________________
નોંધ: સંજ્ઞા મળ્યા પછી લોટાને હાથ વતી અડવાનું નથી. અડી જનારની ભૂલ ગણાશે. એવી ત્રણ ભૂલ કરનાર રમતમાંથી બાદ ગણાશે. જેનો લોટો નીચે પડી જશે તે પણ રમતમાંથી બાદ થશે.
૪૦ : માછલી માછલી સંખ્યા: સરખી સંખ્યાની બે ટુકડીઓ (આઠ આઠની). . સાધન: કંઈ નહિ.
તૈયારી: પ્રસ્થાનરેખા ઉપર એકની પાછળ બીજા એમ સરખે અંતરે (એક હાથ જેટલ) બંને ટુકડીને ઊભી રાખવી.
દરેકે (કદમ ખોલમાં) પગ પહોળા રાખવા.
રમત: સંજ્ઞા મળતાં છેલ્લા નંબરે પોતાથી ઉપરના બાળકોના પગમાંથી માછલી જેમ પસાર થવું. બધાના પગમાંથી નીકળી છેલ્લે આવી પગ પહોળા કરી ઊભા રહેવું. ઊભા રહીને પિતાથી ઉપરના બાળકના વાંસામાં અડવું એટલે એણે પણ એમ જ કરવું. આ પ્રમાણે દરેકને વારો આવતાં સુધી રમત ચાલુ રાખવી.
નોંધ: કઈ ટુકડી પહેલાં પોતાને દાવ પૂરો કરે છે તે જોવું.
૪૧ : મીનીઠેકામણી સંખ્યા: આઠથી દસ. સાધન: કાંઈ નહિ.
તૈયારી: બે બાળકો નીચે જમીન પર સામસામા પગ પહોળા રાખીને બેસે. બંનેના પગનાં તળિયાં અડકી રહેવાં જોઈએ. બીજા બાળકો દૂર ઊભા રહે.
રમત: સંજ્ઞા થાય ત્યારે એક એક જણે દેડીને પેલાના પહેલા કરેલા પગ ઉપરથી ઠેકી જવું. આપણે અત્યારે જેમ લાંબો કૂદકો મારીએ છીએ તેવી રીતે. વારાફરતી બધા હેકી રહે પછી ઊંચા કૂદકા માટે નીચે
[ ૪૭ ]