________________
૨૨: ટાપલી દા
સંખ્યા: દસથી પંદર.
સાધન એક નાની ટોપલી અને ટેનિસનો દડો. તૈયારી: મેદાન.
મેદાન
-
શરૂખા
ટોપલી
હદરેખા
પ્રથમ સૌએ શરૂરખા પર ઊભા રહેવું અને ટોપલી તરફ મોં રાખવું. છેડાના એક જણને દડો આપવો.
રમત: દડાને સામે ટોપલીમાં નાખવા. જો તેનાથી ટોપલીમાં દડો પડે નહિ તો બીજાને વારો આપવા. જ્યારે કોઈનાથી ટોપલીમાં દડો જાય ત્યારે બીજાં બધાંએ હદરેખા તરફ નાસવું અને દડો ટોપલીમાં નાખનારે તેઓની પાછળ દોડીને અડવાના પ્રયત્ન કરવો. અડનાર હદરેખાની અંદર જ અડી શકે. હદરખા વટાવી જનારને અડી શકાય નહિ.
નોંધ: જે બાળક પકડાઈ જાય તેણે ટોપલીમાં દડો નાખવો, જો દાવ દેનાર ઉપરાઉપર ત્રણ વાર કોઈને પકડી શકે નહિ, તો તેણે રમતમાંથી બાદ થતું. છેલ્લે બે જણ રહે ત્યાં સુધી રમત ચાલુ રાખવી. ટોપલીને બદલે ડોલ પણ રાખી શકાય.
૨૩: ઠાકર
સંખ્યા: બેથી ચાર.
સાધન : ત્રણ ચાપડીઓ. પૈસા, આના કે અર્ધો રૂપિયો. કાગળપેન્સિલ, તૈયારી: ટેબલ પર કે લાદી પર ચિત્રમાં બતાવ્યા પ્રમાણે મેદાન દોરવું.
[ ૮૫ ]