________________
પાસ લે.
રમત: હાથમાં હલાવીને પાસો ફેંકો. જો એક દાણો આવે તે જ કૂકરી માંડી શકાય. પછી જેટલા દાણા આવે તે ચાલવાના. જો સીડીના નીચલે છેડે કૂકરી આવે તે સીડી ચડી જવી. જે સાપના મોંવાળા ખાનામાં કૂકરી આવે તે પૂંછડા સુધી નીચે ઊતરવાનું. આ પ્રમાણે જે ૧૦૦ ખાનામાં પ્રથમ પહોંચી જાય તેની જીત ગણાય. આ રીતે એક રહેતાં સુધી રમત ચાલુ રાખવી.
નોંધ: જે પાકી જાય તે રમતમાંથી બાદ થાય. દરેકની કુકરી જુદી જુદી રાખવી. જ્ઞાનબાજી કે સ્વર્ગસીડી નામની પણ આવી જ રમત છે. તેમાં મૃત્યુલોક, પાતાળ, નરક, સ્વર્ગ એમ લખેલ હોય છે.
વિશેષ: સીડી પર ચડવાનું અને સાપ આવે ત્યારે ઊતરવું; એમાં આ રમતને રસ ઝળવાઈ રહેલ છે.
પ૩ : સુદ્ધાબુદ્ધા
સંખ્યા: ચારથી પાંચ બાળકો. સાધન: દરેક પાસે એક એક લોટો.
તૈયારી: પ્રથમ અગલ કરીને આંગળીથી લખોટાને ફેંકીને ઈચવું. જે ટૅગ પડે તેના માથે દાવ લેવો.
રમત: વારાફરતી દાવ લેવો. પિતાના લખેટાને હાથમાં રાખીને વાંકા વળીને દાવ દેનારના લખાટાને જોરથી માર. વળી પિતાના લખેટાની જગ્યાએથી લાં ભરીને દાવ દેનારના લખેટાને આંટ. ભૂલે એટલે દાવ જાય. વારાફરતી દરેકે દાવ લેવો. બધાંએ દાવ લઈ લીધા પછી જેટલે દૂર લખોટ જાય ત્યાંથી દાવ દેનારે પોતાનો લખોટો હાથમાં લઈને અગલ સુધી લંગડી ઠેકતાં ઠેકતાં જવું. જો ઠેઠ સુધી ઠેકી જાય તો તેને માથેથી દાવ ઊતરે. જો વચ્ચે પગ માંડી દે તે જયાં પગ માંડે ત્યાંથી વળી પાછો સૌએ વારાફરતી દાવ લે.
[ પ૭ ]