________________
૧૭: હાથીની સૂંઢ
સંખ્યા: દસથી વીસ કે તેથી વધુ.
સાધન : કાંઈ નહિ.
તૈયારી: બાળકોની સંખ્યા પ્રમાણે મેદાન પસંદ કરવું. બનતાં સુધી આ રમત માટે મોટું મેદાન જ પસંદ કરવું. તેની હદ કેટલી છે તે બાળકોને જણાવી દેવું. દાવ દેનાર એક બાળક સિવાય બીજા બાળકો મેદાનમાં છટાં છૂટાં ફાવે ત્યાં ઊભાં રહે.
રમત : સંજ્ઞા થતાં દાવ દેનાર બાળકે ડાબા હાથવતી જમણા કાનને પકડવો. હાથની બનેલી આ ગોળાઈમાંથી જમણા હાથને પરોવીને આગળ લટકતો રાખવો. આ દેખાવ હાથીની સૂંઢ જેવો જણાશે. દાવ દેનારે જમણા ( લટકતા) હાથથી બીજાને અડવા માટે દોડવું. જો હાથી કોઈને અડકી
જાય તો તેણે સૂંઢની નકલ છોડી દઈને હદની બહાર દોડીને જતા રહેવું. જે પકડાઈ જાય તેણે પણ દોડીને હદની બહાર ભાગી જવું. બીજાં બાળ
[ 1 ]