________________
આ રમતમાં સવારી કરતી વખતે આંચકા મારવાના નથી કે પછડાવાનું નથી. રમનાર સરખેસરખા રાખવા. એકાદ જણ નરમ રાખવાથી તે ટુકડીને અને એ રમનાર બંનેને શોષવું પડે છે.
દાવ દેનારે અદ્ધર જોયા વિના સંખ્યા બોલવાની છે. દાવ દેનારે પાંચ આંગળાંથી વધારે રાખવાનાં નથી. મૂઠ રાખી શકાય. નીચેવાળાએ કાંઈ નહિ. એકે નહિ કહેવું.
૧૨ : ખારોપાટ મેદાનનું માપ: લંબાઈ ૮૯ ફટ, ૧ ઈંચ, પહોળાઈ ૨૩ ફટ, આડી પાળી ૧૦ રહેશે ને તેની પહોળાઈ ૧૩ ઇંચ અને ભપાટી ૧૩ ઇંચ પહોળી હશે. દરેક ખાલી ચોક ૧૧૮૧૦ ફટને રહેશે.
સંખ્યા: નવ-નવની બે ટુકડી.
તૈયારી: દાવ દેનારમાંથી એક જણ ભપાટી ઉપર અને બીજા આઠ જણ પહેલી સિવાય એક એક જણ આડી પાટી ઉપર ઊભા રહી જાય અને દાવ લેનાર પહેલી પાટીની સામે ઊભા રહેશે.
રમત: સંજ્ઞા મળતાં રમત શરૂ થશે. મોભવાળો તાળી મારશે અને બીજી પાટીના ચેકમાં પગ મૂકીને પહેલી પાટીએ આવશે, એટલે રમત શરૂ થશે.
દાવ દેનારના નિયમો: પોતાની પાટીમાં રહીને અડી શકશે. હાથથી જ અડકી શકાશે. અડીને તરત કરી શકાશે નહિ અથવા જમીન પર શરીરના બીજા કોઈ પણ ભાગથી સ્પર્શ કરી શકાશે નહિ. અડકતી વખતે બંને પગ જમીન પર જ હોવા જોઈએ. મોભવાળા મોભપાટીમાં રહીને અડી શકશે. તેને પગ અદ્ધર થશે તો પણ ચાલશે. પહેલી પાટી પર મોભ જઈ શકશે. દાવ લેનાર છેલ્લી પાટી ઓળંગીને “મટું બોલે ત્યારે આડી પાટીવાળાએ મોં ફેરવવું પડશે.
દાવ લેનારના નિયમો: આડી પાટી અને મોભવાળાથી અડાયા વિના છેલ્લી પાટીને ઓળંગીને પહેલી પાટીને ઓળંગી જશે ત્યારે એક
[ ૭૪ ]