________________
પ૯ : હીર
સંખ્યા: બે જણ. સાધન: બે દાંડિયા (અથવા બે પરોણા).
તૈયારી: એક લીટી દોરવી અથવા નાનું ઊભા રહી શકાય તેવું વર્તુળ દોરવું. બે બાળકોમાંથી એકને દાવ દેનાર અને બીજાને દાવ લેનાર તરીકે નક્કી કરવા. બંનેને એક એક દાંડિયો આપ. દાવ દેનારે વર્તુળમાં પગ પહોળા કરીને ઊભા રહેવું. તેણે બંને હાથ ઊંચે માથા પર સીધા કરવા. તેના હાથમાં પહેલી આંગળી અને અંગૂઠાની વચ્ચેના ભાગમાં સ્ટેન્ડ જેમ બંને હાથ ઉપર એક એક છેડો રહે તેમ આડો દાંડિયો મૂકવો.
રમત: સંજ્ઞા થતાં, દાવ લેનાર બાળક દાવ દેનારની પાછળ ઊભા રહેવું અને તેના દાંડિયાના એક છેડાને બે હાથ વતી પકડીને બીજા છેડા વતી દાવ દેનારના દાંડિયાને પોતાની પાછળની બાજુએ ઉછાળીને દૂર ફગાવી દેવો. આ રીતે દાવ દેનારને દાંડિયો દૂર ઊડી પડતાં તેણે પોતાની
[ ૬૩ ]