________________
૨૬ : દડાઝીલ (કેચ-કંચ) સંખ્યા: પાંચ—પાંચ કે છ–છની બે ટુકડી. સાધન: બે નાના દડા. મેદાન: ૦૦૦૦૦૦
. રેખા હ. રેખા
– ૧૦થી ૧૫ ફટ - xxxxxxx
તૈયારી: મેદાન પ્રમાણે બંને ટુકડીને ઊભી રાખવી. સામે ઊભેલ બંને બાળકના હાથમાં એક એક દડો આપવો.
રમત: સંજ્ઞા મળે એટલે સામે ઊભેલ બાળકે પોતાની ટુકડીના આગળના બાળકને કૅચ આપ. દડાને ફેંકીને તરત તેણે દોડીને પોતાની ટુકડીમાં છેલ્લે જઈને ઊભા રહી જવું. જેણે કચ કર્યો હોય તેણે હાથમાં બોલ આવે કે તરત દોડીને સામે હદરેખા ઉપર જઈને ઊભા રહેવું અને તેણે પણ દડાને ફેંકીને ત્રીજા બાળકને કૅચ આપવો. ( આ પ્રમાણે છેલ્લા બાળક સુધી કૅચ આપવો.
નોંધ: બંને ટુકડીએ એકી સાથે રમત શરૂ કરવી. કૅચ કરતાં પહેલાં દડો નીચે પડી જાય તો ભૂલ ગણાય. પ્રસ્થાનરેખાથી હદરખા ૧૦ થી ૧૫ ફટ જેટલી જ રાખવી. કઈ ટકડી વેળાસર દાવ પૂરો કરે તે જોવું. દાવ વહેલો પૂરો કરે તે ટુકડી જીતી કહેવાય.
૨૭ : દડામાર સંખ્યા: નવ નવની કે સરખી સંખ્યાની બે ટુકડી પાડવી. આ રમતમાં એક દડો (વોલીબૉલ) જોઈએ. આ રમત ગોળ વર્તુળમાં રમવાની છે. ૩૦ ફુટના વ્યાસનું એક વર્તુળ દોરવું. તૈયારી: એક ટુકડી દાવ દેનાર બને અને બીજી રમનાર બને.
[ ૮૯ ]