________________
૧ : અક્ષર-રમત સંખ્યા: સરખી સંખ્યાની બે ટુકડીઓ. એક ટુકડીમાં ચારથી પાંચ બાળકો રાખવાં.
સાધન: જેટલી ટુકડી એટલાં કાળાં પાટિયાં (બ્લેકબોર્ડ), ચોક, લૂછણિયું.
કાળી
છે
- 9ળ પાછું
જે
પ્રસ્થાના
તેયારી થઇ .નું અદી
તૈયારી: ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ટુકડીઓને ઊભી રાખવી. બે ટુકડીની વચ્ચે છથી આઠ કૂટનું અંતર રાખવું. ટુકડીથી પાટિયાનું અંતર બાળકેની ઉંમરના પ્રમાણમાં આઘે નજદીક રાખવું. દરેક ટુકડીને આગલા બાળકના હાથમાં ચોક આપ. જેટલા અક્ષરનો શબ્દ નક્કી કર્યો હોય તેટલાં બાળકો દરેક ટુકડીમાં રાખવાં.
રમત: સંજ્ઞા મળતાં દરેક ટુકડીના પહેલા નંબરે દોડતા જઈને પિતાની સામેના પાટિયામાં નક્કી કરેલ શબ્દને પહેલો અક્ષર લખો. લખીને પોતાની ટુકડી તરફ દોડતા આવીને તેના પછીના બાળકના હાથમાં ચેક આપી દેવો ને પોતે પોતાની ટુકડીમાં છેલ્લે ઊભા રહી જવું, બીજાએ જઈને બીજો અક્ષર, ત્રીજાએ ત્રીજો એમ આખી ટુકડીએ શબ્દ પૂરો કરવે.
નોંધ: કઈ ટુકડીએ ઓછા સમયમાં કંઈ ભૂલ કર્યા વિના સારા અક્ષરે શબ્દ લખ્યો છે, તે જોવું. દરેક બાળકે પોતાનું નામ લખવું. વાકયો પણ આપી શકાય. દરેકે એક એક શબ્દ લખવો. આ રમતથી અક્ષરો સારા થાય છે, તેમ જ પાટિયા પર ચેકથી લખવાની ટેવ પડે છે.
[[ ૬૭ ]