________________
આ જોરજોરીમાં પેલી લાકડીને અડકી જાય અથવા શરીરને કોઈ ભાગ અડે તે તેની હાર થઈ ગણાય.
ઊભા થઈ જવાનું નથી. હાથ ને પગ જમીન પર જ રાખવા ને એ રીતે જોર કરી પાછા હઠતા જવાનું છે.
૧૬ : ગુણદોષ–શોધ સંખ્યા: વર્ગનાં બધાં બાળકો. સાધન: કાગળ—પેન્સિલ.
તૈયારી: એક જણને વર્ગની બહાર એકલવો. શિક્ષકે કાગળ—પેન્સિલ લઈ કોઈ પણ પાંચ બાળકોને પસંદ કરી તેમનાં નામ કાગળ પર લખવા અને પછી એ દરેક બાળકનો, દાવ દેનાર બાળક વિષે અભિપ્રાય પૂછીને નોંધ. કોઈ કહે તે તોફાની છે; કોઈ કહે, હોશિયાર છે; કઈ કહે, બીકણ છે વગેરે.
રમત: ગુણદોષ નોંધાઈ રહે પછી દાવ દેનારને અંદર બેલાવો. બીજા સૌએ શાંતિ રાખવી. શિક્ષકે એક પછી એક અભિપ્રાય જાહેર કરવા અને તે કોણે આપ્યા છે તેને ઓળખી કાઢવા (નામ બોલવા) કહેવું. જેટલા સાચા–ટા પડે તેની નિશાની કરવી. જેમ વધુ સાચા પડે તેમ સારું–તેટલી તેની હોશિયારી ગણાય.
નોંધ: આ પ્રમાણે વારાફરતી એક એક બાળકને બહાર મોકલી રમત રમાડવી. અભિપ્રાય માટે પણ બીજા બાળકો લેવાં.
૧૭ : ગેડીદડા સંખ્યા: અગિયાર અગિયારની અથવા સરખી સંખ્યાની બે ટુકડી. સાધન: દરેક પાસે એક એક ગેડી અને કપડાને રસ્સીથી ગૂંથેલ દડો.
તૈયારી: બે ટુકડીઓ પાડવી. દૂર દૂર બે હદસ્થાને નક્કી કરવાં. લકીની માફક જ આ રમત રમાય છે. દરેક ટુકડીએ પોતાનાં બાળકોને મેદાન પર છૂટાં છૂટાં ગોઠવી દેવાં. એક બાળકને લક્ષસ્થાન પર રાખવો.
[ ૮૧ ]