________________
પ૬ : હોળીનું નાળિયેર
તૈયારી: હેળીના દિવસોમાં નાળિયેર વડે આ રમત રમવાની છે. આ રમતમાં જેટલાને રમવું હોય તેટલાને સાવ પાસે પાસે ઊભા રાખીને ગળાકારે ઊભા રાખવા. એક જણ રમાડનાર અલગ રહે. બીજો એક જણ ખંજરી કે એવું કોઈ એક વાજિંત્ર વગાડે. રમનાર તરફ પીઠ ફેરવીને ઊભો રહે.
રમત: કોઈ પણ રમનાર એક જણના હાથમાં નાળિયેર આપે. નાળિયેર છોડાવાળું રાખવું. નાળિયેરના બદલામાં વોલીબોલ કે ફૂટબોલ પણ રાખી શકાય. રમાડનાર સંશા કરે એટલે ખંજરીવાળો ખંજરી વગાડવી શરૂ કરે. ખંજરી વાગે એટલે પેલું નાળિયેર ઘંટી ફરે તેમ બાજુ બાજુવાળાને હાથે હાથ આપીને ફેરવે. દરેક જણની પાસે નાળિયેર આવે એટલે એણે બે હાથથી નાળિયેર ઝાલીને તરત બીજાને આપી જ દેવું.
પણ જેવી ખંજરી વાગતી બંધ થાય એટલે કોઈએ નાળિયેર ઝાલવું નહિ. એ વખતે જેના હાથમાં નાળિયેર રહી ગયું હશે તે રમતમાંથી બાદ થશે. વળી ખંજરી વાગતાં નાળિયેર હાથોહાથ પસાર થશે. ખંજરી વાગતી બંધ થયે જેની પાસે નાળિયેર હશે તે બાદ થશે. આ પ્રમાણે થોડી થોડી વારે ખંજરી વાગતી બંધ થશે ને એક એક જણ રમતમાંથી બાદ થતું જશે.
આ રીતે છેલ્લે બે જણ રહેશે, તે સામસામે ઊભા રહીને નાળિવેર લેશે ને દેશે. ખંજરી બંધ થતાં જેના હાથમાં નાળિયેર નહિ હોય તેની જીત થશે.
નાળિયેર પસાર કરતી વખતે નીચે પડી જશે. તો લઈને પાછું પસાર કરવું પડશે. ખંજરી બંધ થયા પછી જે નાળિયેર લેશે તે રમતમાંથી બાદ થશે. જેમ જેમ બાદ થતા જશે તેમ તેમ વર્તુળ નાનું નાનું થતું જશે. રમાડનાર વચ્ચે રહેશે ને તે નાળિયેર તરફ ધ્યાન રાખી કોણ બાદ થાય તેનું ધ્યાન રાખશે. જેને તે બાદ થવાનું કહેશે તેણે બાદ થવું પડશે.
[ ૬૦ ]