________________
કોએ એ બંનેને હદની બહાર ન જાય ત્યાં સુધી ધીમા ધીમા ઘૂસ્તા મારવા. હાથી પ્રથમ અડવા આવે ને કોઈને અડ્યા પહેલાં જ પોતાના હાથ છૂટા થઈ જાય તે પણ બીજાઓ તેને શુંમાં મારી શકે તેણે માર ન ખાવા માટે બધાંથી બચીને હદની બહાર આવતા રહેવું.
હાથી જે એક બાળકને અડી જાય એ અને હાથી બંને બહાર આવી જાય. પછી બંને જણ એક એક હાથના આંકડા ભીડીને બીજાને અડવા જાય. આ વખતે બંને બાળકો પોતાના છૂટા રહેલ એક એક હાથથી બીજાને અડી શકશે. આ પ્રમાણે કોઈ એક બાળક પકડાય એટલે ત્રણે બાળકોએ દોડીને હદની બહાર જતા રહેવું. પછી ત્રણ જણે આંકડા ભીડીને જવું. આમ છેવટે એક જણ દાવ લેવા માટે રહે ત્યાં સુધી રમત ચાલુ રહે.
નોંધ : ઘુમા જોરથી મારવા નહિ. દાવ દેનારે શુંમા મારવાના નથી. લંગરમાંથી અડકી ન જવાય તેમ દાવ લેનાર આંકડા છોડાવી શકે છે.
વિશેષ: બાળકો આંકડા ભીડીને અડવા જાય છે એ દશ્ય હાસ્યજનક છે. એકબીજાને મારવાનું આવે છે, તેથી પણ રમતનો રસ જળવાઈ રહે છે.
૫૮: હારીઓ સંખ્યા: ચારથી પાંચ બાળકો. સાધન: કોડીઓ.
તૈયારી: કાઢેલી કોડીઓને આડી હારમાં ગોઠવવી-પૈત, દોત નક્કી કરવા.
રમત: આ રમત લૂંઝાની માફક જ રમવાની છે. પરંતુ ફેર એટલો છે કે, આ રમતમાં કોડીઓને એક પછી એક મૂકીને સીધી હારમાં ગોઠવીને જમીન પર મૂકવાની છે તે આંટતી વખતે એક લાંબું ભરીને હારને આંટવાનું છે. બીજા બધા નિયમો લૂંઝાની રમત પ્રમાણે ગણવાના છે.
[ ૬૨ ] '