________________
તરફ રાખવું. બે નંબર વચ્ચેના વર્તુળમાં સ્થિર ઊભે રહે એટલે એક નંબરે પોતાની પાસેના દડાને બે નંબરની તરફ ફેંકવો. બે નંબરે દડાને ઝીલી લેવો. બીજા નંબરે ત્યાં જ ઊભા રહીને ત્રીજા નંબરને દડો આપવો. દડો આપીને બીજાએ પોતાની જગ્યાએ જતા રહેવું. ત્રીજાએ દડો લઈને દોડીને વચ્ચેના વર્તુળમાં જવું ને તેણે ચેથાને દડો આપવો. આ રીતે છેલા નંબર સુધી રમત ચાલુ રાખવી.
પ્રકાર: ટુકડી રમત પણ રમાડી શકાય. બે ટકડીને એકીસાથે આ રમત રમાડી શકાય. કઈ ટુકડી વહેલું પતાવી દે છે તે જોવું.
૪૫ : રમૂજી કૂચ સંખ્યા: આઠથી બાર.
સાધન: રમનાર દીઠ એક એક કપડાની પટલી અથવા થેલી. આ પોટલીમાં મોટો કોટ, ટોપે, ગામડિયાની ટોપી, દાઢી, મૂછ વગેરે બબ્બેત્રણ ત્રણ વસ્તુ બાંધવી.
તૈયારી: એક ગોળ વર્તુળમાં રમનારને ઊભા રાખી દરેકના હાથમાં એક એક પોટલું આપવું.
રમત: બેન્ડ વાગે એટલે એકબીજાએ પોતપોતાનાં પોટલાં અદલાબદલી કરવાં. સૌએ કૂદાકૂદ કરવી. બેન્ડ બંધ થતાં પોતાના હાથમાં જે પેટલું હોય તેને ખેલવું ને તેનાં જે જે કપડાં હોય તે પહેરવાં. વળી બેન્ડ વાગે એટલે સૌએ હો હો કરીને બૂમો પાડવી ને કૂદવું. જ્યારે કૂચનું (માર્ચ) બેન્ડ વાગે એટલે સૌએ એક એકની પાછળ ચાલતાં કૂચ કરવી. બે ત્રણ વાર મેદાન પર ફરીને ચાલ્યા જવું.
નોંધ: કયા પિટકામાં શું છે તેની ખબર પડવા દેવી નહિ. જેને જે કપડાં પહેરવાનાં આવે તે પહેરવાં જ પડશે.
વિશેષ: બાળકોના વિચિત્ર પહેરવેશથી બાળકોને અને જોનારને આનંદ થાય છે.