________________
૩૩ : પેટ ઊડે
સંખ્યા: ત્રણ ત્રણની આઠ–દસ ટુકડીઓ એ ઉપરાંત એક બાળક વધારાને.
સાધન: કાંઈ નહિ.
તૈયારી: ગોળાકારે ત્રણ ત્રણની ટકડીઓ એવી રીતે ઊભી રાખવી કે બે જણ સામસામે હાથના આંકડા ભીડીને ઊભા રહે, તેની વચ્ચે ત્રીજો બાળક ઊભે રહે. આંકડા ભીડેલ બાળક પાંજરું કહેવાય. વચ્ચે ઊભેલ બાળક પોપટ કહેવાય. વધારાને બાળક વચ્ચે ઊભો રહે.
રમત: શિક્ષક મોટેથી બોલે “પોપટ ઊડે” એ પછી પાંજરાએ એમ જ ઊભા રહેવું અને પોપટ પાંજરામાંથી નીકળીને એકબીજાના પાંજરામાં ચાલ્યા જવું. એ જ સમયે વચ્ચે ઊભેલ બાળકે પણ લાગ જોઈને એક પાંજરામાં જતા રહેવું. છેવટે એક બાળક બાકી વધશે. વળી પ્રથમની માફક ફરી વાર રમત શરૂ કરવી.
નોંધ: આ રમતને “પાંજરા ઊડે' એમ કહીને પણ રમાડી શકાય. એ વખતે પોપટે પોતાની જગ્યાએ જ ઊભા રહેવું. પાંજરાએ બદલાઈ જવું.
૩૪ : પગેરુ
સંખ્યા: વીસથી પચીસ. સાધન: નિશાનીઓ કરવા ચેક, કોલસે, કાગળ, પેન્સિલ વગેરે.
[ ૫ ]