________________
રમત: દાવ લેનાર બાળકે એક પગને ઊંચકીને તેની નીચેથી દંડિકાને દૂર ફેંકો. દાવ દેનારે દોડીને દંડિકો લાવવો અને કૂંડાળીમાં મૂકીને બીજા બાળકોને અડવા માટે પ્રયત્ન કરો. દાવ લેનારે ઘા કરીને ઝાડ પર ચડી જવું. દાવ લેનારે લાગ જોઈને નીચલી ડાળેથી કૂદી પડવું. દાવ દેનારે અડી શકાય તેમ હોય તેને અડવા માટે અહીંથી તહીં દોડાદોડ કરવી. જરૂર પડે તો ઝાડ પર પણ ચડી જવું. | દાવ લેનારે પકડાયા પહેલાં દડીકાને જો લઈ લીધો હોય કે અડકી ગયા હોય તો દાવ દેનાર તેને અડી શકે નહિ. એ રીતે જે દંડીકાને અડી જાય, તે જે અડક્યો હોય તેણે દંડીકાને દૂર ફેકવો. બીજા સૌ ઝાડ પર ચડી જાય ને પ્રથમની જેમ રમત ચાલુ થાય.
પણ જો દડીકાને કોઈ અડે નહિ તે પહેલાં કોઈને દાવ દેનાર અડી જાય, તો તેને માથે દાવ દેવાનો વારો આવે. " નોંધ: કોઈએ હાથે કરીને અડવું નહિ. દાવ દેનારે વર્તુળમાં પગ રાખીને ઊભા રહેવું નહિ.
વિશેષ: આ રમતથી બાળક ઝાડ પર ચડતાં ઊતરતાં અને ઝાડ પરથી કૂદી પડવામાં હેશિયાર બને છે.
પઃ આંધળાનું ગાડું સંખ્યા: ચાર કે પાંચ પાંચની સંખ્યાની બે ટુકડી.
સાધન: ટુકડી દીઠ બે ધોતિયાં કે ઓછાડ. બાળકોને એક જણ સિવાય દરેકને આંખે બાંધવાના પાટા.
તૈયારી: બંને ટુકડીને સીધી લીટી પર અલગ અલગ ઊભી રાખવી નાયકે સૌથી છેલ્લે ઊભા રહેવું. દરેક ટુકડીનાં બાળકોએ એકની પાછળ એક ઊભા રહેવું. દરેક આગળના બાળકના ખભા પકડી રાખવા. આગળના બાળકના બંને બાવડે ધોતિયાનો એક એક છેડો બાંધીને લગામની જેમ
[ ૭૧]