________________
રમત: વચ્ચે નાનું વર્તુળ દેરીને દડાને નીચે મૂકો. દરેક ટુકડીના નાયકે અડાકડી લેવી એટલે રમત શરૂ થાય. અડાકડી એટલે ત્રણ વાર સામ સામે ગેડીઓ ભટકાડવી. ગેડીઓ ભટકાવીને વચ્ચે વચ્ચે ગેડીને જમીન પર મૂકતા જવી.
દરેક ટુકડીએ. સામેવાળાના લક્ષસ્થાનમાં દડાને લઈ જવા પ્રયત્ન કરવો. જે ટુકડીવાળા સામેવાળાના લક્ષસ્થાનમાં દડાને લઈ જાય તેની જીત થઈ ગણાય.
સામાન્ય નિયમો: (૧) જાણી જોઈને કોઈએ કોઈને ગડી મારવી નહિ.
(૨) ફેરવીને ગેડી મારવી નહિ. બનતાં સુધી માથાથી ગેડીને ઊંચી લઈ જવી નહિ.
(૩) નક્કી કરેલ હદમાંથી દડો લક્ષસ્થાનમાં જાય તે જ જીત થઈ ગણાય.
(૪) લક્ષસ્થાને ઊભેલ બાળક હાથથી પણ દડાને રોકી રાખી શકે અને ઘા પણ કરી શકે.
(૫) જેણે જ્યાંથી ભૂલ કરી હોય ત્યાંથી સામેવાળી ટુકડીને એક જણ દડાને આંટશે.
વિશેષ: આ આપણી જૂની રમત છે. તેમાં હોંકી જેટલા નિયમનું પાલન કરવાની જરૂર નથી. હેદરેખા ખૂબ લાંબે સુધી પણ રાખી શકાય છે. રાત્રિના અજવાળિયામાં પાદરમાં અથવા રસ્તા ઉપર આ રમત રમી શકાય છે.
૧૮: જેરારી સંખ્યા: બે જણ. સાધન: એક નાની લાકડી. તૈયારી: ચિત્ર મુજબ બે જણને સામસામે બેસાડવાં. રમત: સંજ્ઞા મળતાં જોરાજોરી કરવી. જેની પૂંઠ જમીન પરથી
[ ૮૨]