________________
૨: અઠિયે
સંખ્યા: બેથી ચાર.
સાધન: ચાર કોડીઓ, રમનાર દીઠ ચાર ચાર કૂકી કે નાની વસ્તુઓ કાંકરા, કચૂકા, પરબોળિયા વગેરે. બંનેનાં એક એક પત (પાટ).
તૈયારી: સામસામે બેસીને જમીન પર કે લાદી પર ચિત્ર પ્રમાણે પાટ (પત) આંક. પૂંઠા ઉપર કે લાકડા ઉપર દોરીને પાકો પાટ પણ બનાવી શકાય.
રમત: સોગઠાંબાજીની માફક ચાર કોડીથી રમત શરૂ કરવી. જેટલા દાણા આવે એટલા ખાનામાં પતને ચલાવીને મૂકવું. બધી ઊંધી કોડી પડે તો ચાર દાણા. ત્રણ ઊંધી ને એક ચત્તી એ એક દાણ, બે ચત્તી
[ ૬૮ ]