________________
*
=ss
En,
*
ઊંચી થઈ જાય તે હારે.
નોંધ: આ પ્રમાણે સરખે સરખી શકિતનાં બબ્બે બાળકોને વારો આપ. બે ટુકડી પાડીને પણ આ રમત રમાડી શકાય. અંતે જોવું કે કઈ ટુકડીનાં વધુ બાળકોએ જીત મેળવી છે. તે ટુકડી જીતી કહેવાય.
૧૯: ઝંડાઝપટ સંખ્યા: દસથી વીસ કે તેથી વધારે. સાધન: એક લાકડી અને એક ધજા.
તૈયારી: રમનારની સંખ્યા પ્રમાણે વર્તુળ દોરવું. વચ્ચે લાઠીમાં ધજા પરોવી બડી દેવી. એક જણ સિવાય બાકીનાં બાળકોએ વર્તુળ ઉપર ઊભા રહેવું. બાકી રહેલ બાળક રક્ષક ગણાશે. તેણે ધજા પાસે ઊભા રહેવું.
રમત: સંજ્ઞા થતાં વર્તુળ પરનાં બાળકો ધજા લેવા ધીમે ધીમે આવે. રક્ષક જેને અડી જાય તેણે રમતમાંથી બાદ થવાનું છે. રક્ષકથી અડાયા વિના કોઈ બાળક ધજા લઈ લે ત્યાં સુધી રમત ચાલુ રહે. વળી પાછા પ્રથમની જેમ ગોઠવાઈ જવું. જેણે ધજા લઈ લીધી હોય તે રક્ષક તરીકે રહે.
નોંધ: જો કોઈ ધજા લઈ ન શકે તો જે બાળક છેલ્લે સુધી રહ્યો હોય તેને રક્ષક તરીકે નીમવો. જે અડાઈ જાય તેણે વર્તુળની બહાર ઊભા રહેવું.
[ ૮૩ ]