________________
ઓળખી જાય તે તે બાળકે રમતમાંથી બાદ થવું. જો નામ ખાટું પડે તે નામ બોલનાર બાળકે રમતમાંથી બાદ થવું.
એ પછી સામા પક્ષની ટુકડીના નાયકે સામાવાળાની ટુકડીમાં જઈને ઉપર પ્રમાણે કરવું. આ રીતે વારાફરતી દાવ લેતાં કોઈ એક ટુકડીના બધા સભ્ય બાદ થઈ જતાં સુધી રમત ચાલુ રહે.
નોંધ: છોકરા–છોકરીઓ બંને આ રમત રમી શકે છે. વિશેષ: બાળકની સ્પર્શથી ઓળખવાની શકિત ખીલે છે.
પ૫ : શિવાજી કહે છે સંખ્યા: દસથી વીસ જેટલી. સાધન: કાંઈ નહિ. તૈયારી: કતારમાં સૌને કદમખેલ કરીને ઊભા રાખવા.
રમત: શિક્ષક સામે ઊભા રહી કવાયતના હુકમ આપે. પણ જે હુકમની પહેલાં ‘શિવાજી કહે છે” એમ બોલે તો જ એ હુકમ પ્રમાણે વર્તવું. જેમ કે, ‘શિવાજી કહે છે: હોશિયાર!” તે હોશિયાર થવું. અને જે માત્ર “દહીને રૂખ” કહે, તો દહીને રૂખ થવું નહિ. જે કોઈ ભૂલ કરે તેને રમતમાંથી બાદ કરવા. એ પ્રમાણે બધાં બધાં બાળકો બાદ થાય ત્યાં સુધી રમત ચાલુ રાખવી. " નોંધ: આ રમતમાં કવાયતના હુકમો સિવાય બીજાં વ્યવહારુ સૂચને કે આશાઓ પણ આપી શકાય. જેમ કે, બેસી જાવ, ઊભા થાવ, કૂદકા મારો, દોડો વગેરે.
વિશેષ: આ રમત બાળકોને બહુ ગમે છે. આ રમતમાં બરાબર સાંભળીને કિયા કરવી પડે છે. તેમાં એ ‘શિવાજી કહે છે એ પ્રમાણે કહે, તો જ ક્રિયા કરવાની છે, એનું સતત ધ્યાન રાખવું પડે છે. - વર્ગમાં પણ આ રમત રમાડી શકાય.
[ ૧૮ ]