________________
૧૧ : કિત્તીકિત્તી
સંખ્યા : ચાર—ચાર કે છ—છની બે ટુકડી. સાધન: થાંભલા, ઓટલા કે ભીંત.
તૈયારી : એક ટુકડી દાવ લે અને બીજી દાવ દે. દાવ દેનાર ટુકડીએ એકબીજાની પાછળ ઊભા રહીને એકબીજાની કમરમાંથી પકડી ઘોડીની માફક વાંકા વળી જવું. સૌથી પહેલાએ થાંભલાને પકડી રાખવા. દરેકે પોતાના માથાને બાજુમાં નમતું રાખવું. પગ પહોળા રાખવા. એકબીજાએ સાવ પાસે પાસે રહેવાનું છે. દાવ લેનાર ટુકડીના દરેકે દાવ લેનારની પીઠ તરફ ૨૦–૨૫ પગલાં દૂર જઈને ઊભા રહેવું.
રમત સીટી વાગે એટલે દાવ લેનારે કોઈ પણ એક જણે દોડતા આવીને દાવ લેનારની પીઠે હાથનો ટેકો દઈને કૂદીને સવારી કરી જવાની છે. એક જણ કૂદીને બેસી જાય પછી એવી જ રીતે બીજાએ અને છેલ્લે સુધી સવારી કરી જવાની છે. સવારી કર્યા પછી દાવ લેનારના શરીરનો કોઈ પણ ભાગ જમીનને અડકી જશે, તો તે ટુકડીએ દાવ આપવાના રહેશે. દાવ દેનારમાંથી કોઈએ નીચે બેસી જવાનું નથી. તેમ છતાં વજન લાગવાથી કોઈ પણ એક જણ પણ બેસી જશે તો તેણે ફરી વાર હાવ આપવા પડશે. આ રીતે ભૂલ થયા વિના દાવ લેનાર ટુકડી સવારી કરી જાય, પછી એ ટુકડીના સૌથી આગળના વિદ્યાર્થીએ પોતાના એક હાથને ઊંચા કરી તેની મરજી આવે તેટલાં આંગળાં ધરી બાલવાનું છે : ‘કિત્તીકિત્તી?' એ વખતે દાવ દેનાર જે સૌથી આગળ ઘોડી છે તેણે જવાબ દેવાનો: બે બે' કે 'તીન સીન.' જો ઉપરવાળાએ રાખેલ આંગળીની સંખ્યા બરોબર નીકળે તો દાવ પૂરો થાય, નહિ તો ત્યાં સુધી દાવ લેનાર ઉપર જ બેસી રહે અને આંગળાં બદલ બદલ કરીને ‘કિન્નીકિત્તી'
બાલ્યા કરે.
નોંધ: એક ટુકડીના દાવ પૂરો થતાં આ રીતે જ બીજી ટુકડીના
દાવ લેવા.
[ ૭૭ ]