એટલાં સરખાં અંતરે નાનાં નાનાં કંડાળાં ચૂનાથી દોરવાં. ટોપલીમાં દરેક ટુકડીની સંખ્યા જેટલા બટાટા મૂકવા.
રમત: સંજ્ઞા મળતાં દરેક ટુકડીના પહેલા નંબરે દોડીને પોતાની પલીમાંથી એક એક બટાટા લેવા ને ક્રમસર નાના વર્તુળમાં બધા બટાટા
[ ૯૮ ]