________________
પાછલી ટુકડી: (૧) નિશાનીઓ ઓળખીને એ પ્રમાણે વર્તવું. (૨) ચાલતાં ચાલતાં નિશાનીઓ ભૂંસાય કે વીંખાઈ જાય નહિ
તેનું ધ્યાન રાખવું. (૩) રસ્તાની બંને બાજુ નજર ફરતી રાખવી. (૪) ચિઠ્ઠી કે ચીજ અવશ્ય મેળવી લેવી. ચિઠ્ઠીમાં સૂચન કર્યું હોય
તે પ્રમાણે વર્તવું. (૫) બધાએ સાથે રહેવું: આગળ—પાછળ રહેવું નહિ, (૬) અંતની નિશાની પછી આગલી ટુકડીને શોધી કાઢવી.
નોંધ: બંને ટુકડીના એક નાયક, એક ઉપનાયક નીમવા. આગલી ટુકડી જાય પછી ૧૫ મિનિટે બીજી ટુકડીને મોકલવી. આગલી ટુકડીએ પ્રથમથી પૂર્વ તૈયારી કરી લેવી. પાછળની ટુકડીએ સંતાડેલી બધી ચિઠ્ઠીઓ તેમ જ વસ્તુઓ લેતા આવવી અને નિશાનીઓ કરવા માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કર્યો છે તેની નોંધ કરવી.
૩પ : બંડલ દોડ સંખ્યા: સરખી સંખ્યાની બે ટુકડી. સાધન: ઓછાડ કે ધોતિયાં.
તૈયારી: બબ્બે, ત્રણ કે ચાર ચાર બાળકોને ઓછાડ કે ધોતિયાથી બાંધી દેવાં. પાછળના બાળકની કમરે બંધની ગાંઠ રાખવી.
રમત: આ રીતે બાંધીને તૈયાર કરેલાં બંડલોને એક સીધી લીટી (પ્રસ્થાનરેખા) ઉપર છૂટાં ઊભાં રાખી દેવાં. રમાડનાર જવાની સંજ્ઞા કરે અથવા સીટી વગાડે એટલે બંડલો(ટુકડી)એ દોડવું. દેડતાં દોડતાં સામેની હદરેખાને વટી જવું. જે ટુકડી આ રીતે પ્રથમ હદરેખાને વટાવી જશે તેની જીત થઈ ગણાશે.
[ ૮૭ ]