________________
દાવ ચડ્યો ગણાશે. વચ્ચે અડકાઈ જનાર બાદ થઈ જશે. છેલ્લી પાટી ઓળંગીને પાછા વળતી વખતે દરેક આડી પાટીએ “મોટું' એમ બોલવું પડશે. ત્રણ વાર “મોઢું” એમ બોલવા છતાં માં ફેરવે નહિ તો એમ ને એમ જઈ શકાશે. હદની બહાર જવાશે નહિ. કંડી હોય ત્યારે એક પગ બહાર કઢાશે નહિ. કંડી એટલે મોભ-આડીપાટીવાળે અને એની પછીની પાટી રોકીને ઊભે હોય ત્યારે તેને કંડી ગણાશે. એક પાટી ઓળંગીને તે જ પાટીમાં પાછા અવાશે–જવાશે નહિ.
નોંધ: બે મારે દાવ ફેરવી શકાશે. શરૂઆતમાં ત્રણ મારે દાવ બદલ. સમયથી પણ રમત રમાશે. ૭ મિનિટ રમત માટે રાખવી. રમનારને તેમણે જેટલી પાટી ઓળંગી હશે તેનાથી બમણા ગુણ મળશે.
૧૩: ખુતામણી દા સંખ્યા: ૨ થી ૧૦ કે તેથી વધુ. સાધન: ફટ જેટલો લાંબો અણીવાળો સળિયો.
તૈયારી: પ્રથમ કોને માથે દાવ લેવો તેને માટે એક નાની કૂંડાળીમાં વારાફરતી હાથમાં પકડી ને છૂટો ફેંકીને જમીનમાં ખુતાડી દે. એમ કરતાં જેને સળિયો ખૂટે નહિ તેને માથે દાવ આવે, કોઈને પડે નહિ ને એકનો જ પડે તો જ દાવ આવે.
રમત: દાવ દેનાર નક્કી થઈ ગયા પછી વારાફરતી દરેક બાળકો દાવ લે. દાવ લેનારે ત્રણ પગલાં ચાલીને જમીનમાં સળિયો વૃતાડવો. તેમ કરતાં જો પડી જાય તો તેનો વારો જાય. એમ બધાં બાળકોએ દાવ લેવાનો. બધાંને દાવ લેવાઈ રહે એટલે દાવ દેનાર બાળકે એક હાથમાં સળિયો પકડીને પેલી કુંડાળી સુધી લંગડી ઠેકતા ઠેકતા જવું, જો ઠેકી જાય તો ફરીથી રમત શરૂ થાય.
નોંધ: વચ્ચે પારા (થાન) ખાવા કે નહિ તે પ્રથમથી બાળકની ઉમરને ખ્યાલ રાખીને નક્કી કરવું. જો ઠેકી ન શકે તો ફરી પાછો ત્યાંથી દરેકે દાવ લેવો. પોચી જમીનમાં આ રમત રમાય છે.
[[ ૭૪ ]