________________
આંખે બાંધવાને પાટો, પેન્સિલ.
તૈયારી: વચ્ચે વર્તુળ મૂકીને સામસામે બંનેએ બેસવું. એક જણની આંખે પાટા બાંધવો ને હાથમાં ઊંધી પેન્સિલ આપવી. પાટાને બદલે કોઈ બીજાએ દાવ લેનારની આંખો દાબી રાખવી.
રમત: આંખે પાટો બાંધ્યા પછી દાવ દેનારને વર્તુળ ઉપર પેન્સિલ મૂકવા કહેવું. એ પહેલાં વર્તુળને એક-બે વાર આમતેમ ગોળ ગોળ ફેરવી લેવું. દાવ લેનાર વર્તુળ પર જે અંક ઉપર પેન્સિલ મૂકે એટલા તેના ગુણ ગણવાના. એ પછી બીજાએ એ રીતે દાવ લે. એમ વારાફરતી દાવ લેતાં જેના ગુણ ૨૫ કે એથી વધુ જે નક્કી કર્યા હોય તેટલા ગુણ પ્રથમ થઈ જાય તેની જીત થઈ ગણાય.
નોંધ: દાવ લેનારની પેન્સિલ રેખા ઉપર પડે તે ફરી વાર વારો આપવો. જો વર્તુળની બહાર કે અંદરના શૂન્યવાળા વર્તુળમાં પેન્સિલ પડે તે ૦ (શૂન્ય) ગણાય.
બબે જોડીદાર બનીને પણ રમત રમી શકાય.
૪: આંબલી પીપળી સંખ્યા: બેથી વીસ.
સાધન: ચડી શકાય તેવું નીચી ડાળોવાળું ઝાડ લીમડ, પીપળે કે વડલો, અથવા તો બાળમંદિરનું લપસણું, દોઢેક ફૂટ જેટલી લંબાઈને એક દડી.
તૈયારી: ઝાડના થડ પાસે એક કૂંડાળી દોરવી. એ બે બાળકો સિવાય બધાએ ઝાડ ઉપર ચડી જવું. દાવ કોના માથે આવે તેના માટે પાકવાની રીતથી નક્કી કરવું. અથવા પ્રથમ સૌએ દંડિકાને એક પગ ઊંચો કરી તેની નીચેથી ઘા કરીને દૂર ફેંકવો. જેનો સૌથી નજીક પડે તેને માથે દાવ લે. જેનો ઘા સૌથી વધારે દૂર ગયો હોય તે દાવ લેવા માટે રહે.
[ ૭૪ ]