________________
પડખે પડખે ઊભી રાખવી. દરેક ટુકડીએ આગગાડીની માફક જોડાઈને ઊભા રહેવું. દરેક ટુકડીના પહેલા નંબરે પોતાને જમણો હાથ આગળથી નીચે નમીને બે પગની વચ્ચેથી પોતાને હાથ પાછળના બાળક તરફ લંબાવવો. બીજા નંબરે પોતાના ડાબા હાથથી આગળના બાળકનો જમણે હાથ પકડો અને પોતાને જમણો હાથ પોતાના બે પગ વચ્ચેથી ત્રીજા નંબરના બાળકને આપ. આ રીતે ઠેઠ સુધી હાથ પકડીને જોડાઈ જવું.
રમત: સીટી વાગે એટલે છેલ્લા નંબરે પોતાની જગ્યાએ બેસી જઈ સૂઈ જવું. એની ઉપરના બીજા બધાએ પાછા પગે ધીમે ધીમે ચાલતા એક પછી એક પહેલા નંબર સુધી સૂઈ જવું. આ ક્રિયા કરતી વખતે કોઈના હાથ છૂટવા જોઈએ નહિ.
પહેલા નંબરે સૂઈને તરત ઊઠીને આગળ ચાલવું. એ પછી બીજાએ ઊઠવું. એ પ્રમાણે દરેકે ઊઠીને મૂળ જે સ્થિતિમાં હતા તેમ આવી જવું. આ પ્રમાણે કઈ ટુકડી બરોબર કરે છે તે જોવું.
૫૦ : લંગડી -
મેદાનનું માપ: ૩૦ ફૂટના વ્યાસનું વર્તુળ. એક તરફ રા ફૂટ પહોળો અને ૫ ફૂટ લાંબો દરવાજો દોરવો.
સંખ્યા: નવ નવની બે ટુકડી. સાધન: કાંઈ નહિ.
તૈયારી: સિક્કો ઉછાળીને મેદાન અને દાવ દેવો વગેરે નક્કી કરવું. દાવ દેનારે દરવાજે એક હારમાં ઊભા રહેવું. દરવાજેથી ક્રમસર એક એક જણે અડવા જવું. દાવ લેનારે વર્તુળમાં ગમે ત્યાં ઊભા રહેવું.
નિયમો: દાવ દેનારના નિયમ (૧) વારા ફરતી એક એક જણે દરવાજામાંથી જ અડવા જવું. (૨) એક પગે ઠેકતાં અડવા જવું. (૩) વર્તુળમાં પ્રવેશો તે વખતે જમીન પર એક જ પગ હોય. (૪) પગ બદલાવી શકાય નહિ. (૫) જમીનને બીજો પગ કે હાથ ટેકવી શકાય
[૫૪]