________________
નહિ. (૬) હાથ વડે જ અડકી શકાય. (૭) થાકી ગયે અથવા અકસ્માતથી વર્તુળમાં જ બંને પગ અથવા શરીરનો બીજો ભાગ સ્પર્શે તે ફાઉલ ગણાય. (૮) વારી પૂરી થાય એટલે બહાર નક્કી કરેલ રેખા ઉપર ઊભા રહી જવું. (૯) જરૂર પડે તો ફરી વાર અડવા જઈ શકાય.
વિશેષ: (૧) દરેક ટુકડીને બે વાર દાવ દેવામાં આવશે. જરૂર પડે તો હારજીત નક્કી કરવા ત્રીજી વાર રમાડાશે. બે રમત જીતનારની જીત ગણાશે.
(૨) પાંચ મિનિટ સુધી રમત ચાલશે.
(૩) દાવ દેનારે જેટલા માર કર્યા હશે તેથી બમણા ગુણ મળશે. અને દાવ લેનારને જેટલા ઠેકી આવ્યા હશે તેથી બમણા ગુણ મળશે. ફાઉલ દીઠ એક ગુણ કપાશે.
(૪) હાલમાં લંગડીની રમત ચોરસમાં રમાડે છે.
પ૧ : સંગીત મેજ
સંખ્યા: છ કરતાં વધુ.
સાધન: એક નાનું વર્તુળ દેરી રમાડનારે તેમાં ઊભા રહેવું. રમાડનારે હાથમાં ખંજરી કે એવું બીજ અવાજ કરી શકાય તેવું સાધન રાખવું.
તૈયારી: જેટલાં બાળકો રમનારાં હેય તેનાથી એક ઓછી સંખ્યા જેટલાં નાનાં મેજ અથવા ખુરસી સામે હદરેખા પર સીધી હારમાં ગોઠવી રાખવાં. દાખલા તરીકે, દસ જણ રમનાર હોય તો નવ મેજ રાખવાં. રમાડનારથી ૫૦ ફટ જેટલે દૂર હદરેખા પર મેજ મૂકવાં.
રમત: રમાડનારે ખંજરી વગાડવાનું શરૂ કરવું. ખંજરી વાગે એટલે રમનારે એક એક એકની પાછળ વર્તુળની ફરતાં ધીમે ધીમે દોડવું. ખંજરી વાગે ત્યાં સુધી દોડ્યા જ કરવું.
થોડીવારે રમાડનારે ખંજરી વગાડવાનું બંધ કરવું. જેવી ખંજરી વાગવી બંધ થાય એટલે રમનારાએ હદરેખા તરફ દોડવું ને કોઈ
[ પપ ]