________________
જે વળી પરથી નીચે જમીન પર પાડી નાખે તેની જીત થઈ ગણાય.
નોંધ: વળી એટલી ઊંચી રાખવી કે જમીનને પગ અડકે નહિ તેમ જ જમીનથી પગ બે ફટથી વધારે ઊંચા જાય નહિ. રમનારે બીજા હાથથી વળીને પકડી રાખવી. વળી પર ઘડાની માફક બેસાડવા. જેના હાથમાંથી ઓશીકું વછૂટી જઈ જમીન પર પડી જશે તેની હાર થઈ ગણાશે. ઓશીકા સિવાય શરીરના બીજા ભાગથી મારામારી કરવાની નથી. વળી લાંબી હોય તો એક જ સ્ટેન્ડ પર બે અથવા તેથી વધુ જોડીને રમાડી શકાય. વારાફરતી એક એક જોડીને રમાડવી.
| ૭ : અંતકડી
(અંત્યાક્ષરી). સંખ્યા: સરખી સંખ્યાની બે ટુકડી ૧૦ થી ૨૦.
તૈયાર: બંને ટુકડીને સામસામી બેસાડવી. આ રમત વર્ગમાં કે ઘરમાં રમી શકાય છે. રમાડનારે બંને ટુકડીની વચ્ચે બેસવું. રમત: કોઈ એક ટુકડીમાંથી એક જણે નીચે પ્રમાણે કહેવું:
અંતકડી દંતકડી,
કોને માથે ભીંત પડી ! એ પછી સામેની ટુકડીએ ડ ઉપરથી શરૂ થતું ગીત બોલવું. એ પ્રમાણે ગીતને છેડે આવતા અક્ષર ઉપરથી સામસામે ગીત ગાવાં.
નોંધ: ળને બદલે લ અને ણને બદલે ન ગણવ. ગીતની ઓછામાં ઓછી એક કડી બોલવી. ગીત સિવાય દુહા, શ્લોક વગેરે પણ બોલી શકાય. એક વાર બોલાઈ ગયેલું ગીત ફરી વાર બોલવું નહિ. પ્રચલિત ગીત આખી ટુકડીએ ગાવું.
રમાડનાર એક-બે ત્રણ કહે ત્યાં સુધી મળેલ અક્ષર પરથી જે ટુકડી ગીત બોલી શકશે નહિ તેની હાર થઈ ગણાશે. વિશેષ: બાળકો ગીત શીખે છે અને ગાવાની ટેવ કેળવે છે.
[ ૭૩ ].