________________
રમત: સંશા મળતાં ઘેાડાએ બંને પગે ઊછળવું—કૂદવું, પણ ધ્યાન એ રાખવું કે કૂદતી વખતે કે ઊછળતી વખતે ગોઠણ પરથી હાથ જરા પણ ઊંચકાય નહિ. સવારે ઘોડા પર સ્થિર રહેવા પ્રયત્ન કરવો. સવાર નીચે પડે નહિ ત્યાં સુધી રમત ચાલુ રહે!
નોંધ: આ . રમત વખતે સાથે બૅડ વગાડવું. આ રીતે એક સાથે ૮ થી ૧૦ ઘોડા અને સવાર જુદા જુદા ઊભા રાખીને પણ રમત રમાડી સવારે પગની આંટી મારી દેવાની નથી. સવારના શરીરના કોઈ પણ ભાગ જમીનને અડકી જાય એટલે સવાર પડી ગયો છે તેમ ગણાશે.
શકાય.
૨૫: કાપડાવ
સંખ્યા: પંદરથી વીસ.
સાધન: એક ફ્રૂટબાલ.
તૈયારી : અંદર માં રહે તેમ વર્તુળ પર ગોળાકારે સૌને ઊભા રાખવા. એક જણને દાવ દેનાર તરીકે કૂંડાળાની બહાર ઊભા રાખવા. જયાં દાવ દેનાર ઊભા હોય તેની સામેના બાળકના હાથમાં દડો આપવા. બે બાળકની વચ્ચે બેથી ત્રણ ફ્રૂટ જેટલું અંતર રાખવું.
રમત : સીટી વાગે એટલે કૂંડાળા પર ઊભેલા બાળકોએ દડાને કોઈ પણ એક તરફ પસાર કરવા. એ વખતે દાવ દેનાર બાળકે દડાને નીચે જમીન પર પાડી નાખવાના પ્રયત્ન કરવા. જેના હાથમાંથી દડો પડી જશે તેણે દાવ આપવા અને તેની જગ્યાએ પ્રથમ દાવ દેનારે ઊભા રહી જવું.
નોંધ : દાવ લેનારે વર્તુળની બહાર જ રહેવાનું છે. બહાર રહીને જ કોઈના હાથમાંથી દડો પડાવી નાખવાનો છે. દો પડાવવા માટે તેણે તેના હાથના જ ઉપયોગ કરવાના છે.
[ ૮૮ ]