________________
૩૭: બેઓ સંખ્યા: વીસથી પચીસ. સાધન: એક ફૂટબોલ.
તૈયારી: લંગડી જેવું વર્તુળ દોરવું. એક જણ સિવાય સૌએ વર્તુળમાં ઊભા રહેવું. બહાર ઊભનારે હાથમાં દડો રાખો અને તેણે રેખાની બહાર પગ રાખીને ઊભા રહેવું.
રમત: સંજ્ઞા થતાં દાવ દેનારે દડાને ફેંકીને કોઈને આંટવાને પ્રયત્ન કરવો. જે કોઈને દડો અંટાઈ જાય તો તેણે વર્તુળમાંથી બહાર નીકળીને પહેલાની સામે દાવ દેવા માટે ઊભા રહેવું. હવે પછી એ બંને જણાએ અંદરનાં બાળકોને દડાથી આંટવાનો પ્રયત્ન કરવો. જેમ જેમ બાળકો અંટાતાં જાય તેમ તેમ દાવ માટે ઊભાં રહેતાં જાય. આ રીતે અંદરનાં તમામ બાળકો બાદ થતાં સુધી રમત ચાલુ રાખવી.
ધ: આ રમતના બીજા નિયમો નિશાનદડા(શૂટિંગ ગેઈમ)ના જે નિયમો છે તે જ છે.
છેલ્લે જે માર ખાય તેણે ફરી વાર રમત શરૂ થાય ત્યારે દાવ દેવાને.
૩૮: બેઠી લંગડી
સંખ્યા: આઠથી દસ. સાધન: કાંઈ નહિ.
તૈયારી: લંગડીના વર્તુળમાં એક બાળક સિવાય બધા છૂટા છૂટા પગના પંજા પર ઊભડક બેસે. સૌએ પોતપોતાના હાથ પાછળ કમર પર આંકડા ભીડીને બાંધી રાખવા. દાવ દેનાર વર્તુળ પર ઊભડક બેસે તેણે
[ ૧૦૦ ]